US એમ્બેસી અને કોન્સુલેટમાં વિઝા અપોઈન્ટમેન્ટનો પ્રારંભઃ કેનેડાના ટ્રાવેલિંગ અંગે નવી ટાઈમલાઈન

US એમ્બેસી અને કોન્સુલેટમાં વિઝા અપોઈન્ટમેન્ટનો પ્રારંભઃ કેનેડાના ટ્રાવેલિંગ અંગે નવી ટાઈમલાઈન

જે લોકો વિઝા અપોઈન્ટમેન્ટ મેળવી શકશે નહીં તેઓ ટ્રાવેલ કરી શકશે નહીં કે સ્લોટમાં તેમનું નામ આવી શકશે નહીં. જોકે, તેમણે જે ફી ભરેલી છે તે 30 સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રહેશે

 

નવી દિલ્હી

 

કોરોનાના કેસોમાં ફરીથી આવેલા ઉછાળા છતાં અમેરિકા અને ભારતની એમ્બેસી અને કોન્સુલેટ્સ દ્વારા તમામ પ્રકારના વિઝા માટે મર્યાદિત વિઝા અપોઈન્ટમેન્ટસનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ માટેની અપોઈન્ટમેન્ટ http://ustraveldocs.com/in મારફતે થઈ શકે છે. જોકે, અમેરિકી એમ્બેસીએ આપેલી જાણકારી પ્રમાણે બાકીની જે રૂટિન પ્રોસેસ છે તે સસ્પેન્ડ અવસ્થામાં જ રહેશે. એટલેકે, અપોઈન્ટમેન્ટ સિવાયની કોઈ ગતિવિધિ થઈ શકશે નહીં.

અવેલેબેલ હશે તે પ્રમાણે અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે જ્યારે સ્લોટ જેમ બને તેમ જલ્દીથી ભરી દેવામાં આવશે. હેલ્થ અને સેફ્ટી પ્રોટોકોલ્સને સાંકળીને યુએસ એમ્બેસી અને કોન્સુલેટ્સ દ્વારા ઈમીગ્રેશન અને નોન ઈમીગ્રેશન વિઝા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં સ્ટુડન્ટ્સ વિઝા ઉપરાંત  H-1B,  H-4,   L-1,   L-2,   C1/D,  B1/B2નો સમાવેશ થાય છે. રેગ્યુલર બેઝીસ પ્રમાણે આ વિઝા માટેની અપોઈન્ટમેન્ટ આપવામાં આવનાર છે.

યુએસ એમ્બેસીએ જારી કરેલી સૂચના અનુસાર “યુએસ કોન્સુલેટ બોમ્બે દ્વારા તમામ ઈમીગ્રન્ટ્સના વિઝાની પ્રોસેસ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, અમે દરેક કેટેગરીમાં કેટલાક નવા કેસનો પારંભ કર્યો નથી. અત્યારે અમે એવા લોકોને અપોઈન્ટમેન્ટ આપી રહ્યા છે જેમના ઈન્ટરવ્યૂ ગયા વર્ષે 2020 દરમિયાન કોવિડ-19ને કારણે બંધ રાખવામાં આવ્યા હતા. એકવાર આ અપોઈન્ટમેન્ટ પૂર્ણ થાય તે પછી અમે નેશનલ વિઝા સેન્ટર મારફતે દરેક કેટેગરીમાં નવા કેસ અંગેની વિચારણા કરીશું.” 

ઈન્ટરવ્યૂ સ્લોટ ઓપન તો થયા છે પણ તેના અંગે થોડી અનિશ્ચિતતા પણ છે. બેકલોગના કારણે કોણ કોણ ને કેટલા લોકોને આ માટેની અપોઈન્ટમેન્ટ મળશે તે નક્કી નથી.

જે લોકો વિઝા અપોઈન્ટમેન્ટ મેળવી શકશે નહીં તેઓ ટ્રાવેલ કરી શકશે નહીં કે સ્લોટમાં તેમનું નામ આવી શકશે નહીં. જોકે, તેમણે જે ફી ભરેલી છે તે 30 સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. હાલમાં, અમેરિકાએ ઈન્ટરવ્યૂમાં માફીનો ઉમેરો પણ કરી દીઘેલો છે. હોમલેન્ડ સિક્યોરિટીના કન્સલ્ટેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી બ્લિન્કેનના જણાવ્યા પ્રમાણે,નોન ઈમીગ્રેશનના કેટલાક કેટેગરીના વિઝા માટે તેમણે ઈન્ટરવ્યૂની જરૂરિયાત કાઢી નાખી છે.

અગાઉ, નોનઈમીગ્રન્ટ્સ વિઝા માટે જેમને અપોઈન્ટમેન્ટ મળી હતી તેમના ઈન્ટરવ્યૂની માફીનો સમયગાળો 24 મહિનાનો રહેતો હતો પણ હવેથી આ સમય વધારીને 48 મહિનાનો કરી દેવામાં આવ્યો છે. આ પોલિસી 31મી ડિસેમ્બર 2021થી અમલમાં આવી રહી છે.

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને આ તમામ અપોઈન્ટમેન્ટ આપવામાં આવનાર છે. ભારતમાં જ્યાં જ્યાં વિઝા એપ્લેકેશન સેન્ટર છે ત્યાં ડ્રોપ બોક્સ એપ્લીકેશનની સુવિધા રાખવામાં આવી છે. જે લોકોના વિઝા એક્સપાયર થઈ રહ્યા છે તેમને 48 મહિનાના રિન્યુઅલ માટેનો સમય અપાય રહ્યો છે.

26 જાન્યુઆરી 2021થી જે પેસેન્જર્સ અમેરિકામાં એન્ટર થઈ રહ્યા છે તેમણે અમેરિકામાં પ્રવેશતાં પહેલાંના 72 કલાક એટલે કે ત્રણ દિવસ પહેલાં કોવિડ ટેસ્ટ કરાયેલો હોવો જોઈએ. આ ટેસ્ટમાં તેઓ નેગેટિવ આવે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. અથવા જે લોકોને કોરોના થયો હોય તેમણે એવું સર્ટિફિકેટ આપવાનું રહેશે કે તેમને કોરોનાની બીમારી થઈ હતી પણ તેઓ છેલ્લા 90 દિવસમાં રિકવર થઈ ગયાં છે.

દરમિયાન, કેનેડામાં ઈમીગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિજનશીપ કેનેડા(IRCC)એ કોવિડ-19ને કારણે કેટલીક પ્રોસેસિંગ અપડેટ કરી છે.

જે અપડેટ છે તે આ પ્રમાણે છેઃ   હવેથી જે લોકો કેનેડાના સિટિજન છે તે જ પ્રવેશ કરી શકે છે. અલબત્ત, જેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં, હંગામી ફોરેન વર્કર્સ, ચોક્કસ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, જે લોકોને કેનેડિયન પરમેનન્ટ રેસિડન્ટ્સ માટેની મંજૂરી મળી ગઈ છે પણ, હજુ કેનેડાના પીઆર હોલ્ડર્સ થયા નથી. મેડિકલ ડિલિવરી માટે જે લોકો કેનેડામાં આવે છે. ટ્રાન્સિસ્ટિંગ પેસેન્જર્સ, નેશનલ ઈન્ટરેસ્ટ માટે જે ઓલરેડી કેનેડામાં છે. કોવિડ-19 માટે કેનેડાની સરકારને મદદ કરવા માટે આવેલા લોકો. આ ઉપરાંત, જે લોકો ઓલરેડી કેનેડામાં રહે છે તેમને બહારથી કેનેડામાં પ્રવેશવાની પરવાનગી છે.

જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ વેલિડ કેનેડા સ્ટડી પરમિટ અથવા તો લેટર ઓફ ઈન્ટ્રોડક્શન બતાવે તેમને જ કેનેડામાં પ્રવેશ મળી શકે છે. આ ઉપરાંત, આ લોકોએ ડેઝીગ્નેટેડ લર્નિગ ઈન્સ્ટીટ્યુશનમાં કોવિડ-19નો રેડીનેસ પ્લાન એટેડેન્ટ કરેલો હોવો જરૂરી છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!