ગ્રેજ્યુએટ રૂટ પર જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કામ કરવા માટે લાયક છે અથવા કોઈપણ સ્કીલ લેવલનું કામ શોધી રહ્યા છે તેમને વધુમાં વધુ બે વર્ષ માટે આ પ્રકારના વિઝા મળી શકે છે. જો તમે પીએચડી કરતા હોય તો તમને ત્રણ વર્ષ સુધી કામ મળી શકે
લંડન
નવો UK ગ્રેજ્યુએટ રૂટ 1 જુલાઈ 2021ના રોજથી ખુલ્લો થશે. વૈશ્વિક સ્તરે જે સૌથી બ્રાઈટ અને યંગ સ્ટુડન્ટ્સ છે તેમને માટે બ્રિટને આ નવો વિઝા રૂટ શરૂ કર્યો છે. જો તમારામાં અદભુત ટેલેન્ટ હોય તો તમે આ રૂટનો ઉપયોગ કરીને બ્રિટનમાં તમારું કિસ્મત અજમાવી શકો છો. બ્રિટને બ્રાઈટ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પોતાને ત્યાં આમંત્રણ આપીને તેમને માટે કેટલીક સુવિધાઓ સરળ કરી દીધી છે.
નવી પોઈન્ટ આધારિત આ UK ઈમીગ્રેશન સિસ્ટમમાં, નવો ગ્રેજ્યુએશન ઈમીગ્રેશન રૂટ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે ઉપલબ્ધ રહેશે. જે લોકોએ યુકેમાં પોતાની ડિગ્રી પૂરી કરી છે તેમને આ માટે સુવિધા કરી અપાશે. ગ્રેજ્યુએટ રૂટ પર જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કામ કરવા માટે લાયક છે અથવા કોઈપણ સ્કીલ લેવલનું કામ શોધી રહ્યા છે તેમને વધુમાં વધુ બે વર્ષ માટે આ પ્રકારના વિઝા મળી શકે છે. જો તમે પીએચડી કરતા હોય તો તમને ત્રણ વર્ષ સુધી કામ મળી શકે છે.
નવા ગ્રેજ્યુએટ રૂટથી યુકે સરકાર ઈન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રેટેજી અંતર્ગત પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરી શકે તેમ છે. 2030 સુધીમાં આ નવા રૂટ મારફતે યુકે સરકાર હાયર એજ્યુકેશનમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા 6,00,000 સુધી લઈ જઈ શકે છે.
નવો રૂટ પહેલી જુલાઈ 2021થી ઓપન થશે. યુકેની સંસદમાં આ અંગેનો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કે જેમને યુકે ગ્રેજ્યુએટ રૂટ માટે એપ્લાય કરવું છે તેમની પાસે યુકે હાયર એજ્યુકેશન પ્રોવાઈડર હોવો જરૂરી છે. આ ઉપરાંત યુકે સરકારે નક્કી કરેલી ઈમીગ્રેશન પોલિસી પ્રમાણેની લાયકાત પણ આવશ્યક છે.
ગ્રેજ્યુએશન રૂટ સમગ્ર UKને લાગુ પડશે જેને કારણે નોર્ધર્ન આયર્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડના લોકોને પણ તેનો લાભ મળશે. પહેલી જુલાઈ 2021થી નવો યુકે ઈમીગ્રેશન રૂટ શરૂ થતાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને યુકેમાં કામ કરવાની તક આસાનીથી મળી રહેશે.
ગ્રેજ્યુએટ રૂટ માટેની એલિજિબિલિટીઃ
*2020માં જેમણે પોતાનો સ્ટડી શરૂ કર્યો છે તેમણે યુકેમાં 21 જુલાઈ 2021 સુધી રોકાવું પડશે. અગાઉ આ સમયગાળો 6 એપ્રિલ 2021નો હતો.
*જેમણે પોતાનો સ્ટડી જાન્યુઆરી/ફેબ્રુઆરી 2021માં શરૂ કર્યો છે તેમણે યુકેમાં 27 સપ્ટેમ્બર 2021 સુધી રોકાવાનું રહેશે.
ક્વીક ફેક્ટ્સ
*અનસ્પોન્સર્ડ
* અરજી માટે જોબ ઓફર જરૂરી નથી
*મિનિમમ સેલેરીની જરૂરિયાત નથી
*સંખ્યા પર કોઈ નિયંત્રણ નહીં
* કામમાં ફ્લેક્સિબિલિટી
*જોબ બદલી શકે છે
(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)
ટેક્નોલોજી કે કલ્ચરમાં ટેલેન્ટેડ છો? આજે જ UKની નવી પોઈન્ટ આધારિત ઈમીગ્રેશન સિસ્ટમનો લાભ લો