કોવિડ-19ની સ્થિતિને અનુલક્ષીને અમેરિકાએ દુનિયાના 200માંથી 130 દેશોમાં પોતાના નાગરિકોને જવા-આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છેઃ પરિસ્થિતિ સુધરશે ત્યારે સમીક્ષા કરાશેઃ યુએસ હોમ ડિપાર્ટમેન્ટ
વોશિંગ્ટન
US પબ્લિક હેલ્થ એજન્સીએ પોતાના ટ્રાવેલર્સને ભારત જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અમેરિકી નાગરિકે વેક્સિન મૂકાવી હશે તો પણ તે ભારતનો પ્રવાસ કરી શકશે નહીં. અમેરિકાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેમણે ભારતને કોવિડ-19 રોગચાળાની બાબતે સૌથી જોખમીના સ્તર પર મૂક્યું છે. તેનો અર્થ એ પણ થશે કે હવે ભારતથી પણ અમેરિકામાં જઈ શકાશે નહીં.
ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં વિશ્વભરમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે અને તેને કારણે અમેરિકાએ આ નિર્ણય લીધો છે. ભારતમાં સોમવારે પોણા ત્રણ લાખ કેસો નોંધાયા હતા. કોરોના રોગચાળાના પહેલા રાઉન્ડ કરતાં આ વખતે ભારતમાં ખતરનાક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે કહ્યું હતું કે,તે અમેરિકનો માટે ડુ નોટ ટ્રાવેલ એડવાઈઝરીમાં દુનિયાનાં 80 ટકા દેશોનો સમાવેશ કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ માને છે કે અમેરિકનોએ દુનિયાના કેટલાક દેશોમાં જવું જોઈએ નહીં, તેમ એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે.
અમેરિકાએ અત્યાર સુધીમાં Level 4: Do Not Travel,” કેટેગરીમાં દુનિયાના 200માંથી 34 દેશનો સમાવેશ કર્યો છે અને તેમાં ભારત પણ આવી ગયું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ઈશ્યુ થતી આ હાઈએસ્ટ વોર્નિંગ છે. આ દેશોમાં રશિયા, કેન્યા, હૈતી, બ્રાઝિલ અને આર્જેન્ટિના પણ છે. હવે અમેરિકાએ 80 ટકા દેશોને આવરી લીધા છે તેનો અર્થ એ થાય છે કે કુલ 130 દેશોમાં અમેરિકનો પ્રવાસ કરી શકશે નહીં.
એજન્સીએ જોકે, એમ કહ્યું છે કે તેના આ નિર્ણયનો અર્થ એવો થતો નથી કે તે હાલની સ્થિતિની કોઈ સમીક્ષા કરશે નહીં. પણ જ્યાં સુધી તેના ડિસીઝ કંટ્રોલ અને પ્રીવેન્શન દ્વારા વર્તમાન સ્થિતિની યોગ્ય સમીક્ષા ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો જારી રહેશે.
પહેલાંની જેમ જ અત્યારે પણ અમે દુનિયામાં ચાલી રહેલી રોગચાળાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને નિયમિત રીતે તેને અમેરિકી ટ્રાવેલર્સ માટે અપડેટ કરતાં રહીએ છીએ, તેમ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે. મોટાભાગના અમેરિકનો હાલમાં યુરોપનો પ્રવાસ COVID-19 પ્રતિબંધોને કારણે ટાળી રહ્યાં છે.