તહેવારોની સીઝનમાં કયો ફોન લેશો? ₹10,000 અને તેનાથી ઓછી કિંમતમાં આટલા ફોન મળે છે

તહેવારોની સીઝનમાં કયો ફોન લેશો? ₹10,000 અને તેનાથી ઓછી કિંમતમાં આટલા ફોન મળે છે

રિયલમી, રેડમી, ઈન્ફિનીક્સ સ્માર્ટ, ટેક્નો સ્પાર્ક પાવર અને

સેમસંગ ગેલેક્સીના સ્માર્ટ મોડેલ તમને આશ્ચર્યજનક કિંમતમાં પડશે

 

યાયાવર ડેસ્ક> આણંદ

 

આ સપ્તાહથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને તહેવારોની સીઝનનો આ સાથે જ પ્રારંભ થયો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ નવરાત્રિ, દશેરા અને દિવાળી સુધી મેગા સેલ શરૂ કરીને મનલુભાવન અવનવી ઓફરો કરવા માંડી છે. મોબાઈલથી લઈને લેપટોપ, કપડાં, શુઝ, કિચન આઈટમો, ઈલેકટ્રોનિક ગેઝેટ્સ સહિતની વસ્તુઓ ખરીદી લેવાની લાલચ થઈ જાય તેટલા સસ્તા ભાવ કંપનીઓ ઓફર કરી રહી છે. આ બધામાં સૌથી આકર્ષણ નજરાણું મોબાઈલ ફોનમાં આવી રહ્યું છે.

જોકે, આપણે વાત કરીશું રૂપિયા 10,000થી નીચેની કિંમતના મોબાઈલ ફોનની. કઈ કંપનીઓ દસ હજારથી નીચે સ્માર્ટ મોબાઈલ ફોન આપી રહી છે તે આપણે જોઈશું. તાજેતરમાં જ રિયલમીએ C12 અને C15 સ્માર્ટ ફોન લોન્ચ કર્યા છે. રેડમીએ નવા A અને નંબર સિરિઝ મોબાઈલ ફોન લોન્ચ કર્યા છે.

*રિયલમી C15, કિંમત રૂ. 9,999

રિયલમીએ નવી C સિરિઝના સ્માર્ટ ફોન તાજેતરમાં ભારતમાં લોન્ચ કર્યા હતા. આ સિરિઝમાં પ્રાઈસ અને ફિચરમાં સૌથી બેસ્ટ C15 છે. આ સ્માર્ટ ફોન 6.5 ઈંચની એચડી-એલસીડી સ્ક્રીન સાથે આવે છે. તેનો ફેસેટ ડિસ્પ્લે રેશિયો 20:9નો છે. આ ફોન મિડીયા ટેક હેલિયો G35 પ્રોસેસર સાથેનો છે. તેમાં 4GB RAM અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ આવે છે. આ ફોન બે વેરિયન્ટમાં છે. 3GB RAM+64GB સ્ટોરેજ અને 4GB RAM+64GB સ્ટોરેજ સાથે આ સ્માર્ટ ફોન આવે છે.  કેમેરાની બાબતમાં જોઈએ તો રિયલમી C15નો કેમેરા ક્વાડ-કેમેરા સેટ અપ સાથે છે. તેમાં 13 MP પ્રાયમરી સેન્સર, 8 MP અલ્ટ્રાવાઈડ લેન્સ, 2 MP મેક્રો લેન્સ અને ચોથો બ્લેક એન્ડ વ્હાઈટ લેન્સ પણ છે. સેલ્ફી માટે રિયલમી C15 ફોન 8 MPના સ્પેશિયલ સેલ્ફી શૂટર સાથે છે. C15 ફોનની સુપર હાઈલાઈટ તેની બેટરી છે. મોબાઈલ 6000mAh બેટરી સાથે આવે છે. મોબાઈલનું 3GB મોડેલ રૂપિયા 9,999માં જ્યારે 4GBવાળું મોડેલ રૂપિયા 10,999માં વેચાય રહ્યું છે.

*રેડમી 9, કિંમત 8,999

રેડમી 9 સ્પોર્ટ્સ 6.53 ઈંચ એચડી ડિસ્પલે વોટરડ્રોપ સ્ટાઈન નોચ સાથે આવે છે. આ ફોન મિડિયા ટેક હેલિયો G35 પ્રોસેસર પેરથી પાવર્ડ છે અને તેમાં 4GB RAM  અને 128 GB RAM ઈન્ટરનલ સ્ટોરેજ સાથે 512 GB માઈક્રો એસડી કાર્ડનો સપોર્ટ પણ અપાયો છે. કેમેરાની રીતે જોઈએ તો રેડમી 9 13 MP સેન્સર સહિત સ્પોર્ટ્સ ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે. ફ્રન્ટમાં, ફોનમાં 5 MP સેન્સર સેલ્ફી માટે લગાવેલાં છે. રેડમી 9ની બેટરી 5,000 mAh 10W ચાર્જિંગ ઈનબોક્સની સાથે આવે છે. રેડમી-9 4GB RAM/64GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂપિયા 8,999 છે. જ્યારે 4GB RAM/128GB વરિયન્ટ રૂપિયા 9,999ની કિંમતમાં પડે છે.

*ઈન્ફિનીક્સ સ્માર્ટ 4 પ્લસ, કિંમત રૂ.7,999

ઈન્ફિનીક્સ સ્માર્ટ 4 પ્લસ ફોન 6.82 ઈંચ એચડી પ્લસ સ્ક્રીન ડ્રોન નોચ સાથે આવે છે. તેનો ફેસેટ રેશિયો 20.5:9નો છે. આ ફોન મીડિયાટેક હેલિયો A25થી પાવર્ડ છે. તેમાં 3GB RAM અને 32 GB ઈન્ટરનલ સ્ટોરેજ આવે છે જે માઈક્રો એસડી કાર્ડ સપોર્ટ દ્વારા 256 GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ઈન્ફિનીક્સ ફોન XOs6.2 OS સપોર્ટેડ એન્ડ્રોઈડ છે અને તેમાં 13 MP પ્રાયમરી રિયર સેન્સર અને 8 MP સેલ્ફી કેમેરા છે. તેમાં એક પાછળની સાઈડે એક રિયર પેનલ પણ છે. આ ફોનના 3GB RAM મોડેલની કિંમત રૂપિયા 7,999 રાખવામાં આવી છે અને ત્રણ કલર- ગ્રીન, પર્પલ અને ગ્રેમાં મળે છે.

 

*સેમસંગ ગેલેક્સી M01, કિંમત રૂપિયા 9,999

સેમસંગ ગેલેક્સી M01 એક સીધોસાધો ફોન છે જે રૂપિયા 10,000ની નીચે મળે છે. જો તમે સેમસંગ બ્રાન્ડને પસંદ કરતા હોય તો તમારે માટે આ ફોનથી ઉત્તમ કશું નથી. સેમસંગ ગેલેક્સી M01 ફુલ 6.2 ઈંચ ફુલ એચડી પ્લસ TFT ઈન્ફિનીટી V ડિસ્પ્લે અને મીડિયા ટેકહેલિયો P22 ઓક્ટાકોર પ્રોસેસર સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી M01 3GB RAM અને 32 GB સ્ટોરેજ સાથે આવે છે અને તેને 512 GB માઈક્રો એસડી કાર્ડ સાથે એક્સપાન્ડ કરી શકાય છે. કેમેરાની બાબતમાં જોઈએ તો, સેમસંગ ફોનમાં 13 MP+2MP ડ્યુઅલ રિયર કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા છે. આ ફોનની બેટરી 4,000mAh બેટરી પર રન કરે છે અને તેને વન UI એન્ડ્રોઈડ 10નો સપોર્ટ છે. સેમસંગનું એક જ મોડેલ છે જેની કિંમત રૂપિયા 9,999 છે.

*ટેકનો સ્પાર્ક પાવર, કિંમત રૂપિયા 9,999

ટેકનો સ્પાર્ક પાવર 2 ફોન ફક્ત એક જ વરિયન્ટ 4GB RAM  અને 64 GB સ્ટોરેજ કેપેસિટી સાથે આવે છે. માઈક્રો એસડી કાર્ડ સાથે તેની એક્સપાન્ડેબલ મેમરી 256 GB સુધી લઈ જઈ શકાય છે. આ ફોનની કિંમત રૂપિયા 9,999 છે. ટેકનો સ્પાર્ક પાવર2 ફુલ સાત ઈંચની સ્ક્રીન સાથે આવે છે. તેનો સ્ક્રીન બોડી રેશિયો 90.6 પર્સન્ટ છે અને મેડિયા ટેક હેલિયો P22 પ્રોસેસર સાથે તેમાં 4 GB RAM અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. કેમેરાની બાબતે ટેક્નો ડિવાઈસ ક્વોડ કેમેરામાં 16 MP પ્રાયમરી સેન્સર અને સેલ્ફી હોય છે. આ ફોનની બેટરી 6,000mAh પાવર્ડ છે.

 

*રેડમી 9 પ્રાઈમ, કિંમત રૂપિયા 9,999

રેડમી 9 પ્રાઈમ ફુલ 6.53 ઈંચની FHD સ્ક્રીન સાથે છે અને તેને મીડિયાટેક હેલિયો G80 પ્રોસેસરથી પાવર્ડ કરાયો છે. તેમાં 4 GB RAM અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજની સુવિધા છે. ફોનમાં 13 MP AI પ્રાયમરી કેનેરા, 8MP સેકન્ડરી અલ્ટ્રા વાઈડ કેમેરા લાગેલો છે. ઉપરાંત 2 MP ડેપ્થ સેન્સર અને 5 MP કેમેરા પણ છે. સેલ્ફી માટે રેડમી 9 પ્રાઈમમાં 8 MP AI ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ થયો છે. આ ફોનની ખાસિયત એ છે કે તેની બેટરી 5020 mAh સાથેની છે અને 18 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. પ્રાઈસીંગમાં રેડમી 9 પ્રાઈમ બે વરિયન્ટમાં આવે છે. જેમાં એક 4GB RAM+64GB સ્ટોરેજ સાથે રૂપિયા 9,999ની કિંમતમાં જ્યારે  4GBRAM+128GB મોડેલ રૂપિયા 11,999માં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!