સૌથી મોટું ફ્રોડ:સાઉદીના રાજાએ લિયોનાર્ડો દા વિન્સીનું પેઈન્ટિંગ 450 મિલિયન ડોલરમાં ખરીદ્યું તો ખરું પણ…

સૌથી મોટું ફ્રોડ:સાઉદીના રાજાએ લિયોનાર્ડો દા વિન્સીનું પેઈન્ટિંગ 450 મિલિયન ડોલરમાં ખરીદ્યું તો ખરું પણ…

મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીના સાલ્વાટોર મુંડી અથવા “વિશ્વના તારણહાર” નામનું ઈસુ ખ્રિસ્તનું પેઈન્ટિંગ ખરીદીને પ્રિન્સ સલમાને રોફ તો જમાવ્યો પણ બુરી રીતે ફસાઈ ગયા

 

પેરિસ

 

ફ્રેન્ચ ટીવી પર આવતા અઠવાડિયે એક નવી દસ્તાવેજી ફિલ્મ બતાવવાના છે જેમાં આક્ષેપ છે કે સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલમાને પોતે લિયોનાર્ડો દા વિન્સીનું એક નકલી પેઈન્ટિંગ 450 મિલિયન ડોલરમાં વેચાતું લીધું તે વાત જાહેર ન થઈ જાય અને લોકોમાં પોતાની બેઈમાની અને જુઠ્ઠાણું બહાર ન આવી જાય તે હેતુથી ફ્રાન્સના જાણીતા મ્યુઝિયમ લુવ્ર પર દબાણ કર્યું હતું.

ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા એન્ટોના વિટકીન દ્વારા લખાયેલ “સેવિયર ફોર સેલ” સાલ્વાટોર મુંડી અથવા “વિશ્વના તારણહાર” નામનું ઈસુ ખ્રિસ્તનું પેઈન્ટિંગ જેને પુરુષ મોના લિસા તરીકે ઓળખવામાં આવે છે તેની  આસપાસ કર્કશ વિવાદ ચાલી રહ્યો છે. આ પેઇન્ટિંગે 2017માં આર્ટ વર્લ્ડનો ઇતિહાસ રચ્યો હતો.

તે વખતે લગભગ 1000 આર્ટ કલેકટરો,ડિલરો અને દર્શકો ન્યૂયોર્કના રોકફેલર સેન્ટર ખાતે ક્રિસ્ટીના હરાજી ગૃહ તરીકે જાણીતા રૂમમાં પેઇન્ટિંગને રેકોર્ડ 450 મિલિયન ડોલરમાં વેચાયું હતું જે તેને વિશ્વનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બનાવે છે. આ ઓકશનને ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું જેને વિશ્વભરમાંથી 1,20,000 લોકોએ જોયું હતું. ઈટાલીના આ મહાન ચિત્રકારે ઘણાં ચિત્રો દોરેલાં છે પણ અત્યારે વિશ્વમાં માત્ર 20 એવાં પેઈન્ટિંગ છે જે તેણે પોતાના હાથે દોર્યાં હોય તેવાં છે અને આ તમામ લુવ્ર સંગ્રહાલયમાં છે.

જાણીતી લીલામી સંસ્થા ક્રિસ્ટીન આ પેઇન્ટિંગને “છેલ્લા 100 વર્ષોમાંની મહાન કલાત્મક શોધ” ગણાવે છે. લુવ્ર અબુધાબી મ્યુઝિયમે સપ્ટેમ્બર 2018માં અનિચ્છનીય રીતે પેઇન્ટિંગના આયોજિત યોજનાનું અનાવરણ રદ કર્યું ત્યારે સાલ્વેટર મુંડીની સત્યતા પરના પ્રશ્નો સર્જાયા હતા. ત્યારથી પેઇન્ટિંગ જાહેરમાં જોવા મળ્યું નથી.

વર્ષ 2019 માં આર્ટ ઇન્ડસ્ટ્રી ન્યૂઝ સર્વિસ આર્ટનેટે અહેવાલ આપ્યો છે કે એક 500 વર્ષ જૂનું પેઇન્ટિંગ મોહમ્મદ બિન સલમાનની 440 ફૂટની સુપર યોટ સીરેન પર રાખવામાં આવેલું છે.

ત્યારબાદ એક વર્ષ પછી જાણે વિસ્ફોટ થયો હતો. પેરિસના લુવ્રમાં ત્રણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક વિશ્લેષણમાં એવું તારણ નીકળ્યું હતું કે પેઇન્ટિંગનું નિર્માણ લિયોનાર્ડોની વર્કશોપમાં થયું હતું, પરંતુ પુનર્જાગરણના માસ્ટરે એટલે વિન્સીએ પોતે આ પેઈન્ટિંગ દોર્યું નહોતું. લૂવ્રના ઇતિહાસકારોએ તેમના તારણો પ્રકાશિત કરવાનો ઇરાદો રાખ્યો હતો પરંતુ જ્યારે પેઇન્ટિંગના માલિકે તેને 2019માં બ્લોક બસ્ટર લિયોનાર્ડો પ્રદર્શન માટે લોન આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેને અટકાવવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક ધ લાસ્ટ લિયોનાર્ડોમાં કલા વિવેચક બેન લુઇસે પણ નિષ્કર્ષ કાઢ્યો છે કે પેઇન્ટિંગ સંભવતઃ લિયોનાર્ડોના સ્ટુડિયોમાંથી બહાર આવ્યું છે અને તે પછી માસ્ટર દ્વારા તેને સ્પર્શ થયો છે. ધ ગાર્ડિયન એ આર્ટ ઇતિહાસકાર અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં ઇટાલિયન અને સ્પેનિશ કૃતિઓના ક્યુરેટર ડો. કાર્મેન બામ્બચને ટાંકતાં કહ્યું છે કે ક્રિસ્ટીએ ખોટી રીતે તેમનો સમાવેશ એવા વિદ્વાનોમાં કર્યો હતો જેમણે આ પેઈન્ટિંગ લિયોનાર્ડો દા વિન્સીનું હોવા માટેનું  કારણ આપ્યું હતું.

તેમના મતે સાલ્વાટોર મુંડી મુખ્યત્વે વિન્સીના એક સહાયક પેઈન્ટર જિઓવાન્ની એન્ટોનિયો બોલ્ટ્રાફિઓનું કામ હતું,જેમાં ફક્ત લિયોનાર્ડો દ્વારા જ “નાનાં ટચિંગ કામ” કરવામાં આવ્યાં હતાં. ઓક્સફર્ડના આર્ટ ઇતિહાસકાર મેથ્યુ લેન્ડ્રસએ તો જાહેરમાં અનુમાન કર્યું હતું કે આ પેઇન્ટિંગ મોટાભાગે લિયોનાર્ડોના અન્ય સહાયકો જેમકે,બર્નાર્ડિનો લુઇની દ્વારા બનાવવામાં આવ્યું છે.

વિટકીનની ડોક્યુમેન્ટરીમાં પેઇન્ટિંગનો ઇતિહાસ શોધી કાઢવામાં આવ્યો છે,જેની શરૂઆત 2005માં ન્યૂયોર્કના આર્ટ વેપારી દ્વારા 1,175 ડોલરમાં અત્યંત નબળા વેચાણ સાથે થઈ હતી. પેઇન્ટિંગને યુનાઇટેડ સ્ટેટ્સમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું,જેને બ્રિટીશ નેશનલ ગેલેરીના ઘણાં કલાનિષ્ણાતો દ્વારા લિયોનાર્ડોના અસલ પેઈન્ટિંગ તરીકે માન્યતા આપવામાં આવી હતી. બે વર્ષ પછી રશિયાનના એક મોટા વેપારી(ઓલિગાર્ચ) આ પેઈન્ટિંગ 127.5 મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું હતું.

ક્રિસ્ટીની હરાજી બાદ લુવ્ર પડદા પાછળ શું ચાલી રહ્યું હતું તે પણ આ ફિલ્મમાં બતાવાયું છે. આ ફિલ્મમાં રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનની સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની રજૂઆતો પણ છે,જે ઉપનામો સાથે દર્શાવાઈ છે. આ લોકોએ દાવો કર્યો છે કે પ્રિન્સ સલમાને 2019 ના પ્રદર્શન માટે લુવ્રને પેઇન્ટિંગ આપવાની ઓફર પણ કરી હતી. પ્રિન્સ સલમાનની શરતો એવી હતી કે લૂવ્રએ મોના લિસા પેઈન્ટિંગ્સની સાથે સાલ્વાટોર મુંડીનું પ્રદર્શન કરવું જોઈએ અને તેને “100%” લિયોનાર્ડો દા વિન્સીના પેઈન્ટિંગ તરીકે રજૂ કરવું જોઈએ.

રાષ્ટ્રપતિ ઇમાનુઅલ મેક્રોને સાઉદીના રાજકુમારની આ માગણીઓને માંગોને નકારી કાઢી હતી અને ફ્રેન્ચ મ્યુઝિયમે ક્યારેય આ પેઇન્ટિંગનું પ્રદર્શન કર્યું નહીં. ફ્રાન્સ અને સાઉદી અરેબિયા વચ્ચેની આ ઘટનાને લીધે નાની રાજદ્વારી તકરાર થઈ હોવાના અહેવાલ છે. એન્ટોના વિટકીનની આ ફિલ્મ “સેવર ફોર સેલ” ફ્રાન્સમાં ચેનલ ફ્રાન્સ-5 પર 13 એપ્રિલે દર્શાવાશે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!