ભાજપના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ અંગ્રેજોની મદદ કરી હતી, ગવર્નરને પત્ર લખીને કહ્યું હતું, ‘હું તમારી સાથે છું’

ભાજપના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ અંગ્રેજોની મદદ કરી હતી, ગવર્નરને પત્ર લખીને કહ્યું હતું, ‘હું તમારી સાથે છું’

મુસ્લિમોના વિરોધી મનાતા જનસંઘના સ્થાપક એવા શ્યામા પ્રસાદ મુખર્જી મુસ્લિમ લીગ સાથે બંગાળ સરકારમાં નાણામંત્રી બન્યા હતા અને તેમની આ સિદ્ધિને વિનાયક દામોદર સાવરકરે હિન્દુ ગૌરવની રીતે જોઈ હતી

 

નવી દિલ્હી

 

ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળના બ્રિટિશ ગવર્નરને પત્ર લખીને ભારત થોડો આંદોસનને કચડવા માટે કહ્યું હતું. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ અંગ્રેજી હકુમત સાથે છે. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ સમગ્ર દેશમાં અંગ્રેજો સામે આંદોલન કરી રહી હતી ત્યારે જ મુખર્જીએ અંગ્રેજોનો સાથસહકાર આપ્યો હતો.

‘શ્યામા પ્રસાદ મુખર્જી, ફ્રોમ એ ડાયરી ઓક્સફોર્ડ યુનિવર્સિટી’ના અંશ પ્રમાણે ભાજપના સંસ્થાપકે બંગાળમાં ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો અને તેને કચડવાના ઉપાય બ્રિટિશ ગવર્નર જોન હરબર્ટને બતાવ્યા હતા. જાણીતા લેખક એ જી નૂરાનીના પુસ્તકમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયેલો જ છે.

સુમિત ગુહાએ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત 17 ઓગસ્ટ 1992ના પોતાના લેખમાં ‘ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટ અપોનન્ટ અનમાસ્ક્ડ’માં આ પત્રનો ઉલ્લેખ કર્યો હતો. શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળમાં તે વખતે મુસ્લિમ લીગ-હિંદુ મહાસભાની ગઠબંધન સરકારમાં નાણામંત્રી હતા. આ સરકારના નેતા મુસ્લિમ લીગના એ કે ફજલુલ હક હતા. હકે જ ભારતના બે ટુકડા કરીને અલગ પાકિસ્તાન બનાવવાનો પ્રસ્તાવ મુસ્લીમ લીગની બેઠકમાં પેશ કર્યો હતો. 1941માં મુસ્લિમ લીગની આગેવાનીમાં બનેલી બંગાળ સરકારમાં મુખર્જી સામેલ થયા હતા.

આ હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી. તેમાં કોંગ્રેસ સામેલ નહોતી. હક આ સરકારના વડાપ્રધાન હતા. મુખર્જીને નાણામંત્રી બનાવાયા હતા. તેઓ 11 મહિના સુધી નાણા મંત્રી રહ્યા હતા. આ પહેલાં 1940માં મુસ્લિમ લીગે લાહોરમાં યોજાયેલા એક અધિવેશનમાં અલગ પાકિસ્તાન બનાવવાનો પ્રસ્તાવ પારિત કર્યો હતો. હિંદુ મહાસભાના સંસ્થાપક વિનાયક દામોદર સાવરકરે ખુદ મુખર્જીને હકની સરકારમાં સામેલ થવા અંગે ગર્વ જતાવ્યો હતો અને તેને મહાસભાની કામિયાબીની રીતે જાહેરમાં પેશ કરી હતી.

મુખર્જીએ અંગ્રેજોને લખેલા પત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલા આ આંદોલનને સખ્તાઈથી કચડી નાખવામાં આવે. મુખર્જીએ 26 જુલાઈ 1942ના રોજ બંગાળના ગવર્નર જોન આર્થર બરબર્ટને કહ્યું હતુઃ કોંગ્રેસ દ્વ્રારા મોટા પાયે શરૂ કરવામાં આવેલા આંદોલનના કારણે સૂબા(રાજ્ય)માં જે સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે, તેના તરફ તે અંગ્રેજ સરકારનું ધ્યાન દોરવા માગે છે. મુખર્જીએ લખ્યું હતુઃ કોઈપણ સરકારે આવા લોકોને કચડી નાખવા જોઈએ જે યુદ્ધના સમયે લોકોની ભાવનાઓને ભડકાવવાનું કામ કરે છે. જેનાથી રાજ્યમાં આંતરિક અસુરક્ષાની સ્થિતિ પેદા થઈ શકે છે.

તેમણે લખ્યું કે, સવાલ એ છે કે બંગાળમાં ભારત છોડો આંદોલન કેવી રીતે રોકવામાં આવે. વહીવટીતંત્રએ એ રીતે કામ કરવું જોઈએ કે કોંગ્રેસની તમામ કોશિશો છતાં આ આંદોલન આપણા પ્રાંતમાં પોતાનાં મૂળ ફેલાવી ન શકે. તમામ મંત્રીઓ લોકોને એમ કહે કે, કોંગ્રેસે જે આઝાદી માટે આંદોલન શરૂ કર્યું છે, તે લોકોને પહેલેથી મળી ગઈ છે. મુખર્જીએ તો બંગાળના વિભાજનની માગણી પણ કરી હતી. બંગાળનું પહેલીવાર વિભાજન 1905માં થયું હતું. આંદોલન બાદ આ પ્રસ્તાવને 1911માં રદ કરી દેવામાં આવ્યો હતો. 1946-47માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ફરી વખત બંગાળના ભાગલાની માગણી કરી હતી.

મશહૂર ઈતિહાસકાર આર સી મજુમદારે આ પત્ર વિશે લખ્યું છેઃ શ્યામા પ્રસાદ મુખર્જીએ આ ચિઠ્ઠીનો અંત કોંગ્રેસના આંદોલન વિશે જાણ કરીને કર્યો હતો. તેમણે એવી આશંકા દર્શાવી હતી કે આ આંદોલનને કારણે આંતરિક અસુરક્ષા પેદા થઈ શકે અને તેના કારણે જોખમ સર્જાઈ શકે છે. તેમણે એમ પણ લખ્યું હતું કે, કોંગ્રેસનું આ આંદોલન કચડી નાખવું જોઈએ.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901માં થયો હતો. તેમના પિતા આશુતોષ મુખર્જી કોલકતા હાઈકોર્ટના જજ હતા. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા ઉદ્યોગ અને સપ્લાય મંત્રી રહ્યા હતા. જવાહરલાલ નહેરુએ વિપક્ષમાં હોવા છતાં તેમને મંત્રી બનાવ્યા હતા. મુખર્જી 33 વર્ષની વયે જ કોલકાતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા હતા. તેમના કાર્યકાળમાં રવિન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. 1977-79 દરમિયાન તેમણે જનસંઘની સ્થાપના કરી હતી. આગળ જઈને આ જનસંઘ ભારતીય જનતા પાર્ટી બન્યો હતો. તેમનું મોત કેદીના રૂપમાં થયું હતું. જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદે જાખલ થવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિનાયક દામોદર સાવરકર અંગે પણ કોંગ્રેસ ભાજપ પર સવાલો કરતી રહી છે. સાવરકરે પણ અંગ્રેજોની કેદમાંથી મુક્ત થવા માટે છથી વધુ વાર માફી પત્ર લખ્યા હતા. ભાજપ આ ઈતિહાસ જાણતો હોવાથી સાવરકરને નજરઅંદાજ કરતો રહ્યો છે. ત્યાં સુધી કે શિવસેના જેવા કટ્ટર મરાઠી પક્ષે સાવરકરને ભારત રત્ન આપવા માટે વારંવાર માગણી કરી છે પણ ભાજપ સરકાર આવો પ્રસ્તાવ લાવતી નથી.

10 ડોલરની વાર્તાઃ ગુલામો રાખનારા પણ આઝાદી માટે લડનારા એલેકઝાન્ડર હેમિલ્ટને સૌથી પહેલાં કહેલું, ‘વી આર ઈમીગ્રન્ટ્સ…’

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!