દારૂબંધી નહોતી ત્યારે ગુજરાતમાં શું પીવાતું હતું?: ગુજરાતીઓમાં દીવ, દમણ, ઉદયપુર કે રતનપુર યાત્રાનો મહિમા કેમ શરૂ થયો?

દારૂબંધી નહોતી ત્યારે ગુજરાતમાં શું પીવાતું હતું?: ગુજરાતીઓમાં દીવ, દમણ, ઉદયપુર કે રતનપુર યાત્રાનો મહિમા કેમ શરૂ થયો?

યુરોપમાં એક વખતે દેશી ગણાતો એબસિન્થ નામનો દારૂ પીવાતો હતોઃ મોટામોટા લેખકો અને ચિત્રકારો આ દારૂ પીતા અને તેનું બ્રાન્ડિંગ પણ કરતાઃપ્રોહિબિશન આવ્યું તે પહેલાં ગુજરાતમાં ઘેરઘેર જે ગળાતું તે એબસિન્થ પુરવાર થાય તેમ લાગતાં અંગ્રેજોએ તેમની કૂટનીતિ શરૂ કરી…

 

મનીષ મેકવાન

 

આઈ ડ્રીંક ઈટ વ્હેન આઈ એમ હેપી એન્ડ વ્હેન આઈ એમ સેડ,

સમટાઈમ્સ આઈ ડ્રીંક ઈટ વ્હેન આઈ એમ અલોન,

વ્હેન આઈ હેવ કંપની, આઈ કન્સીડર ઈટ ઓબ્લીગેટરી.

આઈ ટ્રીફલ વીથ ઈટ ઈફ આઈ એમ નોટ હંગ્રી એન્ડ ડ્રીંક ઈટ વ્હેન આઈ એમ,

અધરવાઈઝ આઈ નેવર ટચ ઈટ-અનલેસ આઈ એમ થર્સ્ટી.

-મેડમ લીલી બોલિંગર(બોલિંગર શેમ્પેઈન બિઝનેસની માલિકણ)

‘’ પહેલો પેગ પીધા પછી તમારી ઈચ્છા પ્રમાણે, તમે જે વસ્તુ જોવા માગો છો તે તમારી સામે પેશ આવે છે. બીજા પેગ પછી, તમે જે વસ્તુને જુઓ છો તેવી તે હકીકતમાં હોતી નથી. અંતે, તમે જુઓ છો કે એ વસ્તુ જેવી છે તેવી જ દેખાય છે અને દુનિયામાં આ જ વસ્તુ સૌથી ખતરનાક હોય છે.’’

19મી સદીમાં ઈંગ્લેન્ડમાં જેને સૌથી જોખમી શરાબ ગણાવાતો હતો તે એબસિન્થ પીધા પછી સનકી લેખક ઓસ્કર વાઈલ્ડે ઉપરનું અટપટું, સમજવા માટે વ્હીસ્કીના ત્રણ, વોડકાના અઢી અને રમના બે પેગ ઓછા પડે તેવું ઉચ્ચારણ કર્યું હતું. શરાબ સેવનને સેલિબ્રેશન બનાવનાર ગુજરાતી લેખક ભાઈચંદ પટેલના પુસ્તક ‘હેપી આવર્સ’માં લખાયું છે કે, એબસિન્થ લઠ્ઠા ટાઈપનો દારૂ હતો પણ બહુ પોપ્યુલર હતો. તે વખતે ડબલ ફિલ્ટર્ડ હેરોઈન કે કોઈકેઈન નહોતું પણ એબસિન્થ હતો અને કુશાગ્ર બુધ્ધિજનો અને પાગલ કળાકારો તે પીને લખતા, ચિતરતા અને ઓચરતા રહેતા હતા. કહેવાય છે કે સ્વનામધન્ય ચિતારા વિન્સેન્ટ વાન ગોઘે તેની પ્રેમગણિકાને પોતાનો કાન કાપીને હાથમાં આપી દીધો ત્યારે તે એબસિન્થના નશામાં હતો. અલબત્ત, વાન ગોઘે તે વખતે એક પેગ પીધેલો, બે ઠપકાર્યા હતા કે ત્રણ-ચાર ઓહિયાં કરી ગયો હતો તે અંગેનું સંશોધન હજુ બાકી છે. ખૈર, દાવો એવો છે કે યુરોપમાં 19મી સદીમાં આલ્પ્સની શૃંગની કક્ષાનું જે સાહિત્ય અને કળાકીય સર્જન થયું તેની પાછળ એબસિન્થ જવાબદાર હતો અને એક પૂરી જનરેશનને આલ્પ્સની બરબાદ ગર્તમાં નાંખવાનું કામ પણ તેણે જ કર્યું! લાકડામાં થતા કોઈ જીવડામાંથી આ દારૂ બનાવાતો હતો અને ફ્રેન્ચ ક્રાંતિ(1789-99)વખતે તેની શોધ થયેલી. એબસિન્થ પીધા પછી શરીરનાં તમામ આધિ-વ્યાધિનો ઈન્તેકાલ થઈ જતો હતો અને ડોકટરો સુધ્ધાં તે પ્રીસ્ક્રાઈબ કરતા હતા. એબસિન્થની બોટલો પર છપાતાં તમામ ચિત્રો  વધુ એક માથાફરેલ ચિત્રકાર પાબ્લો પિકાસોએ તૈયાર કરેલાં અને તે પોતે પણ એબસિન્થ સિવાય બીજી કોઈ બ્રાન્ડ પીતો નહોતો. એબસિન્થમાં 68 ટકા આલ્કોહોલ રહેતો અને ફ્રેન્ચ સૈનિકો આ દારૂ પીને લડવા ગયા તેમાં જ પહેલું વિશ્વ યુધ્ધ હારી ગયા હતા તેમ કહેવાય છે. અંતે, એબસિન્થ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. સવાલ એ થાય કે જો ફ્રાન્સ યુધ્ધ જીત્યું હોત તો એબસિન્થના સેવનને સરકારી ઉત્તેજન મળ્યું હોત ખરું?

કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ ત્યારે જ આવતો હોય છે જ્યારે સરકાર પરાજિત થતી હોય છે, તેનું સામ્રાજ્ય, આલ્કોહોલની માફક તેને ઉડી જતું દેખાતું હોય છે. 1977માં પાકિસ્તાનની અત્યંત લોકપ્રિય સરકારના અસ્તિત્વ પર ખતરો મંડરાયો ત્યારે તેણે પહેલું કામ દારૂ પર પ્રતિબંધ મૂકવાનું કરેલું. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર રીતસરની લોકશાહી ઢબે ચુંટાયેલી સરકાર હતી પણ કુર્રાનાવલંબી ઈસ્લામવાદીઓના દમદેખાડા અને મુલ્લાંગ્રહો સામે ઝુકી જઈને ભુટ્ટોએ પાકિસ્તાનમાં દારૂ પીતો-પીવાતો-પીરસાતો બંધ કરાવી દીધો હતો. વક્રતા એ હતી કે દારૂ, નાઈટ ક્લબ, બાર અને મોજશોખની તમામ વસ્તુઓને તાળાં મારવા છતાં ભુટ્ટોને બે વર્ષમાં શર્રિયતદાસ જનરલ ઝિયા ઉલ હક્કે બંદુકની નોંક પર ઉથલાવી દીધા હતા અને પાકિસ્તાનમાં અસલ તાલિબાની શાસનની બુનિયાદ નાંખી હતી. પાકિસ્તાનમાં અલબત્ત, દારૂ મળતો, વેચાતો નથી તેવું નથી. ગૈરમુસ્લિમો માટે શરાબની છૂટ છે પણ મુસલમાન વ્યક્તિનું પાકપણું(?) જળવાય રહે તે હેતુથી સરકાર તે પીતો, વેચતો કે સપ્લાય કરતો પકડાય તો તેને કાયદેસર સજા કરે છે. જો આમ ન થાય તો ગુજરાતમાં થાય છે તેમ ‘તોડપાણી’ નહીં તો ‘ગાંધીવાણી’ થઈને રહે છે. પાકિસ્તાનમાં શરાબ પર પ્રતિબંધ પછી હેરોઈનના સેવનનું પ્રમાણ સાઉથ એશિયામાં સૌથી વધુ છે અને દંભની હાઈટ એ છે કે કેટલાક મુલ્લાંઓ શરાબને ગૈરકુદરતી અને ગાંજા-અફીણને અલ્લાદ્દીન માને છે. ‘ક્યુરિયસ હિસ્ટરી ઓફ પ્રોહિબિશન એન્ડ આલ્કોહોલ કન્ઝમપ્શન ઈન પાકિસ્તાન’ પુસ્તકમાં ખોજી પત્રકાર નદીમ ફારુક લખે છે કે આજે પણ પાકિસ્તાનમાં બહુમત ઉદારવાદી લોકો બુધ્ધિલઠ્ઠ મૌલવીઓ અને તેની દલાલ સરકારો સામે એક દલીલ ચોક્કસપણે કરે છે કે કુર્રાનમાં ક્યાંય શરાબના સેવન સામે મનાઈહુકમ ફરમાવાયો નથી. હા, વધુ પડતું પીવું ન જોઈએ તેમ કુર્રાનમાં જરૂર કહેવાયું છે. પાકિસ્તાનમાં શરાબ પ્રેમથી ભલે ન પીવાતો હોય પણ છૂટથી પીવાય છે અને પૂરી દુનિયામાં આ એક માત્ર ભૌગૌલિક સ્થાન એવું છે જે, પ્રોહિબિશનના સંદર્ભમાં ગાંધીના ગુજરાતને અદ્દલોઅદ્દલ મળતું આવે છે. સૌથી મોટી ટ્રેજેડી એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ ઘણાંને ખબર છે પણ એ ક્યારે અને કોણે અને કોના કારણે લાગુ કરાઈ તેની કશી ખબર નથી. વાસ્તવ, એ છે કે ગુજરાત ગાંધીજીનું છે એટલે દારૂબંધી દાખલ થઈ નથી પણ મોરારજી દેસાઈને કારણે આમ થયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે 1960માં અલગ થયાં ત્યારથી ગુજરાતમાં શરાબ પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. ઐતિહાસિક તથ્ય એ પણ છે કે બ્રિટિશરોએ ગુજરાતમાં સૌથી પહેલાં શરાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પહેલાં ગુજરાતમાં ઘણે ઠેકાણે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી અને આ કોટેજ ઈન્ડસ્ટ્રીનો દારૂ જ પીવાતો હતો. દક્ષિણ ગુજરાતમાં અસલ તાડી અને ચોખાનો દારૂ બનતો હતો. આદિવાસીઓ પોતાનો અલગ દારૂ ગાળતા અને પીતા હતા. (આજે પણ પીએ છે.) આજે પણ ગુજરાતમાં ઘણી કમ્યુનિટીમાં લોકો પોતે વેચાતો દારૂ લેતા નથી પણ ઘરે જ ગાળે છે. આ દારૂ એવો છે જે એકદમ સ્ફટિકમય અને આગ તરત પકડી લે તેવો હોય છે. કોરોનાના લાખો વાયરસને તે એકસાથે મારી નાંખી શકે તેવું તે સેનેટાઈઝર છે. અલબત્ત, ગુજરાતમાં દારૂબંધીની ઘો નાખવાનું કુકર્મ અંગ્રેજોએ કર્યું હતું. બ્રિટિશરોનો સ્વાર્થ સ્પષ્ટ હતો-રેવન્યુ. ઘરેઘરે દારૂ ગળાતો હોય તો સરકારને ટેક્સ શું કામ આપવાનો? કુટિલ અંગ્રેજોએ ગુજરાતમાં ચાલતાં દારૂનાં પીઠાં અને ભઠ્ઠીઓ પર રેડ પડાવી અને આ ધંધો જ બંધ કરાવી દીધો. અંગ્રેજો ઈચ્છતા હતા કે સરકાર પોતે જ દારૂનું પ્રોડક્શન કરે, સપ્લાય અને ડિલીવરી કરે અને તેમાંથી રેવન્યુ કમાય. બ્રિટિશરો જોકે, વ્યાપકપણે તેમના મિશનમાં સફળ ન થયા અને દરમિયાન દેશ આઝાદ થઈ ગયો. મહાત્મા ગાંધીનું નિધન 1948માં થયું અને તેના 12 વર્ષ પછી 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈ સ્ટેટમાંથી અલગ થયાં. અહીંથી ગુજરાતમાં દારૂબંધીનો અમલ શરૂ કરાયો. ‘ગાંધીના ગુજરાતમાં દારૂબંધી’ અને ‘દારૂ ન પીવા મળે તો ગાંધીજીને ગાળો’ બોલવાની કાયરતા એ પીધા પહેલાંનો સસ્તો નશો છે. હવે, ગુજરાતની દોગલાબંધી સામે કેટલાક લોકો જાહેરમાં ઉચ્ચારણો કરી રહ્યાં છે અને દારૂબંધી હટાવી લેવી જોઈએ તેવી માગણી કરી રહ્યાં છે. દીવ, દમણ, ઉદયપુર કે રતનપુર જઈને ચોરીચોરી ચુપકે ચુપકે દારૂ પી આવવો તેના કરતાં આપણે ત્યાં જ પીવો શું ખોટો તેવી દલીલ કેટલાક લોકોએ કરવા માંડી છે.

ખૈર, ગુજરાતની સમાંતરે પૂર્વોત્તર ભારતમાં સત્તાના નશામાં બેવડી બનેલી સરકારોએ શરાબ પર ધરાર પ્રતિબંધ મૂકાવ્યો હતો પણ, ત્યાંનો ગ્રામીણ આદિવાસી(ખાસી, બોડો, નગા ઈત્યાદિ)બાહુલ પ્રેમથી અરક(કે એવો દેશી શરાબ)પીએ છે. આસામમાં છેક 1980 સુધી કોઈને ખબર નહોતી કે રમ, વ્હીસ્કી, વોડકા કે બીજા પ્રકારનાં, IMFL જેને ગુજરાતી પત્રકારો ‘ઈંગ્લીશ દારૂ’ કહે છે તે પણ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. ગુલાબી પેપરમાં છપાતાં કોમર્સ અખબારોના રિપોર્ટ્સ અને લેખોમાં હંમેશા એવો દાવો કરવામાં આવે છે કે ભારતમાં સૌથી વધુ વ્હીસ્કી પીવાય છે પણ, હકીકત એ છે કે ભારતમાં આજે પણ સૌથી વધુ સેવન સ્થાનિક દેશી શરાબનું છે. રેકોર્ડ પ્રમાણે સોમરસની પેટન્ટ ધરાવતા આ દેશમાં આજે પણ સૌથી વધુ પીવાતો દારૂ ટોડી(તાડી)છે અને તે પછીનો વારો કુટિર ઉદ્યોગોમાં વિકસાવાયેલો દેશી દારૂ છે. સરકારી વાઈન શોપની બહાર ઘુંટણથી છેક ઉપર લગી લુંગીઓ ઊંચકીને લાઈનો લગાવતા રહેતા કેરળમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાની વાત એક મિથ છે. વાસ્તવમાં, આંકડા અને રિસર્ચ કહે છે કે પ્રોહિબિશનવાળા ગુજરાતમાં સૌથી વધુ દારૂ ઢીંચાય છે. સૌથી વધુ શરાબ પણ ગુજરાતમાં બીજાં રાજ્યોમાંથી ઠલવાતો રહે છે અને ડિસેમ્બર મહિનામાં- ફુલગુલાબી ઠંડીના દિવસોમાં અને ઉત્તરાયણ વખતે લાલ પાણી વિના તહેવાર પૂરો થતો નથી. ગુજરાતમાં અત્યારે કેટલો દારૂ પીવાય છે તેના સત્તાવાર આંકડા આપી શકાય તેમ નથી કેમકે, તેનો સત્તાવાર રેકોર્ડ હોતો નથી. સવાલ એ છે કે પ્રતિબંધ નહોતો ત્યારે ગુજરાતમાં કેટલો શરાબ પીવાતો હતો? કેવો પીવાતો હતો અને એબસિન્થની માફક સૌથી વધુ શું પીવાતું હતું? ગુજરાતની અસ્મિતાની દુહાઈ દેતા રહેતા પોડિયમપ્રેમીઓએ આ અંગે સંશોધન કરવાની જરૂર છે. ચિયર્સ!

Fu***ng, લોડાઈ, લૌંડા, ટટ્ટીખાના, ચુતડટેકા, ચુટિયા, લંડોરા, સુઅર, કુત્તા : ઓ ભ’ઈ આ ગાળો નથી, ગામનાં નામ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!