2004માં મને વડાપ્રધાનપદનો ઉમેદવાર બનાવ્યો હોત તો કોંગ્રેસ 2014માં હારી ના હોત!: પ્રણવ મુખરજીનો ઘટસ્ફોટ

2004માં મને વડાપ્રધાનપદનો ઉમેદવાર બનાવ્યો હોત તો કોંગ્રેસ 2014માં હારી ના હોત!: પ્રણવ મુખરજીનો ઘટસ્ફોટ

સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિની આત્મકથાના ત્રીજા ભાગમાં લોકસભા ચૂંટણીમાં હારનો સીધો દોષ સોનિયા ગાંધી અને મનમોહન પર ઢોળાયોઃ PM મોદીની કામ કરવાની શૈલીને સરમુખત્યાર ગણાવાઈ

 

નવી દિલ્હી

 

પૂર્વ રાષ્ટ્રપતિ અને તાજેતરમાં જેમનું લાંબી માંદગી બાદ નિધન થયું છે તેવા પ્રખર રાજકારણી પ્રણવ મુખરજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર માટે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ જવાબદાર હતા. મુખરજીએ એવું પણ લખ્યું છે કે જો તેમને 2014માં કોંગ્રેસે વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા હોત તો પાર્ટીએ જીત મેળવી હોત! મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમણે વિતાવેલાં પાંચ વર્ષ અંગેના સંભારણાં પણ આત્મકથામાં આલેખ્યાં છે. તેમણે લખ્યું છેઃ “ મનમોહનસિંઘ ગઠબંધન સરકાર કેવી રીતે ટકી રહે તે માટે પ્રયાસશીલ હતા તો PM નરેન્દ્ર મોદી તેમની પહેલી ટર્મમાં ઓટોક્રેટિક રહ્યા હતા.”મુખરજીની આત્મકથાનો આ ચોથો ભાગ છે અને રૂપા પબ્લિકેશન દ્વારા આવતા મહિને પ્રગટ થવાનો છે.

કોંગ્રેસ 2014ની લોકસભા ચૂંટણીમાં કોઈપણ કારણથી હારી જ ગઈ હોત તેવા કારણ અને દલીલને તેમણે ફગાવી દેતાં લખ્યું છેઃ “કોંગ્રેસે જો મને 2004માં વડાપ્રધાનપદનો ઉમેદવાર બનાવ્યો હોત તો 2014ની લોકસભા ચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો ના હોત. 2012માં મને રાષ્ટ્રપતિ બનાવ્યો તે પછી કોંગ્રેસે દિશા ગુમાવી દીધી હતી,”એમ તેમણે લખ્યું છે. બે વડાપ્રધાન સાથે કામ કરવાના પોતાના અનુભવો અંગે તેમણે ‘The Presidential Years’ નામની આત્મકથાના અંતિમ ભાગમાં લખ્યું છે કે, હું એમ માનું છું કે કોઈપણ સરકારને નીતિમત્તા સાથે ચલાવવાની જવાબદારી વડાપ્રધાનની હોય છે. વડાપ્રધાન અને તેમનું વહીવટી તંત્ર કેવી રીતે કામ કરે છે તેના પરથી દેશની દશા અને દિશા નક્કી થતી હોય છે. ” એક તરફ ડો. સિંઘ તેમની ગઠબંધન સરકાર બચાવવામાં વ્યસ્ત હતા તેથી તેમની સરકારનો ભોગ લેવાયો જ્યારે મોદી પહેલી ટર્મમાં તેમની કામ કરવાની સ્ટાઈલથી એવું લાગતું હતું કે સરમુખત્યારની જેમ વર્તતા હતા. ” એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સંબંધો સરકારની સાથે સારા રહ્યા નહોતા. તેમણે લખ્યું છેઃ”આ સરકાર તેની બીજી ટર્મમાં સંસદ અને ન્યાયતંત્ર સાથે કેવી રીતે સાથે મળીને કામ કરે છે તે તો સમય જ પુરવાર કરશે.” પ્રણવ મુખરજીએ 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવ અંગે પણ નિખાલસ અભિપ્રાય આપ્યો છે. તેમણે લખ્યું છે કે, કોંગ્રેસના કેટલાક સભ્યો એવું કહેતા હતા કે જો 2004માં પ્રણવ મુખરજીને વડાપ્રધાન તરીકે બેસાડાયા હોત તો 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ખરાબ પરાજય ના થયો હોત! ” જોકે, હું આ મતનો નહોતો પણ, હું એવું માનું છું કે મને રાષ્ટ્રપતિ બનાવાયો તે પછી કોંગ્રેસની નેતાગીરીએ ફોકસ ગુમાવી દીધો હતો. સોનિયા ગાંધી પાર્ટીની બાબતો સંભાળવામાં કાચાં પડ્યાં હતાં તો, ડો. સિંઘની ગૃહમાં ગેરહાજરીને કારણે પાર્ટીના સાંસદો સાથેનો કોન્ટેક્ટ ઓછો થઈ ગયો હતો.”

મુખરજીએ રાષ્ટ્રપતિ ભવન કઈ રીતે કામ કરે છે તે અંગે પણ વાચકોને માહિતગાર કર્યા છે. 2015માં બરાક ઓબામાની ભારત મુલાકાત વખતે થયેલા નાનકડા ડિપ્લોમેટિક ઈશ્યુ વિશે પણ તેમણે લખ્યું છે. એ વખતે યુએસ સિક્રેટ સર્વિસે એવો આગ્રહ રાખ્યો હતો કે ઓબામા સ્પેશિયલ સુરક્ષિત વ્હીકલમાં જ પ્રવાસ કરશે અને ભારત સરકારે આપેલી કારમાં બેસશે નહીં. “એ લોકો ઈચ્છાતા હતા કે હું પણ ઓબામાની સાથે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ આપેલી કારમાં જ મુસાફરી કરું. મેં વિનમ્રતાથી તેનો ઈનકાર કરી દીધો હતો અને ભારતના ગૃહ મંત્રાલયને કહ્યું હતું કે, અમેરિકાના પ્રેસિડન્ટ આપણા મહેમાન છે તેથી તેમણે આપણી કારમાં જ મુસાફરી કરવી જોઈએ. “2012માં મુખરજી ભારતના 13મા રાષ્ટ્રપતિ બન્યા હતા. એ વખતે તેમની ભૂમિકા વિશે ખાસ્સી ચર્ચા રહેતી હતી. તેઓ કોંગ્રેસમાંથી હતા જ્યારે સરકાર ભાજપની હતી. સરકાર સાથે તેઓ કેવી રીતે વર્તન કરશે તેના અંગે પણ ચર્ચા-વિચારો ચાલ્યા કરતા હતા. જોકે, મુખરજીએ દેશમાં દરેક પાર્ટી અને નેતાઓમાં એકસરખું સન્માન હાંસલ કર્યું હતું. પ્રણવ મુખરજીની આ આત્મકથાના ત્રણ ભાગ છે. પહેલો ભાગ ‘The Dramatic Decade’ છે. જેમાં 1970 સુધીની ભારતની તેમની રાજકીય યાત્રાની વાત કરે છે. બીજો ભાગ ‘The Turbulent Years’ કરીને છે જેમાં 1980ના દાયકાના રાજકારણની વાતો છે. સંજય ગાંધીનું અનપેક્ષિત મોત અને ઈન્દિરા ગાંધી તેમજ રાજીવ ગાંધીની હત્યાની વાતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!