ચરોતરમાં ચાલ્યો પટેલ પાવર, આણંદ જિલ્લાની 6માંથી 5 નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિયો સાઈડલાઈન

ચરોતરમાં ચાલ્યો પટેલ પાવર, આણંદ જિલ્લાની 6માંથી 5 નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિયો સાઈડલાઈન

આણંદ પાલિકાના 131 વર્ષના ઈતિહાસમાં પ્રથમવારે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પટેલ ઉમેદવાર ચુંટાઈ આવ્યાંઃ પહેલા પ્રમુખ 1889માં રાવબહાદુર મોતીલાલ બન્યા હતાઃ સૌથી વધુ વખત પ્રમુખ બનવાનું શ્રેય બાબુભાઈ ગીરધરભાઈ પટેલને જાય છે

 

આણંદ

 

આણંદ નગરપાલિકાના 131 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ અને ઉપ-પ્રમુખ બંને મહિલા ચૂંટાઈ છે. આ સાથે જ સમગ્ર જિલ્લામાં પટેલ પાવર ચાલી ગયો છે.  મંગળવારે આણંદ નગરપાલિકામાં થયેલી ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવારને માત્ર 14 મત મળ્યાં હતા, જ્યારે એક અપક્ષ ઉમેદવાર તટસ્થ રહ્યો હતો. પ્રમુખ તરીકે રૂપલબેન વનીશભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ તરીકે છાયાબેન ઝાલા ચૂંટાઈ આવ્યાં છે.  ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ અને ખંભાતમાં પણ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આણંદ નગરપાલિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વાર પટેલ પ્રમુખ બન્યા છે.  1889થી 1890માં પહેલા પ્રમુખ તરીકે રાવ બહાદુર મોતીલાલ ,ચુનીલાલ ચુંટાઈ આવ્યા હતા. તે પછી એક અંગ્રેજ 1890થી 1893 સુધી એચ એસ લોરેન્સ પ્રમુખ બન્યા હતા.

2021થી નવી બોડીમાં પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે ચુંટાઈ આવનારાં

આણંદ નગરપાલિકા :-
પ્રમુખ – રૂપલબેન વનીશભાઈ પટેલ
ઉપપ્રમુખ – છાયાબેન કિસનસિંહ ઝાલા
કા. ચેરમેન – સચીન ઘનશ્યામ પટેલ
પક્ષના નેતા – હેતલબેન નયનભાઈ દરજી
દંડક – દિપેન જયંતીભાઈ પટેલ

જોકે, તે પછી આણંદ પાલિકામાં પટેલોનો પાવર અને દબદબો કાયમ માટે રહ્યો છે. છેક 1917થી લઈને અત્યાર સુધી એટલે કે 100થી વધુ વર્ષના ઈતિહાસમાં મોટાભાગે પટેલ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા છે. સૌથી વધુવાર આણંદ પાલિકાના પ્રમુખ તરીકે બાબુભાઈ ગીરધરભાઈ પટેલ રહ્યા હતા. તેઓ 1980થી 1996 સુધી અને તે પછી 1996થી 1998 અને 1999થી 2000ની સાલ સુધી પ્રમુખપદે રહ્યા હતા. આટલાં વર્ષ સુધી એક જ પદ પર રહેનારા તેઓ કદાચ પહેલા વ્યક્તિ હશે.

આણંદ પાલિકામાં અત્યાર સુધીમાં જે પ્રમુખો થયાં તેની યાદી અહીં આપી છેઃ 

1889 થી 1890 રાવબહાદુર મોતીલાલ ચુનીલાલ
1890થી 1893 એચ.એસ. લોરેન્સ
1894થી 1903 ખાનબહાદુર બહમનજી એદલજી મોદીજી
1903થી 1904 જે.ટી. સ્કાટશન એસ્કાયર
1904થી 1907 ભાસ્કરરાવ રામચંદ્રરાવ
1907થી 1909 જીવણલાલ પ્રાણજીવનદાસ લાખીયા
1909થી 1910 રાવબહાદુર ગોપાલજી ગુલાબભાઈ દેસાઈ
1910થી 1911 રાવબહાદુર દુર્ગેશ્વર નટવરાલ
1911થી 1914 સ્વેરન્ડ જે.એફ. સ્ટીલ
1914થી 1915 રાવ સા. જેશંકર ગોવિંદરાય શેલત
1915થી 1917 મગનલાલ મોહનલાલગાંધી
1917થી 1922 જેઠાભાઈ મૂળજીભાઈ પટેલ
1922થી 1928 પરસોત્તમદાસ બાબરભાઈ પટેલ
1928થી 1931 ગોરધનદાસ કેશવલાલ પટેલ
1931થી 1937 પરસોત્તમદાસ બાબરભાઈ પટેલ
1937થી 1940 કરશનદાસ ભાઈજીભાઈ પટેલ
1940થી 1947 ઘનશ્યામદાસ કૃષ્ણરામ દવે
1947થી 1949 નટવરલાલ માણેકલાલ દવે
1949થી 1956 વહેરીભાઈ ઝવેરભાઈ પટેલ
1956થી 1961 જીવાભાઈ હરીભાઈ પટેલ
1961થી 15-11-1964 રાવજીભાઈ કાળીદાસ પટેલ
16-11-1964થી 20-03-1967 વહીવટકર્તા એ.એ. શેખ
21-03-1967થી 01-07-1967 વહીવટકર્તા કે.કે. દેસાઈ
01-07-1967થી 21-07-1971 ચીમનભાઈ રણછોડભાઈ પટેલ (રાજા)
22-07-1971થી 17-01-1973 રસિકલાલ અંબાલાલ પટેલ
15-01-1978થી 25-06-1979 વહીવટકર્તા પ. ઉ. પરમાર
26-06-1979થી 14-04-1980 ચીમનભાઈ રણછોડભાઈ પટેલ (રાજા)
15-04-1980થી24-07-1984 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
25-07-1984થી 22-10-1989 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
23-10-1989થી 22-11-1993 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
23-11-1994થી 09-01-1995 વહીવટદાર બી. આર. પટેલ
10-01-1995થી 09-01-1996 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
10-01-1996થી 09-01-1997 વર્ષાબેન વી. બારોટ (પ્રથમ મહિલા પ્રમુખ)
10-01-1996થી 09-01-1998 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
11-01-1998થી 09-01-1999 રંભાબેન બી. પટેલ
10-01-1999થી 06-01-2000 બાબુભાઈ ગીરધરભાઈ પટેલ
07-01-2000થી 05-01-2000 વહીવટદાર એસ.એફ. સૈયદ(જીએએસ)
05-01-2000થી 08-06-2001 બિપીનચંદ્ર પુરૂષોત્તમદાસ પટેલ (વકીલ) પ્રથમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ

11-06-2000થી 12-07-2002 આશાબેન કે. દલાલ (ઉપપ્રમુખ) (ચાર્જમાં)
15-07-2002 થી 23-05-2003 રંભાબેન બી. પટેલ
26-05-2003થી 10-01-2005 પ્રેરણાબેન એમ. પટેલ
11-01-2005થી 08-11-2005 જયરાજભાઈ જે પટેલ
15-01-2005થી08-11-2005 વહીવટદાર જિજ્ઞેશભાઈ એમ. પટેલ
08-11-2005થી 23-02-2006 જયરાજભાઈ જે. પટેલ
23-02-2006થી 06-11-2006 એમ.જી. ગુજરાતી (ઉપપ્રમુખ) (ચાર્જમાં)
06-11-2006થી 07-05-2008 જયરાજભાઈ જે. પટેલ
08-05-2008થી 07-11-2010 સેજલબેન હિતેશભાઈ પટેલ
08-11-2010થી 07-05-2013 વિજય એચ. પટેલ (માસ્તર)
08-05-2013થી 14-12-2015 પ્રજ્ઞેશ અરવિંદ પટેલ (ભયલુભાઈ)
11-12-2015થી 14-06-2018 મીતાબેન પટેલ
15-06-2018થી 15-03-2021 કાંતિભાઈ એસ. ચાવડા

ઉમરેઠ નગરપાલિકા :-
પ્રમુખ – રમીલાબેન કનુભાઈ પટેલ
ઉપપ્રમુખ – રમેશભાઈ બબુભાઈ તળપદા
કા. ચેરમેન – ઈશ્વરભાઈ કાભઈ પટેલ
પક્ષના નેતા – આનંદબેન પ્રવિણસિંહ વડોદિયા
દંડક – ગૌરાંગ હસમુખ શાહ પટેલ

પેટલાદ નગરપાલિકા :-
પ્રમુખ – ગીતાબેન અશોકભાઈ પટેલ
ઉપપ્રમુખ – ગોવિંદભાઈ રણછોડભાઈ તળપદા
કા. ચેરમેન – કેતન ચંદ્રકાન્ત ગાંધી
પક્ષના નેતા – ભાવિન મહેન્દ્રભાઈ પટેલ
દંડક – જલ્પાબેન ભાવેશકુમાર શાહ

બોરસદ નગરપાલિકા :-
પ્રમુખ – આરતીબેન દુષ્યંતભાઈ પટેલ
ઉપપ્રમુખ – રણજીતસિંહ ચંપકસિંહ પરમાર
કા. ચેરમેન – ડો. અપેક્ષાબેન વિરેન્દ્ર મહીડા
પક્ષના નેતા – પરાગકુમાર પ્રવિણભાઈ પટેલ
દંડક – દિપકકુમાર અંબાલાલ રાણા

ખંભાત નગરપાલિકા :-
પ્રમુખ – કામીનીબેન હિરેનકુમાર ગાંધી
ઉપપ્રમુખ – વિજયસિંહ ચંદુભાઈ પરમાર
કા. ચેરમેન – અશોકકુમાર વાસુદેવ કા. પટેલ
પક્ષના નેતા – રાજેશકુમાર ગુણવંતલાલ રાણા
દંડક – મનિષકુમાર બેચલાલ ઉપાધ્યાય

સોજિત્રા નગરપાલિકા :-
પ્રમુખ – રજનીકાન્ત જશભાઈ પટેલ
ઉપપ્રમુખ – કલ્પનાબેન ઉમેશભાઈ મકવાણા
કા. ચેરમેન – જીમીતભાઈ ભરતભાઈ ભટ્ટ
પક્ષના નેતા – રાહુલભાઈ અશોકભાઈ દેવીપૂજક
દંડક – અમરીષભાઈ ચીમનભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!