પાથ વે સ્ટુડન્ટ વિઝા(PSV)અંતર્ગત વિદ્યાર્થીઓને સિંગલ વિઝામાં એકથી વધુ કોર્સની થતી ઓફરનો નિર્ણય પણ વિલંબમાં મુકાયો
વેલિંગ્ટન
ન્યૂઝીલેન્ડ જનારાઓ માટે એક મહત્વના ન્યૂઝ છે. આ ન્યૂઝ એટલા માટે મહત્વના છે કેમકે, તેના કારણે હવેથી આ દેશ માટેના વિઝાની પ્રોસેસ ત્યાંથી જ થશે. હમણાં સુધી ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડ ચોક્કસ વિઝાની કેટેગરી માટે વિદેશમાં તેણે રાખેલી ઓફિસોમાંથી પ્રોસેસ કરતું હતું. તેની વિવિધ બ્રાન્ચ ભારત સહિત ચીન, ફિલીપાઈન્સ અને પેસિફિક આઈલેન્ડ ખાતે હતી. કોરોના સંકટને કારણે ન્યૂઝીલેન્ડ જનારા પ્રવાસીઓ અને ઈમીગ્રન્ટ્સની સંખ્યામાં ધરખમ 80 ટકાનો ઘટાડો થયો છે. વિઝા એપ્લીકેશન મળતી નથી તેથી ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડે પોતાના દેશમાં જ કેટલુંક કામ પાછું લઈ લીધું છે.
વિઝા એપ્લીકેશનમાં થયેલા ઘટાડા અને તેને કારણે કામકાજમાં મંદી આવતાં ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડે વિઝા પ્રોસેસિંગ તેમજ રિસ્ક અને વેરિફિકેશન પ્રક્રિયા મુંબઈ, મનીલા અને પ્રિટોરિયાથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. માર્ચ 2021થી આ નિર્ણય અમલમાં આવશે. ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડનું મોટાભાગનું ફંડ વિઝા એપ્લીકેશન ફીથી આવતું હોય છે. કોરોના સંકટ પછી ન્યૂઝીલેન્ડમાં જનારા લોકોની સંખ્યામાં એકદમ ઘટાડો થયો છે. 80 ટકા જેટલા ઘટાડાને પગલે વિઝા ઓફિસોમાં કોઈ કામકાજ રહ્યું નથી. આ ઉપરાંત, સરકાર દ્વારા કેટલાંક સંગઠનોનું પુર્નગઠન પણ સધાઈ રહ્યું છે.
ન્યૂજીલેન્ડની વિઝા કચેરી આ સાથે ટેકનોલોજીકિલ સુધારણા પણ કરવાની છે. ન્યૂઝીલેન્ડમાં કોરોના સંકટને પગલે બોર્ડર બંધ કરી દેવાઈ છે અને સ્ટુડન્ટ કે વિઝિટર્સને પ્રવેશ નથી. જોકે, આગામી દિવસોમાં આ પ્રતિબંધ ઉઠાવી લેવાય તેમ મનાય છે.
કોરોના તેમજ બોર્ડર બંધ કરવાને પગલે ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડ પાથ વે સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કરવામાં પણ વિલંબ કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ પાથ વે સ્ટુડન્ટ વિઝાને કાયમી ધોરણે અમલમાં મુકવા માગે છે. Pathway Student Visa (PSV)ની રજૂઆત 2015માં કરવામાં આવી હતી જે અંતર્ગત વિદેશથી આવનારા વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં એક અથવા એકથી વધુ એલિજિબલ એજ્યુકેશન પ્રોવાઈડર જ્વારા સિંગલ વિઝા પર સ્ટડી પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. હાલમાં કોરોના સંકટને કારણે આ પ્રોગ્રામ બંધ રખાયો છે અને તેનો અમલ ભવિષ્યમાં ક્યારે કરવો તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.
ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડે 2021ના પ્રારંભમાં આ વિઝાને પરમેનન્ટ કેટેગરીમાં મુકવાનું વિચાર્યું હતું. PSV માટેની એલિજિબિલીટી જરૂરિયાતને કારણે બોર્ડર ઓપન થાય તે પછી પણ તેને પરમેનન્ટ કેટેગરીમાં મૂકી શકાય તેમ નથી.
હાલમાં જે PSV સૂચનાઓ છે તે અમલમાં રહેશે. PSVના પ્રોવાઈડર્સ કે જે આના ભાગીદાર છે તેઓ ન્યૂઝીલેન્ડમાં ભણવા માટે આવનારા સ્ટુડન્ટ્સની એપ્લીકેશન સ્વીકારી શકે છે. જોકે, આ સ્કીમમાં હવે નવા કોઈ એજ્યુકેશન પ્રોવાઈડરનો ઉમેરો કરાશે નહીં.
(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)