સોશિયલ વર્કર છો? તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો, ન્યૂઝીલેન્ડ જવા માટેનો સૌથી સહેલો રૂટ છે સોશિયલ વર્કર્સ વિઝાનો, ચટ અરજી, પટ વિઝા

સોશિયલ વર્કર છો? તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો, ન્યૂઝીલેન્ડ જવા માટેનો સૌથી સહેલો રૂટ છે સોશિયલ વર્કર્સ વિઝાનો, ચટ અરજી, પટ વિઝા

ન્યૂઝીલેન્ડમાં રહેતા સ્વજનથી દૂર થઈ ગયાં છો? એક વર્ષ બાદ તમારું મિલન હવે શક્ય બનશે, જે લોકો કોરોના સંકટને કારણે એક વર્ષથી પરિવારથી દૂર થઈ ગયાં છે તેમને માટે ન્યૂઝીલેન્ડ કેટલીક શરતો સાથે 30મી એપ્રિલથી બોર્ડરો ખોલી રહ્યું છે

 

ઓકલેન્ડ

 

ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે જે લોકો સોશિયલ વર્કર છે તેમણે ન્યૂઝીલેન્ડમાં સોશિયલ વર્કર્સ રજિસ્ટ્રેશન બોર્ડ સાથે રજિસ્ટ્રેશન કરેલું ફરજિયાત હોવું જોઈશે. જો તમારે ન્યૂઝીલેન્ડમાં સોશિયલ વર્કર તરીકે કામ કરવું હોય અને ત્યાંના વર્ક વિઝા અને રેસિડન્ટ વિઝા જોઈતા હોય તો તમારે આ પ્રકારનું લાયસન્સ લેવું ફરજિયાત છે.

ન્યૂઝીલેન્ડે લાયસન્સ ફરજિયાત કરવા સાથે સોશિયલ વર્ક ઈન્ડસ્ટ્રીને એક સંગઠિત સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ડોકટર, નર્સ, ટિચર અને લોયરની કક્ષાએ સોશિયલ વર્કર્સને પણ આ લાયસન્સ લેવાથી સ્થાનિક સરકારી લાભ મળશે.

સૌથી મોટી વાત એ છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના સંકટ દરમિયાન બીજા તમામ કેટેગરીના લોકો માટે વિઝા રિસ્ટ્રિક્શન છે પણ સોશિયલ વર્કર્સ માટે કોઈ પ્રતિબંધ નથી. ક્રિટિકલ હેલ્થ વર્કર તરીકે તમે આજે પણ સહેલાઈથી ન્યૂઝીલેન્ડના વેલિડ વિઝા મેળવી શકો છો. એકવાર તમે તમારું ઓક્યુપેશન રજિસ્ટ્રેશન એટલે કે શું કામ કરો છો તેનું કાયદેસરનું રજિસ્ટ્રેશન કરાવો પછી તમને આ વિઝા મળી શકે છે.

સોશિયલ વર્કર તરીકેના વિઝાને પ્રાયોરિટી પણ અપાઈ રહી છે. તમે ઓક્યુપેશનલ રજિસ્ટ્રેશન કરાવેલું હોવાથી તમારી અરજીને તરત ધ્યાનમાં લેવામાં આવે છે અને જે અરજીના નિકાલમાં 18 મહિનાનો સમય જાય છે તેને બદલે ચારથી છ મહિનામાં તેની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે.

સોશિયલ વર્કર્સ તરીકે જ્યારે તમે નોંધણી કરાવો ત્યારે તમારી પાસે કેટલીક લાયકાત હોવી અનિવાર્ય છે. એક તો તમે આ ફિલ્ડમાં કામ કરતા હોવા જોઈએ. તમે સોશિયલ વર્કર તરીકે જાણીતા હોવા જોઈએ. ન્યૂઝીલેન્ડની તમામ કમ્યુનિટી વહાનુ, હાપુ સાથે કામ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. ન્યૂઝીલેન્ડ સૌથી વધુ આગ્રહ એથિક્સ, નોલેજ અને સ્કીલનો રાખે છે. આ તમાટે તમને વધુ માહિતી https://swrb.govt.nz/ પરથી મળી શકશે.

દરમિયાન, છેલ્લા એક વર્ષથી કોરોના સંકટમાં ઘેરાયેલા વિશ્વના ઘણાં દેશોએ તેમની સરહદો વિદેશથી આવતા લોકો માટે બંધ કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડે પણ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે તેમ કર્યું હતું. કેટલાક સ્ટુડન્ટ્સ અને ફેમિલી માટે તેણે વચમાં સરહદ ખોલી હતી પણ ફરીથી કેસ આવવા લાગતાં બોર્ડર બંધ કરી દીધી હતી. હવે, ન્યૂઝીલેન્ડ તેની બોર્ડર ખોલી રહ્યું છે.

હજારો ફેમિલી કે જેઓ તેમના સ્વજનોથી કોરોના રિસ્ટ્રિક્શનને કારણે અલગ થઈ ગયાં છે તેમને ભેગાં કરવા માટે ન્યૂઝીલેન્ડે 30મી એપ્રિલ 2021થી બોર્ડર ખોલવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં એક વર્ષથી ભારત સહિતનાં વિવિધ દેશોમાં જે લોકો અલગ અલગ થઈ ગયાં હતાં તેઓ આ નિર્ણયને કારણે હવે એક થઈ શકશે.

ઈમીગ્રેશન મિનિસ્ટર ક્રિસ ફાફોઈએ આ બોર્ડર એક્ઝેમ્પ્શન અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, નવા ક્રિટિકલ પર્પઝ ક્રાઈટેરિયા એટલે કે અત્યંત મહત્વના હેતુ માટે ન્યૂઝીલેન્ડ સરકાર તેના નાગરિકો, પીઆર ધરાવનાર અને સ્ટુડન્ટ્સને ફેમિલીઝ સાથે મળવા માટે બોર્ડર ખોલી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડે માર્ચ 2020માં પોતાની તમામ બોર્ડર કોવિડ-19ને કારણે બંધ કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડના આ નિર્ણયને કારણે લાખો સ્ટુડન્ટ્સ, ટુરિસ્ટ અને ફેમિલી તેમનાં પરિજનોથી દૂર થઈ ગયાં હતાં અને છેલ્લાં એક વર્ષથી તેઓ પોતાના ફેમિલીને મળી શક્યાં નથી. ન્યૂઝીલેન્ડે કરેલા આ બોર્ડર રિસ્ટ્રિક્શનને કારણે કોરોનાના ખતરનાક કેસો અને મોતથી તે બચી ગયું હતું. ગયા સપ્તાહે ન્યૂઝીલેન્ડે ભારતમાંથી આવેલા 17 પેસેન્જરમાં કોવિડ વાયરસના નવા સ્ટ્રેઈન જોતાં ફરીથી ભારત સાથેની ફ્લાઈટ 30મી સુધી બંધ કરી દીધી હતી. જોકે, હવે તે ખુલશે.

ઓછામાં ઓછાં 1100 જેટલાં ફેમિલી બોર્ડર ક્લોઝરને કારણે ન્યૂઝીલેન્ડમાં અટવાયાં છે. ભારતનાં પણ કેટલાંક ફેમિલીનો તેમાં સમાવેશ થાય છે.

પાર્ટનર અને ડિપેન્ડન્ટ બાળકો કે જેમની પાસે હાલમાં ચોક્કસ પ્રકારના ટેમ્પરરી વિઝા છે તેઓ નવા બોર્ડર એક્ઝેમ્પશન હેઠળ પરિવારને મળી શકે છે. ઉપરાંત, હેલ્થકેર વર્કર્સનાં પાર્ટનર અને બાળકો પણ ન્યૂઝીલેન્ડ જઈ શકે છે. હાઈલી સ્કીલ્ડ વર્કર્સનાં પાર્ટનર અને બાળકોને પણ ન્યૂઝીલેન્ડ જવાનો મોકો મળશે.

જોકે, આ માટે કેટલીક શરતો રાખવામાં આવી છે જેમાં વિઝા હજુ 12 મહિના ચાલે તેટલા હોવા આવશ્યક છે. ન્યૂઝીલેન્ડમાં વસતાં પરિવારજનોને કારણે જેમને વિઝા મળ્યા છે એ લોકો જ બોર્ડર એક્ઝેમ્પશનનો લાભ લઈ શકશે. ન્યૂઝીલેન્ડમાં જે સપોર્ટિંગ વ્યક્તિ છે તેની પાસે પણ ઓછામાં ઓછા 12 મહિનાની વર્ક પરમિશન કે સ્ટુડન્ટ વિઝાનો ટાઈમ બાકી રહેલો હોવો જરૂરી છે.

હેલ્થ વર્કર્સનાં ડિપેન્ડન્ટ્સ અને બાળકોની પાસે વેલિડ વિઝા હશે તો તેમને ન્યૂઝીલેન્ડ જવાનું મળશે. જે લોકોનાં સગાંસબંધી કે બાળકો ન્યૂઝીલેન્ડમાં અટવાઈ ગયેલાં છે તેઓ આ બોર્ડર એક્ઝેમ્શન માટે ટ્રાય કરી શકે છે. જો તેમની અરજી મંજૂર થઈ જાય તો તેમને વિઝા આપવામાં આવશે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!