કર્મચારીઓએ 12 કલાકની નોકરી કરવી પડશે? પગાર ઘટી જશે? PF વધશે. સરકાર કામકાજના કેવા નિયમો લાવી રહી છે, જાણો

કર્મચારીઓએ 12 કલાકની નોકરી કરવી પડશે? પગાર ઘટી જશે? PF વધશે. સરકાર કામકાજના કેવા નિયમો લાવી રહી છે, જાણો

કોઈપણ કર્મચારી પાસે માલિક સળંગ 5 કલાકથી વધારે કામ કરાવી શકશે નહીં. પાંચ કલાક પછી કર્મચારીને અડધા કલારનો રેસ્ટ અથવા રિસેશ ફરજિયાત આપવી પડશે. સેલેરી ઘટી જશે એટલે કર્મચારીના ખર્ચા પર સીધી અસર થશે

 

નવી દિલ્હી

 

થોડા દિવસોમાં તમારે એક ન ગમતા કામ માટે તૈયાર રહેવાનું છે. આ એવો નિર્ણય છે જે તમારી કમર તોડી નાંખી શકે છે. જોકે, તેનાથી થોડો ફાયદો પણ તમને થશે. તમારી ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ(PF)માં વધારો થઈ શકે છે પણ તેની સાથે તમારો પગાર ઘટી જઈ શકે છે. એટલું જ નહીં, તમારા કામના કલાકો પણ વધી જઈ શકે છે. અત્યારે કામના કલાક 8 છે પણ જો નવો નિયમ આવશે તો તમારે 12 કલાક કામ કરવું પડશે.

કર્મચારીઓનો ટેક હોમ સેલેરી ઘટી જશે એ તો ઠીક પણ તેનાથી કંપનીઓ પણ મુશ્કેલીમાં મુકાશે. કંપનીઓની બેલેન્સ શીટ આ નિર્ણયથી ખરાબ થઈ શકે છે. આની પાછળનું કારણ ગયા વર્ષે કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલાં ત્રણ વેજીસ કોડ બિલ(Code on Wages Bill) છે.

આમ તો કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી જ નવા લેબર કોડનો અમલ શરૂ કરવાનો આદેશ કરેલો છે પણ રાજયોએ તેના માટે ટાઈમ માગ્યો હોવાથી હજુ સુધી તેનો અમલ શક્ય બન્યો નથી. રાજ્યોએ કંપનીઓ પાસે તેની હ્યુમન રિસોર્સિસ પોલિસીમાં ફેરફાર કરવા માટેનો ટાઈમ માગ્યો છે.

નવી વ્યાખ્યા પ્રમાણે, એલાઉન્સ સેલેરીના 50 ટકાજ અપાશે. તેનાથી વધુ નહીં. તેનો અર્થ એ થયો કે બેઝીક સેલેરી મૂળ સેલેરીના 50 ટકા અથવા તેનાથી વધારે રહેશે. સરકારે જે બિલ બનાવ્યું છે તેમાં કામના કલાકો વધારીને 12 કલાક કરી દેવામાં આવ્યા છે. બિલમાં 30 મિનિટનો ઓવર ટાઈમ આપવાની જોગવાઈ છે. જો કોઈ 30 મિનિટ કરતાં એક મિનિટ પણ ઓછું કામ કરે તો તે ઓવર ટાઈમ નહીં ગણાય.

કોઈપણ કર્મચારી પાસે માલિક સળંગ 5 કલાકથી વધારે કામ કરાવી શકશે નહીં. પાંચ કલાક પછી કર્મચારીને અડધા કલારનો રેસ્ટ અથવા રિસેશ ફરજિયાત આપવી પડશે. સેલેરી ઘટી જશે એટલે કર્મચારીના ખર્ચા પર સીધી અસર થશે પણ કર્મચારી જ્યારે રિટાયર થશે ત્યારે તેના હાથમાં વધુ પૈસા આવશે. સરકારે કર્મચારી સિનિયર સિટિજન બની જાય ત્યારે તેના હાથમાં વધુ પૈસા આવે તેની જોગવાઈ કરવા પ્રોવિડન્ટ ફંડમાં વધુ પૈસાનું આયોજન કર્યું છે.  

ભારતની આઝાદીના 73 વર્ષ પછી પહેલીવાર દેશમાં આ ફેરફાર થવા જઈ રહ્યો છે જે મજૂર કાયદા અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. તેનાથી દેખીતી રીતે નુકસાન કર્મચારીઓને જ થવાનું છે. ટેક્સના સ્ટ્રકચરમાં તેમને વધુ પડતી રીતે ગોઠવાવું પડશે. સરકાર આમ તો એવો દાવો કરી રહી છે કે નવા શ્રમ કાયદામાં કર્મચારી અને માલિક બંનેનું ધ્યાન રખાયું છે.

*નવા શ્રમ કાયદામાં જોગવાઈ છે તે પ્રમાણે મોંઘવારી, યાત્રા અને ભાડાના મકાનના ભથ્થા સહિત બધા જ ભથ્થા કુલ મળીને 50 ટકાથી વધારે નહીં હોય. તમારી CTC 20 હજાર રૂપિયાથી વધારે નહીં હોય. 

*નવા નિયમો મુજબ તમારા CTCમાં મૂળ વેતનનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોવો જોઇએ. જો તમારી સેલેરી ડિટેલ્સમાં મૂળ વેતન 50 ટકાથી ઓછું હોય તો તેમાં ધરમૂળથી ફેરફાર થઈ જશે. નવા નિયમ લાગુ થવાની સાથે સાથે તમારા CTCમાં પણ વધારો થશે. 

*નવા કાયદા પ્રમાણે ટેક હોમ સેલેરી ઓછો થઇ શકે છે. કારણકે, મૂળ સેલેરી જ 50 ટકા સુધીનો રહેશે ત્યારે 12+12=24 ટકા હિસ્સો તમારા ખાતામાં જતો રહેશે. 

*નિયમ અનુસાર તમારા મૂળ વેતનનો 12 ટકા હિસ્સો પીએફમાં જમા થતો હોય છે. મૂળ વેચન CTCનું 50 ટકા અંશદાન પણ વધી જશે. જો તમારી CTC 20 હજાર રૂપિયા હશે તો 10 હજાર મૂળ વેતન હશે અને 12 ટકા એટલે કે 1200 રૂપિયા પીએફ ખાતામાં જશે. 

* સરકારનો દાવો છે કે કર્મચારીને ભલે ટેક ઓફ સેલેરી ઓછો મળતો હોય પણ તેનાથી તેને પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ વધુ મળશે, ગ્રેચ્યુઈટી વધી દશે. ગ્રેચ્યુઈટી બેઝીક પે પર ગણાશે અને તેમાં વૃદ્ધિ દેખાશે.

* કંપનીઓ દ્વારા પીએફમાં જે રકમ જમા કરાવાતી હોય છે તેમાં વધારો થશે. ગ્રેચ્યુઈટીની રકમ પણ વધુ જમા કરાવવી પડશે. જે લોકો હાયર સેલેરી બ્રેકેટમાં છે તેમના એલાઉન્સીસ 70-80 ટકા કુલ સેલેરીના રહેશે.

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝઃ LTCમાં હવેથી આ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરી શકશો, ખરીદી પર લાગેલી GSTની IT રિબેટ પણ મળશે

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!