કોરોનાની વેક્સિન લીધા પછી મહિલાઓમાં જોવા મળે છે વધુ સાઈડ ઈફેક્ટ, જાણો એક્સપર્ટ શું કહે છે

કોરોનાની વેક્સિન લીધા પછી મહિલાઓમાં જોવા મળે છે વધુ સાઈડ ઈફેક્ટ, જાણો એક્સપર્ટ શું કહે છે

સ્ત્રીઓના મુકાબલે પુરુષોને કોરોનાની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્ત્રીમાં રહેલું હોર્મોન એસ્ટ્રોજન અને પુરુષોમાં રહેલું હોર્મોન ટેસ્ટેસ્ટેરોન અલગ અલગ ભૂમિકા અદા કરે છે

 

નવી દિલ્હી

 

જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે તેમાંથી ઘણાંએ હાઈ ફિવર અને માથું દુઃખવાની ફરિયાદો કરેલી છે. બે દિવસ સુધી આ તાવ જતો નથી અને માથું પણ દુઃખતું રહે છે. કોઈ પણ વેક્સિન જ્યારે લઈએ ત્યારે સામાન્ય રીતે તાવ આવતો હોય છે. કોરોનાની વેક્સિનમાં પણ એવું જ થઈ રહ્યું છે. જોકે, જે લોકોને હ્રદય, ડાયાબિટિસ કે બ્લડ પ્રેશર સંબંધી બીમારી હોય તેમણે ડોકટરની સલાહ મુજબ જ વેક્સન લેવી જરૂરી છે. ભારત સહિત વિશ્વમાં ઘણાં એવા કેસ નોંધાયા છે જેમાં વેક્સિન લીધાના 24 કલાકમાં લેનારનું મોત થયું હોય.

ભારતમાં તો વેક્સિન ઝુંબેશની શરૂઆતમાં જ ડઝનેક લોકોનું મોત થયું હતું. કોરોનાની વેક્સિન જોખમી છે એવું નથી પણ કોરોનાનો જર માણસમાં એટલો બધો પેસી ગયો છે કે તેમને એમ લાગે છે કે આ વેક્સિન પણ તેમને પરેશાન કરી નાખશે. જ્યાં સુધી ડર છે ત્યાં સુધી આવું બધું થતું રહેવાનું. બીમારી અને તેની સારવારનો ડર મનમાંથી કાઢી નાખો તો આપોઆપ બધું ઠીક થઈ જશે.

ઘણાં લોકોને વેક્સિન લીધા પછી બબ્બે કે ત્રણ ત્રણ દિવસ સુધી ભારે તાવ રહે છે. એક સંશોધનમાં એવું તારણ બહાર આવ્યું છે કે જેમની ઉંમર 40થી ઓછી છે તેવા લોકોને આ વેક્સિનની સાઈડ ઈફેક્ટ રહે છે. મહિલાઓ કે પુરુષોને વેક્સિન લીધા પછી શરીર પર સોળ પડી જતા હોય છે. શરીરમાં ક્યાંક સોજા ચઢી ગયા હોય તેવું પણ લાગે. કેટલાક લોકોને ઘણાં દિવસો સુધી માથું દુઃખવાની ફરિયાદ રહે છે. મોટાભાગે 40થી વધુની ઉંમરના લોકોને આવી તકલીફ રહેતી હોય છે.

વેન્ડરબિટ યુનિવર્સિટીના ડોય વિલિયમ શાફનરે કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે જે લોકો રસી લેતા હોય છે તેમને લોકલ રિએક્શન આવે છે. જેમકે, જ્યાં રસી લીધી હોય ત્યાં સોજા ચઢી જતા હોય છે. શરીરમાં દુખાવો રહે છે અને બેચેની લાગ્યા કરે છે.

ખાસ કરીને મહિલાઓમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે કેમકે, તેમના શરીરમાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. કોવિડ વેક્સિનની સાઈડ ઈફેક્ટમાં નોઝિયા અને ફ્લુ જેવાં લક્ષણો જોવા મળે છે. ઘણાં લોકોને બેથી ત્રણ દિવસ સુધી કશું પણ ખાય તો ઉલટી થઈ જતી હોય છે.

દરમિયાન, ભારતમાં એક સંશોધનમાં એવું તારણ બહાર આવ્યું છે કે સ્ત્રીઓના મુકાબલે પુરુષોને કોરોનાની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્ત્રીમાં રહેલું હોર્મોન એસ્ટ્રોજન અને પુરુષોમાં રહેલું હોર્મોન ટેસ્ટેસ્ટેરોન અલગ અલગ ભૂમિકા અદા કરે છે.

મધ્યપ્રદેશ સ્થિત ઈન્દોરના દેવી અહિલ્યા વિશ્વ વિદ્યાલયની સ્કૂલ ઓફ બાયોટેક્નોલોજીના રિસર્ચર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં દાવો કરાયો છે કે કોરોનાનો ખતરો મહિલા અને પુરુષોમાં તેમના લિંગ અનુસાર અલગ અલગ હોય છે. તેનું કારણ હોર્મોન છે. આ રિસર્ચને અમેરિકી જર્નલ કરંટ કેન્સર ડ્રગ ટાર્ગેટ્સના લેટેસ્ટ અંકમાં પ્રસિધ્ધ કરાયો છે.

રિસર્ચ પેપરના મુખ્ય સંશોધક ડો. હેમેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, બ્રેસ્ટ કેન્સરની દવાઓ અને ઉપચાર માટેના આયોજનની શોધ દરમિયાન તેમણે જોયું કે, મહિલાઓમાં મળી આવતું હોર્મોન એસ્ટ્રોજન અને પુરુષોનું ટેસ્ટેસ્ટેરોન અલગ અલગ ભૂમિકા કરતું હોય છે. સ્ત્રીઓનું હોર્મોન એસ્ટ્રોજન કોરોનાની ગંભીરતા અને જોખમને ઘટાડી દેતાં હોય છે જ્યારે ટેસ્ટેસ્ટેરોન તેને ઉત્તેજન આપે છે.

કોરોના માણસના શરીરમાં એસીઈ-2 રિસેપ્ટર દ્વારા પ્રવેશ કરે છે. એસ્ટ્રોજન શરીરમાં એસીઈ-2 રિસેપ્ટરની સંખ્યાને ઓછી કરી દે છે જ્યારે પુરુષોમાં રહેલું હોર્મોન તેની સંખ્યા વધારવાનું કામ કરે છે. એસીઈ-2 રિસેપ્ટર ઓછું થવાને કારણે કોરોના સંક્રમણની લપેટમાં આવવાનો ખતરો મહિલાઓમાં ઓછો થઈ જાય છે.

ઉપરાંત, સ્ત્રી હોર્મોન શરીરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ક્ષમતા વધારી દેતું હોય છે તેથી મહિલાઓની દર્દ સહેવાની ક્ષમતા અને ઈમ્યુનિટી વધુ બહેતર હોય છે. આ જ કારણથી મહિલાઓને કોરોના થાય તો તેની ગંભીરતા ઓછી રહે છે. સામે પક્ષે પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોન તેને ઉત્તેજન આપે છે એટલે કોરોના પુરુષો માટે ગંભીર બની રહે છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!