અમદાવાદ
આમ આદમી સાથે કાયદાના નામે તોછડાઈ કરીને તેની પાસેથી હજારો રૂપિયા દંડ પેટે પડાવનારા કાયદાના કહેવાતા રક્ષકો જ્યારે પોતે જ નિયમનું પાલન ન કરતા હોય ત્યારે નાગરિકોએ ક્યાં જવાનું? ગુજરાતમાં આમ આદમી પાસેથી માસ્ક નથી પહેર્યો, ફોન પર વાતો કરો છો જેવાં કારણો આપીને હજાર હજાર રૂપિયા દંડ વસૂલ કરનારો એક કોન્સ્ટેબલ જ્યારે રસ્તા પર પકડાયો ત્યારે કેવો સીન થયો તેનો એક વિડિયો વાઈરલ થયો છે. નંબર પ્લેટ વિનાની બાઈક લઈને જઈ રહેલો આ કોન્સ્ટેબલ ફોન પર વાત કરતો હતો અને તેણે માસ્ક પણ પહેર્યો નહોતો. તેની પાછળ આવેલા એક કપલે તેને પકડ્યો હતો. જ્યારે આ કપલે તેમને તમે માસ્ક કેમ પહેર્યો નથી તેમ કહ્યું ત્યારે શરૂઆતમાં તો તે તેમને મારવા માટે દોડ્યો હતો પણ પછી વિડિયો ઉતરી રહ્યો છે તે જોઈને તે ડઘાઈ ગયો હતો. આ વિડિયો તમામ લોકોને બતાવો જેથી માસ્ક નથી પહેર્યો તેમ કહીને પોલીસ જે ઉઘરાણાં કરી રહી છે તેની પર નિયંત્રણ આવે અને કાયદાના રક્ષકોને કાયદાનું ભાન થાય.