ભારત અને કેનેડાની લાઈફઃ આ છ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો

ભારત અને કેનેડાની લાઈફઃ આ છ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો

કેનેડા અત્યંત ઠંડો દેશ છે. મોટાભાગનાં શહેરોમાં ડિસમ્બરથી માર્ચ સુધી સ્નો ફોલ જોઈ શકાય છે. શિયાળાનું ટેમ્પરેચર સામાન્ય રીતે ઝીરોથી નીચે રહે છે. કેનેડામાં મકાનો આવી ઠંડીમાં રક્ષણ આપે તેવાં બનાવાયેલાં હોય છે

 

આણંદ

 

કેનેડામાં અત્યારે 14 લાખ ભારતીય અથવા ભારતીય મૂળના લોકો વસે છે. તેઓ કેનેડાના રાજકારણ, સમાજ, સંસ્કૃતિ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતી ભૂમિકા કરે છે. કેટલાક લોકોએ ધન અને કીર્તિ કમાયાં છે તો કેટલાંક રાજકીય રીતે સક્રિય છે. બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં તો શિખ સમુદાયના લોકોનો દબદબો છે. કેનેડા અને ભારતમાં એક સામ્ય તેનું શિક્ષણ અને વિવિધતામાં અનેકતાની લોકશાહીનું લક્ષણ છે. કેનેડાની સફળતાનું રાઝ પણ આ જ છે. જોકે, કેનેડાની લાફઈ અને ભારતની લાઈફમાં આભ-જમીનનો ફરક છે અને દેખીતી રીતે સાંસ્કૃતિક ભેદ પણ છે.

જોકે, કેનેડાનું આકર્ષણ ભારતીયો તરીકે આપણને છે તેનો અર્થ એ થયો કે કેનેડાની લાઈફ ભારત કરતાં વધુ સારું જીવન જીવવા લાયક છે તેમ કહી શકાય. જે લોકો કેનેડામાં નવાનવા આવ્યા હોય છે તેમને શરૂઆતમાં કલ્ચરની રીતે અહીં થોડું અજુગતું લાગે પણ તે પછી તેઓ રોજિંદા જીવન સાથે એવા વણાઈ જતાં હોય છે કે તેમને કેનેડામાંથી એક મિનિટ માટે પગ બહાર મૂકવાની ઈચ્છા થતી હોતી નથી. નવાંગંતુકો માટે કેનેડામાં કેટલીક ટિપ્સ આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને, ગુજરાતમાંથી ઘણાં દીકરા-દીકરીઓ એકલાં આવતાં હોય છે ત્યારે તેમણે આ બાબતો વધુ સારી રીતે ધ્યાનમાં રાખવાની છે.

1.જોબ સર્ચિંગ વખતે નેટવર્કિંગનું મહત્વઃ નવા દેશમાં શિફ્ટ થવાનું કોઈ પણ વ્યક્તિ માટે એક્સાઈટિંગ હોય છે. જોકે, તેમાં ઘણાં જોખમો પણ ભરેલાં હોય છે. તમે જ્યારે કેનેડા આવો ત્યારે ભણવાની સાથેસાથે જોબ હોય તો સારું એમ પણ વિચારો છો. જો આવું વિચારતા હોય તો તમારે સૌથી પહેલાં ત્રણેક મહિના તમારું નેટવર્ક બનાવવાનું છે. ગુજરાતી સમુદાય તમારી વ્હારે તો આવશે પણ તેની સાથે ત્યાં નવા લોકો જોડે કેવી રીતે કામ પાર પાડવું એ પણ તેમની પાસેથી શીખી લેવાનું છે. કેનેડા પહોંચ્યા પછી શરૂઆતના ત્રણ મહિનામાં ઓળખીતા-પારખીતા લોકોનું એક નેટવર્ક તૈયાર કરી લેશો તો તમને બહુ વાંધો નહીં આવે.

કેનેડામાં પબ્લિક અને પ્રાઈવેટ રિસોર્સિસ ઘણાં છે જે તમને જોબ શોધી આપવામાં સહાયરૂપ બનશે. તમે અહીંથી જોબ આસાનીથી શોધી શકો છો. ગવર્મેન્ટ વેબસાઈટ્સ અથવા તો Indeed, Jobboom સહિતની પ્રાઈવેટ વેબસાઈટ્સ તમને કેનેડામાં જોબ શોધી આપવામાં મદદરૂપ નીવડશે. તમારે આ સાઈટ્સ પર તમારું ઈમેઈલ આઈડી નાખી દેવાથી રોજ તમને નવી નોકરી ક્યાં છે તેની અપડેટ્સ મળ્યા કરશે.

2.લેંગ્વેજ સ્કીલ અને વિશ્વસનીયતાઃ જો તમને કેનેડાની બંને ઓફિશિયલ લેંગ્વેજ આવડતી હશે તો, તમને કમ્યુનિકેશનમાં વાંધો આવશે નહીં અને નવા દેશમાં તમે કશું પણ આસાનીથી મેળવી શકશો. જો આ બે ભાષા આવડતી ના હોય તો કેનેડામાં ઈંગ્લીશ અને ફ્રેન્ચ ભાષાના કોચિંગ ક્લાસીસ ચાલતા જ હોય છે. કેનેડાની આ બે ઓફિશિયલ લેંગ્વેજ પર જો તમારી પકડ હશે તો કોઈ તમને રોકી શકશે નહીં. તમને આસાનીથી નોકરી મળી જશે. કેનેડામાં જોબ મેળવતી વખતે કે સ્કૂલ-કોલેજમાં એડમિશન વખતે credentials assessed and recognized ની પ્રોસેસ કરવાની હોય છે. આ પ્રોસેસ લેન્ધી હોય છે એટલે તમને આ દરમિયાન આછી-પાતળી નોકરી મળી જતી હોય છે. એકવાર આ પ્રોસેસ પૂરી થાય પછી તમને તમારા ફિલ્ડની જોબ મળે છે.

3.કોસ્ટ ઓફ લિવિંગની સામે ક્વોલિટી લાઈફઃ કેનેડાની સરખામણીમાં ભારતનું કોસ્ટ ઓફ લિવિંગ સસ્તું છે. ભારતમાં તમને લોકલ માર્કેટમાં બધી વસ્તુઓ સસ્તામાં મળી જાય છે. ભારતમાં બાર્ગેનીંગ કરી શકાય છે. કેનેડામાં આવું બધું શક્ય નથી. હા કાર કે હાઉસ ખરીદો ત્યારે એ લોકો તમને થોડા ડોલર ઓછા કરી આપતા હોય છે. કેનેડાની સેલેરી અહીંના કોસ્ટ ઓફ લિવિંગ પ્રમાણે ઊંચી હોય છે. કેનેડામાં એવરેજ એક કલાકના 27 ડોલર(1500 રૂપિયા) એટલે કે વર્ષના 56,000 ડોલર(31 લાખ રૂપિયા) તમે કમાઈ શકો છો. સારું જીવન જીવવા માટે ફક્ત પૈસા જ જરૂરી હોતા નથી પણ ક્વોલિટી લાઈફ જીવવા માટે કેનેડા દુનિયામાં બીજા નંબરનો દેશ છે. આ દેશનું શિક્ષણ અને હેલ્થકેર સિસ્ટમ અમેરિકા કરતાં પણ વધુ સારી છે.

4.એજ્યુકેશનનો ખર્ચઃ ભારતમાં આઠમા ધોરણથી એજ્યુકેશન નોમિનલ ફીથી ચાલે છે. પણ વર્તમાનમાં ખાનગી સ્કૂલોના પગપેસારા સાથે એજ્યુકેશન મોઘું બની ગયું છે. બેફામ ફી ઉઘરાવવાનું સામાન્ય થઈ પડ્યું છે અને એજ્યુકેશનમાં કશો ભલીવાર હોતો નથી ત્યારે કેનેડામાં સરખામણીમાં એજ્યુકેશન કમાણીની દ્રષ્ટિએ સસ્તું પડે છે. કેનેડામાં બાળક પાંચ વર્ષનું થાય ત્યારથી તેનું એજ્યુકેશન શરૂ થાય છે. 16 કે 18મા વર્ષે સ્કૂલનું શિક્ષણ પૂરું થાય છે. કેનેડામાં પલ્બિક એજ્યુકેશન ફ્રી છે. પેરેન્ટ્સે ટેક્સ્ટ બુક્સ અને બીજાં મટિરિયલ આપવાનાં રહે છે. કેનેડામાં પણ પ્રાઈવેટ સ્કૂલો છે. જોકે, ફક્ત પાંચ ટકા સ્ટુડન્ટ ફી ભરીને પ્રાઈવેટ સ્કૂલોમાં જાય છે. સરકારી સ્કૂલો વધુ સારી ગણાય છે. કેનેડામાં ઘણી પ્રાઈવેટ સ્કૂલોમાં વાર્ષિક ફી 6,000થી 12,000 ડોલર સુધીની ફી લેતી હોય છે. કેનેડામાં હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુશન અને એજ્યુકેશન પ્રોગ્રામ પર આધારિત રહે છે. પણ ટ્યુશન ફી વાર્ષિક 2,000 ડોલરથી 8,000 ડોલર સુધીની હોય છે જે અમેરિકા કરતાં ઓછી છે.

5.કેનેડામાં હાલમાં ઈન ડિમાન્ડ જોબઃ કેનેડાએ ડિસેમ્બર 2017માં દુનિયામાં સૌથી વધુ 5.7 ટકા એમ્પ્લોયમેન્ટનું સર્જન કર્યું હતું. કેનેડામાં નોકરીઓની ખોટ નથી. નવા ઈમીગ્રન્ટ્સની સેલેરીમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેનેડામાં હાલમાં સૌથી વધુ ડિમાન્ડ જે જોબની છે તે જનરલ લેબર જોબ છે. એસેમ્બ્લી લાઈન જોબથી લઈને વેર હાઉસીસ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં તમને આસાનીથી જોબ મળી શકે છે. ઉપરાંત સેલ્સ રિપ્રેઝન્ટેટિવ, એકાઉન્ટન્ટ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, બિઝનેસ એનાલિસ્ટ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, આઈટી પ્રોજેક્ટ મેનેજર, એકાઉન્ટ મેનેજર, સોફ્ટવેર એન્જિનિયરની જોબ પુષ્કળ છે.

6.કેનેડાનું હવામાનઃ કેનેડા અત્યંત ઠંડો દેશ છે. મોટાભાગનાં શહેરોમાં ડિસમ્બરથી માર્ચ સુધી સ્નો ફોલ જોઈ શકાય છે. શિયાળાનું ટેમ્પરેચર સામાન્ય રીતે ઝીરોથી નીચે રહે છે. કેનેડામાં મકાનો આવી ઠંડીમાં રક્ષણ આપે તેવાં બનાવાયેલાં હોય છે. ઘરમાં હિટિંગ સિસ્ટમ ઈનબિલ્ટ રહે છે. સમરમાં ગરમી વખતે તમારે એસીમાં રહેવું પડે તેમ હોય છે. કેનેડામાં વિવિધ પ્રોવિન્સમાં હવામાનમાં ફેરફાર રહે છે. બ્રિટિશ કોલંબિયા સમુદ્ર કિનારે હોવાથી ત્યાં તમને મિડલ ઈસ્ટ કંટ્રીઝ જેવો શિયાળો મહેસૂસ થાય છે.

છગન ખેરાજ વર્મા કેનેડામાં આવનારા પ્રથમ ગુજરાતી હતાઃ તેઓ લોહાણા હતા પણ મુસ્લિમ હુસેન રહીમ બની ગયા હતા

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!