ઘરઆંગણે ભણીગણીને પરદેશમાં નોકરી કરવા જનારાઓમાં, સ્થાયી થનારાઓમાં ભારતીયો દુનિયામાં સૌથી વધુ

ઘરઆંગણે ભણીગણીને પરદેશમાં નોકરી કરવા જનારાઓમાં, સ્થાયી થનારાઓમાં ભારતીયો દુનિયામાં સૌથી વધુ

ચીન બીજા, ફિલીપાઈન્સ ત્રીજા નંબરેઃ ઉચ્ચત્તમ અભ્યાસ કરીને વિદેશમાં જઈને નોકરી કરનારા-સ્થાયી થનારાઓમાં ભારતીયોની સંખ્યા 31 લાખથી વધુઃ વસવાટ માટે કેનેડા સૌથી પ્રિય દેશ

 

નવી દિલ્હી

 

ઓર્ગેનાઈઝેશન કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(OECD)ના અહેવાલ પ્રમાણે સમગ્ર દુનિયામાં હાઈ સ્કીલ્ડ ડાયસ્પોરા તરીકે સૌથી વધુ પ્રમાણ ભારતીયોનું છે. મતલબકે, સૌથી વધુ ભણીગણીને ભારતીયો બીજા દેશોમાં જઈને નોકરી કરે છે અને ત્યાં જ રહી જતા હોય છે. OECDના જણાવ્યા પ્રમાણે સમગ્ર દુનિયામાં 31 લાખથી વધુ માઈગ્રન્ટ્સ સાથે ભારતીયો પહેલા નંબરે આવે છે જ્યારે તેના પછી ચીન 20 લાખ અને ફિલિપાઈન્સ 18 લાખ માઈગ્રન્ટ્સ સાથે આવે છે. OECDના સોશિયલ, એમ્પ્લોયમેન્ટ એન્ડ માઈગ્રેશન વર્કિંગ પેપર્સ નંબર 239માં આ અહેવાલ પ્રગટ થયો છે. આ ડેટા 2015/16ના વર્ષનો છે. તમે અંદાજ લગાવી શકો છો કે બાકીનાં ચાર વર્ષમાં કેટલા ભારતીયોએ, ભણીગણીને આ રીતે પરદેશમાં જઈને નોકરી-વસવાટ કરી લીધો હશે. 14મી ડિસેમ્બર 1960ના રોજ 20 દેશોએ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના કન્વેન્શન પર સહી કરી હતી. તે પછી અન્ય 17 દેશો પણ આ સંગઠનમાં જોડાયા છે. હાલમાં 37 દેશો આ સંગઠનમાં છે. કોલંબિયા છેક છેલ્લે તેમાં જોડાયો હતો. બાકીના અન્ય દેશોમાં ભારત, બ્રાઝિલ, ચીન, ઈન્ડોનેશિયા અને સાઉથ આફ્રિકા OECDના ચાવીરૂપ સભ્યો છે.

આ દેશો એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે અને તેમને ત્યાં ઊભા થતા રાષ્ટ્રીય, સામાજિક અને સ્થાનિક કક્ષાના મુદ્દાઓની ચર્ચા કરે છે. OECDના સભ્ય દેશો આ દુનિયામાં ચાલતા વેપાર અને રોકાણનો કુલ 80 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.  છેલ્લાં 60 વર્ષથી OECD સંગઠન સતત ડેટાનો સતત સંગ્રહ કરે છે અને તેના આંકડા વિશ્વસનીય મનાય છે. ભારતમાંથી કુલ 31.20 લાખ ઈમીગ્રન્ટ્સ વિદેશમાં વસે છે જેમણે ઉચ્ચતર અભ્યાસ કર્યો છે. દુનિયાનાં કોઈ દેશમાંથી આટલું બધું ભણીગણીને પરેદશમાં જઈને લોકો રહેતા નથી. OECDના સભ્ય દેશોના 12 કરોડ લોકો પરદેશમાં વસે છે તેમાં 30 ટકા ઉચ્ચ ભણતરવાળા છે. OECDના સભ્ય દેશોમાંથી ભારતના 10 લાખ એટલે કે 65 ટકા તો હાઈએસ્ટ ડિગ્રી લેનારા લોકો છે. OECDના જણાવ્યા પ્રમાણે, 2015/16ના વર્ષમાં ઉચ્ચ અભ્યાસ કરીને પરદેશમાં નોકરી કરવા જનારાઓ-સ્થાયી થનારા માઈગ્રન્ટસની ટકાવારી 16 ટકા હતી. તેની સરખામણીમાં ઓછું ભણીને મજૂરી જેવું કામ કે નોકરી કરવા જનારાઓની ટકાવારી 5 ટકા અને 12 ટકા હતી.

દેશ              એજ્યુકેટેડ માઈગ્રન્ટ્સ

ભારત                      31.20 લાખ

ચીન                         22.50 લાખ

ફિલીપાઈન્સ           11.90 લાખ

યુકે                          17.50 લાખ

જર્મની                      14.70 લાખ

પોલેન્ડ                      12 લાખ               

મેક્સિકો                    11.40 લાખ

રશિયા                       11.06 લાખ

ભારતમાંથી ભણીગણીને નોકરી કરવા જે માઈગ્રન્ટ્સ પરદેશમાં જાય છે તેમને સૌથી પ્રિય દેશ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની છે. કોરોના સંકટ આવ્યું તે પછી કેનેડા સૌથી વધુ પસંદગીનો દેશ ભારતીયોમાં રહ્યો છે. OECDના સભ્ય દેશોમાં કેનેડાની ઈમીગ્રેશન પોલિસી સૌથી આકર્ષક રહી છે. કેનેડામાં પ્રવેશવા માટે બહુ ઝંઝટનો સામનો ન કરવો પડતો હોવાથી સ્ટુડન્ટ્સ અને આઈટી તેમજ એન્જિનિયરિંગ ભણેલા લોકોમાં તે ખૂબ પ્રિય રહ્યો છે. એટલું જ નહીં, આ દેશમાં સામાજિક અને આર્થિક જીવન ધોરણ પણ ઊચું છે. 2019માં કેનેડાએ ઈન્ડિયન્સને સૌથી વધુ વિઝા ઈશ્યુ કર્યા હતા અને 2021માં પણ એમ જ બનવાનું છે. કેનેડાએ માર્ચમાં પોતાનો ઈમીગ્રેશન લેવલ પ્લાન 2020-2022 જાહેર કર્યો હતો. આ પ્લાન પ્રમાણે 2020માં કુલ 3,41,000 માઈગ્રન્ટ્સને સમાવવાની યોજના હતી. જ્યારે 2021માં 3,51,000 જણને કેનેડા પીઆર વિઝા ઈશ્યુ કરાવાના છે. 2022માં આ ટાર્ગેટ 3,61,000 પર પહોંચશે. જોકે, કોરોના સંકટ પછી 2022માં આ ટાર્ગેટ વધારીને 3,90,000 કરવાનો છે. કોરોના છતાં કેનેડાએ માઈગ્રેશન અંગેનું તેનું વલણ યથાવત રાખ્યું છે.

ઓસ્ટ્રેલિયા પણ ઈન્ડિયન્સ માટે કોરોનાકાળ પછી સૌથી પ્રિય ડેસ્ટિનેશન મનાય છે. દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં હજારો ભારતીયો ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડન્સી લે છે. 2021થી પણ આ ગતિવિધિ શરૂ થવાની છે. આંકડાઓ પ્રમાણે, 2018-19ના વર્ષમાં સમગ્ર દુનિયામાંથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનારા ભારતીયોનું પ્રમાણ ત્રીજા ક્રમે રહ્યું હતું. કોઈ પણ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડન્ટ માટે એપ્લાય કરી શકે છે અને કોઈ અવરોધ વિના ત્યાંની સરકાર તેને ઓસ્ટ્રેલિયામાં કાયમ માટે રહેવા દેતી હોય છે. સ્કીલ્ડ માઈગ્રેશન વિઝા અને ફેમિલી વિઝા પણ આ જ કેટેગરીમાં આવે છે. સૌથી મોટો લાભ એ છે કે ઓસ્ટ્રેલિયાના પીઆર હોય તો તમને ન્યૂઝીલેન્ડમાં કામ કે નોકરી મળી શકે છે.

જર્મનીમાં ફિઝિશિયન, નર્સિંગ પ્રોફેશનલ્સ, એન્જિનિયર્સ, સાયન્ટીસ્ટ અને આઈટી સ્પેશિયાલિસ્ટ સહિતના સ્કીલ્ડ વર્કર્સની ભારે ડિમાન્ડ છે. જર્મનીમાં 1 માર્ચ 2020થી સ્કીલ્ડ ઈમીગ્રેશન એક્ટનો અમલ શરૂ થયો તે પછી કોરોના સંકટને કારણે તેની ગતિવિધિ અટકી ગઈ હતી. આ એક્ટને કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાંથી ઘણાં લોકોને જર્મનીમાં નોકરી મળવી આસાન થઈ જશે. કેનેડા, ઓસ્ટ્રેલિયા પછી જર્મની જ એક માત્ર એવો દેશ છે જેણે કોરોના સંકટમાં ઈમીગ્રન્ટ્સની મદદ કરવાનું નક્કી કર્યું હતું. જે લોકો જર્મનીમાં રહે છે અને જેમની રેસિડન્ટસ પરમિટ પૂરી થાય છે તેમને પણ રિન્યુઅલ માટે અરજી કરવાનું કહેવાયું છે. આ અરજી પોસ્ટ દ્વારા, ઈમેઈલ કે ટેલિફોનથી પણ કરી શકાય છે. જે લોકો જર્મનીમાં EU Blue Card સાથે રહે છે અને જેમને શોર્ટ ટાઈમ વર્ક બેનિફિટ મળેલા છે તેમને રેસિડન્ટ પરમિટ મેળવવામાં સહેજપણ તકલીફ થશે નહીં. તેમનો એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ પણ કોરોનાને કારણે લાગુ કરાયેલાં પ્રતિબંધો સાથે ફરી ચાલુ કરી દેવાશે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!