જે શો તમને હસીહસીને બેવડ બનાવી દે છે તે ‘કપિલ શર્મા શો’ના લાઈવ શૂટમાં ઓડિયન્સ સાથેના વર્તાવ વિશે જાણશો તો ચોંકી જશો

જે શો તમને હસીહસીને બેવડ બનાવી દે છે તે ‘કપિલ શર્મા શો’ના લાઈવ શૂટમાં ઓડિયન્સ સાથેના વર્તાવ વિશે જાણશો તો ચોંકી જશો

કપિલે મહિના પહેલાં એવું કહીને આ શો બંધ કર્યો હતો કે તે પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માગે છે તેથી હવે વધુ વખત આ શો કરશે નહીં. હવે તેમ કહીને તેણે શોમાંથી બ્રેક લીધો છે

 

નવી દિલ્હી

 

ટીવી પરનો ફેમસ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’અત્યારે ભલે બંધ હોય પણ તેના વિશે એક ખતરનાક ખુલાસો થયો છે. આ શોના શૂટિંગમાં કેટલીય ગરબડો ચાલતી રહે છે અને દર્શકો તેમજ ઓડિયન્સમાં હાજર લોકોને છેતરવામાં આવતા હોય છે તેવી વિગતો બહાર આવી છે.

મજાની વાત એ છે કે આ ઘટસ્ફોટ આ શૂટિંગમાં હાજર લોકોએ જ કર્યા છે.કપિલે મહિના પહેલાં એવું કહીને આ શો બંધ કર્યો હતો કે તે પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માગે છે તેથી હવે વધુ વખત આ શો કરશે નહીં. હવે તેમ કહીને તેણે શોમાંથી બ્રેક લીધો છે. કોરોના સંકટ પહેલાં કપિલના આ શોમાં લાઈવ ઓડિયન્સ દેખાતું હતું પણ તે પછી ઈમેજીસ મૂકીને ઓડિયન્સ મૂકવામાં આવતું હતું અને વિડિયોલિંકથી લોકોને જોડવામાં આવતા હતા.

લાઈવ શો વખતે ઓડિયન્સ સેલિબ્રિટીને સવાલ પૂછી શકતું હતું. આ જ ઓડિયન્સમાંથી કેટલાક લોકોએ કપિલના શોના વટાણા વેરવા માંડ્યા છે. આ લોકોએ સેટ પર તેમની સાથે જે હરકતો કરાઈ હતી તેના વિશે કહ્યું છે. લોકોએ કહ્યું છે કે સેટ પર તેમને ખાલીખાલી હસવા માટે આદેશ કરાતો હતો.

હસવું ના આવે તો પણ તેમને હસવા માટે કહેવાતું હતું. કોઈમોઈડોટકોમના એક રિપોર્ટ પ્રમાણે લાઈવ ઓડિયન્સમાં સામેલ શીતલ શર્મા નામની એક યુવતીએ કહ્યું કે, તેમને સેટ પર લાંબા વખત સુધી એક જ પોઝિશનમાં બેસાડી રખાતા હતા. સેટ પર જો તેઓ હસે નહીં તો તેમને એમ કહેવાતું કે હસવું ના આવતું હોય તો શા માટે આવ્યા છો. ઘર પર જ શો જોઈ લીધો હોત.

મોટાભાગે કપિલના આ લાઈવ શોમાં ખોટું ખોટું હસનારાઓની સંખ્યા વધુ રહેતી હતી. ચિરાગ ગુપ્તા નામના એક યુવકે કહ્યું કે, એક માણસે સેલિબ્રિટીને સેટ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલ શોની સ્ક્રિપ્ટનો ભાગ નહોતો એટલે આ માણસને સેટ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્રણથી ચાર કલાકના શૂટિંગમાં કોઈને પણ વોશરૂમ માટે પણ જવા દેવામાં આવતા નહોતા. સ્ટુડિયોની અંદર પાણી પણ અપાતું નહોતું.

કપિલના શોને લાઈવ જોવાથી કોઈને હસવું પણ આવતું નહોતું. તેના કરતાં ટીવી પર આ શો જોવાથી હસવું આવે કેમકે, તેનું શૂટિંગ ફિલ્મની જેમ થતું હોય છે. વૈભવ નીતેશ નામના એક માણસે કહ્યું કે, કપિલ શર્માના શોના લાઈવ શૂટિંગમાં હું પણ ગયો છું. જો તમે ત્યાં જાવ તો તમને કપિલ પ્રત્યે નફરત થઈ જશે. ત્યાંના મેનેજરનો સ્વભાવ ખરાબ છે. તે ગાળો બોલે છે.

યથાર્થ ગુપ્તા નામના એક માણસે કહ્યું કે, મારો અનુભવ પણ એવો જ રહ્યો છે. હું કોઈને સજેસ્ટ નહીં કરું કે તેઓ કપિલ શર્માના શોમાં લાઈવ ભાગ લે. તેના શોનું શૂટિંગ ટાઈમસર શરૂ થતું નથી. દિવસમાં ત્રણ વાગ્યાનો ટાઈમ હોય તો શૂટિંગ સાંજે પાંચ કે છ લાગ્યે શરૂ થતું હોય છે. પહેલેથી જ સવાલ અને જવાબ નક્કી થઈ ગયેલા હોય છે. કોણે કેવો સવાલ કરવાનો છે અને સેલિબ્રિટી તેનો કેવો જવાબ આપશે તે પણ નક્કી હોય છે.

સૌરભ પ્રજાપતિ નામના એક શખ્સે તો કપિલ શર્માના આ શો વિશે સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકી છે. તેણે લખ્યું છેઃ મેં જોયું કે કપિલની ટીમના સભ્યોએ બે છોકરાઓને સ્ટુડિયોની અંદર જવાની મનાઈ કરી હતી. એ લોકો સ્ટુડિયોની બહાર જ બેસી રહ્યા હતા. જ્યારે કપિલને આ વાતની ખબર પડી ત્યારે તેણે આ બે છોકરાને વેનિટી વાનમાં બોલાવ્યા અને તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મેં નોટિસ કર્યું છે કે કપિલ ખરાબ નથી પણ તેનો સ્ટાફ ખરાબ છે. તેઓ ઓડિયન્સ સાથે બહુ ખરાબ રીતે વર્તે છે.

સૌથી મોટી વાત એ છે કે કપિલના શોમાં જનારા ઘણાં લોકોએ એવી ફરિયાદ કરી છે કે તેમને ગિફ્ટમાં મોબાઈલ ફોન આપીને શૂટિંગ પછી પાછા લઈ લેવામાં આવતા હોય છે. આ રીતે કેટલાય લોકોના ફોન પાછા લઈ લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!