સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝઃ LTCમાં હવેથી આ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરી શકશો, ખરીદી પર લાગેલી GSTની IT રિબેટ પણ મળશે

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝઃ LTCમાં હવેથી આ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરી શકશો, ખરીદી પર લાગેલી GSTની IT રિબેટ પણ મળશે

નવી દિલ્હી

 

દરેક સરકારી કર્મચારી માર્ચ મહિનામાં જેની રાહ જોઈ રહ્યો છે તે મોંઘવારી ભથ્થાં(Dearness Allowance-DA)ની જાહેરાત. છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધવાનું હોવાની વાતો થઈ રહી છે પણ તેની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. એવું કહેવાય છે કે આ હોળી-ધુળેટીના દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે આ ભથ્થાંના વધારાની જાહેરાત કરી શકે છે. જોકે, હોળીના દિવસે દિવાળીના બોનસ જેવી બીજી એક જાહેરાત તો એ પહેલાં થઈ રહી છે. સૌથી મોટો લાભ તો સરકારી કર્મચારીઓને આનાથી જ મળવાનો છે.

કોરોનાના સંકટ દરમિયાન, લોકડાઉનને કારણે સરકારી કર્મચારીઓ તેમનું ઘર છોડીને બહાર ફરવા માટે નીકળી શક્યા નહોતા. તેને કારણે તેમને જે પૈસા મળે છે તે અટવાઈ ગયા હતા. હવે, સરકારે એવો નિર્ણય કર્યો છે કે જો કોરોના પિરિયડ દરમિયાન તમારી પાસે કોઈ નવો ઈન્શ્યોરન્સ હોય તો તમે LTC(LEAVE TRAVEL CONCESSION)માં તેનો ક્લેઈમ કરી શકો છો.

કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ પણ આ લાભ મેળવી શકે છે. તેનો અર્થ એ થયો કે સરકારના આ નિર્ણયને પગલે સમગ્ર દેશના તમામ સરકારી કર્મચારીઓને લાભ મળી શકે છે. ઘણાં લોકો એમ માનતા હતા કે કોરોનાને કારણે તેમના LTCના પૈસા અટવાઈ ગયા છે પણ તેવું નથી. તેને હવે એનકેશ કરી શકાશે.

કોરોના કાળને ધ્યાનમાં રાખીને, સરકારે LTC સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ અંતર્ગત, 12 ઓક્ટોબરથી 31 માર્ચ સુધીમાં તમે જે શોપિંગ કર્યું હશે અને જેની પર 12 ટકા GST લાગ્યો હશે તેને તમે ઈનકમ ટેક્સ રિબેટમાં ક્લેઈમ કરી શકો છો. આ સ્કીમ હેઠળ, એવું પણ પ્રોવિઝન છે જેમાં તમે રૂપિયા 10,000 સુધીની કેશ પણ મેળવી શકો છો.

કોરોના સંક્રમણ દરમિયાન સરકારે તમામ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું(DA)બંધ કરી દીધું હતું. જો સરકાર ગયા વર્ષના અને આ વર્ષના DAની જાહેરાત કરે તો તે 4+4 હોઈ શકે છે. આ જાહેરાત થઈ જશે તો સરકારી કર્મચારીઓનું DA વધીને 25 ટકા સુધી પહોંચી જઈ શકે છે. હાલમાં આ DA 17 ટકાની આસપાસ છે.

બજેટ દરમિયાન એવું મનાતું હતું કે, DAની જાહેરાત થઈ જશે પણ તેમ થયું નથી. હવે દેશભરમાં જ્યારે મોંઘવારીનો આંક વધી રહ્યો છે અને લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે ત્યારે સરકાર તેમના ભથ્થામાં વધારો કરીને માર્કેટમાં વધુ રૂપિયા ઠલવાય તેવી કોઈ જાહેરાત કરી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં સરકારી કર્મચારીઓને આશા હતી કે તેમના DAમાં વધારો થાય. હવે નાણાકીય વર્ષનો આખરી મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આશા છે કે DAની જાહેરાત થાય. એવું કહેવાય છે કે સરકાર હોળીના આગલા દિવસે આ અંગેની જાહેરાત કરી શકે છે.

બેન્ક કસ્ટમર્સ એલર્ટઃ તમારા પૈસા અંગેના ઘણાં નિયમો 1 માર્ચથી બદલાશે, તમામ કામ પૂરું કરો નહીં તો પૈસાથી હાથ ધોવા પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!