કેલિફોર્નિયાની કંપનીએ ભગવાન ગણેશ અને શિવજીની તસવીર સાથેની લંગોટ માર્કેટમાં મૂકતાં હિન્દુઓ નારાજ

કેલિફોર્નિયાની કંપનીએ ભગવાન ગણેશ અને શિવજીની તસવીર સાથેની લંગોટ માર્કેટમાં મૂકતાં હિન્દુઓ નારાજ

પેરિસ સ્થિત ફેશન કંપની લુઈ વિટ્ટોંની યોગા મેટ સામેનો વિરોધ અને વિવાદ ચાલુ છે ત્યારે કેલિફોર્નિયા સ્થિત કંપનીની હરકતથી અમેરિકી હિન્દુઓ રોષે ભરાયા

 

લોસ એન્જલસ

 

પેરિસ સ્થિત લુઈ વિટ્ટોં કંપનીએ ગાયના ચર્મમાંથી યોગા મેટ બનાવી તેની સામેનો વિરોધ હજુ ચાલી રહ્યો છે ત્યારે બીજી એક ઘટનાએ યાયાવર હિન્દુઓને નારાજ કર્યા છે. કેલિફોર્નિયાના લોસ ગાટોસ સ્થિત કોમર્સ કંપની વ્હીમ્ઝી ટીસે ‘સ્વીમ બ્રીફ’ બનાવી છે જેની પર ભગવાન ગણેશ અને શિવજીની તસવીર છે. સ્થાનિક હિન્દુઓએ ન્હાવાની આ લંગોટ સામે વ્યાપક રોષ દર્શાવ્યો છે અને તેને તાત્કાલિક પાછી ખેંચવાની માગણી કરી છે. હિન્દુઓએ કહ્યું છે કે ભગવાન શિવ અને ગણેશ હિન્દુઓમાં અપ્રતીમ ચાહના ધરાવે છે અને આ દેવ અબજો હિન્દુઓ માટે પૂજનીય છે. તેમને મંદિરમાં કે ઘરમાં બનાવેલા સ્થાનકોમાં પૂજવામાં આવે છે અને તે કોઈ વસ્તુ નથી કે આ રીતે તેમની મજાક બનાવાય. ભગવાનની તસવીર કોઈના શરીરે વીંટાળવાની, પગ પર પહેરવાની કે અંગોએ લપેટવાની વસ્તુ નથી. નિવાડા સ્થિત જાણીતા હિન્દુ નેતા રાજન ઝેદે કહ્યું કે, હિન્દુઓના દેવી દેવતાઓ, તેમના પ્રતીકો, તસવીરો કે શાસ્ત્રીય સંજ્ઞાઓનો ઉપયોગ કોમર્સિયલ રીતે કરવો ઉચિત બાબત નથી. તેનાથી કરોડો હિન્દુઓની લાગણી દુભાતી હોય છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રેસિડન્ટ ઝેદે આ સાથે વ્હીમ્ઝી ટીસ કંપની અને તેના સીઈઓ પાસે ફોર્મલ માફીની માગણી કરી છે અને શિવ અને ગણેશની તસવીર દર્શાવતી આ લંગોટને માર્કેટમાંથી પાછી ખેંચી લેવા માટે જણાવ્યું છે. કોમર્સ કંપનીઓએ ધાર્મિક પ્રતીકો કે તેમની તસવીરોનો તેમની પ્રોડક્ટના વેચાણ માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. કંપનીઓ આ રીતે કોઈ એક સમુદાયની મજાક કે ઉપહાસ કરી શકે નહીં. ભગવાન ગણેશ અને શિવ હિન્દુઓમાં અત્યંત પૂજનીય છે અને તેમને કંપનીએ ન્હાવા માટેની સ્વીમ બ્રીફ પર દર્શાવ્યા છે જે અત્યંત નિંદનીય છે, તેમ ઝેદે કહ્યું હતું. ઝેદે કહ્યું કે, હિન્દુઈઝમ આ દુનિયાનો સૌથી જૂનો ધર્મ છે અને 1.2 અબજ લોકો તેના ફોલોઅર્સ છે. તેને આ રીતે ઉપહાસનો વિષય બનાવી શકાય નહીં. આ રીતે હિન્દુઓના દેવ કે તેમનાં પ્રતીકોની હાંસી ઉડાવવાથી સમગ્ર દુનિયામાં વસતા હિન્દુઓ વિચલિત થઈ જાય છે. હિન્દુઓ કળાકારની અભિવ્યક્તિ સ્વતંત્રતામાં માને છે પણ આસ્થા અલગ બાબત છે. જો આ રીતે ધાર્મિક લાગણી દુભાવાય તો હિન્દુ અનુયાયીઓને તકલીફ થાય છે, તેમ ઝેદે કહ્યું હતું. અમેરિકામાં હાલમાં 30 લાખ હિન્દુઓ રહે છે. અમેરિકાના હિન્દુઓએ કંપની સામે વ્યાપક રોષ ઠાલવ્યો છે. વ્હીમ્ઝી ટીસે તેની આ સ્વીમ બ્રીફને ઓનલાઈન વેચવા માટે મૂકી છે. તેની પ્રાઈઝ 34.50 ડોલર છે. કંપનીએ તેની પ્રોડક્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે યોગ્ય જગ્યાએ આ લંગોટ કોઈને પણ ફિટ થઈ જાય તેવી છે. તેને એ રીતે ડિઝાઈન કરી છે જેથી તે એકદમ સંકોચાયેલી વસ્તુ લાગે. ‘ફેશનમાં કળાનું ઉમેરણ’કંપનીની ટેગલાઈન છે.

લુઈ વિટ્ટોંએ ગાયના ચામડામાંથી યોગા મેટ બનાવતાં યાયાવર હિન્દુઓ નારાજ, પેરિસ સ્થિત કંપની પાસે માફીની માગણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!