અમેરિકન ડ્રીમઃ H-1B રજિસ્ટ્રેશન 9થી 25માર્ચ સુધી

અમેરિકન ડ્રીમઃ H-1B રજિસ્ટ્રેશન 9થી 25માર્ચ સુધી

નાણાકીય વર્ષ 2022 માટે અમેરિકી સરકારે H-1B વિઝાનો પ્રારંભ કર્યોઃ અગાઉ ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેના કારણે સૌથી વધુ નુકસાન ભારતીયોને થયું હતું

 

વોશિંગ્ટન

 

અમેરિકામાં H-1B વિઝા માટે તૈયાર થઈ જાવ. આ માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ આગામી 9મી માર્ચથી 25મી માર્ચ સુધી શરૂ થઈ રહી છે. નાણાકીય વર્ષ 2022 માટે આ વિઝા ઈશ્યુ થવાના છે. અમેરિકામાં દર વર્ષે H-1B વિઝાની કેટેગરીમાં ભારતમાંથી સૌથી વધુ લોકો નોકરી માટે જતા હોય છે. H-1B  વિઝા અંતર્ગત અમેરિકાની પીઆર લેવામાં પણ મુશ્કેલી નડતી નથી. અમેરિકી કંપનીઓ દ્વારા પોતાને ત્યાં નોકરી માટે દર વર્ષે પરદેશમાંથી કર્મચારીઓને H-1B  વિઝાની કેટેગરી અંતર્ગત બોલાવાતા હોય છે.

H-1B  વિઝાના રજિસ્ટ્રેશન દરમિયાન, જેમને અમેરિકામાં નોકરી કરવા માટે જવું છે અને જે લોકો નોકરી કરનારા કર્મચારીને બોલાવે છે તેઓ પોતાની વિગતો અમેરિકી ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટને સોંપતા હોય છે. એકવાર રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય પછી, જે તે કેન્ડિડેટને 2022ના H-1B વિઝાની કેપ માટેનો કન્ફર્મેશન નંબર ઈશ્યુ કરાશે.

કન્ફર્મેશન નંબર રજિસ્ટ્રેશનનો ટ્રેકિંગ નંબર છે. US Citizenship and Immigration Services (USCIS)ના જણાવ્યા પ્રમાણે, આ નંબરનો ઉપયોગ કરીને કોઈ કેન્ડિડેટ Case Status Online ચેક કરી શકતું નથી. H-1B માટે જેમને કન્ફર્મેશન નંબર મળ્યો છે તે કર્મચારી અને તેને નોકરી આપનાર કંપની કે માલિકે સિલેક્શન પ્રોસેસ હેઠળથી પસાર થવાનું હોય છે.

આ માટે 10 અમેરિકી ડોલર રજિસ્ટ્રેશન ફી પેટે ભરવાની રહે છે. સતત બીજા વર્ષે USCIS દ્વારા H-1B વિઝા માટે ઈ-રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પણ કોરોના સંકટને કારણે તમામ કેન્ડિડેટ પાસેથી ઈ-રજિસ્ટ્રેશન કરાવાયું હતું. જો બાઈડનની સરકારે જાહેર કર્યું છે કે તેઓ 31મી ડિસેમ્બર 2021 સુધી H-1B વિઝા ચાલુ રાખશે. આ ઉપરાંત, લોટરી સિસ્ટમ પણ જારી રહેશે.

USCIS દ્વારા વધુમાં વધુ 65,000 H-1B વિઝા ઈશ્યુ થઈ શકે છે. બાકીના 20,000 0H-1B વિઝા ફોરેન સ્ટુડન્ટ્સ માટે ઈશ્યુ કરાશે જેમણે યુએસ યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ સબ્જેક્ટ સાથે હાયર એજ્યુકેશન પૂર્ણ કર્યું છે.

H-1B વિઝા નોન ઈમીગ્રન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીને વિદેશ કામદારો રાખવા માટે અમુક મુદ્દત માટે મંજૂરી આપે છે. થિયોરિટીકલ અને ટેક્નીકલ એક્સપર્ટાઈઝ માટે જ્યારે વર્કર્સની જરૂર પડે ત્યારે આ પ્રકારના વિઝા ઈશ્યુ થતા હોય છે. ભારતમાંથી આ વિઝા કેટેગરીમાં દર વર્ષે 85,000થી વધુ લોકો એપ્લાય કરતા હતા. જોકે, ટ્રમ્પ સરકારે તેમાં નિયંત્રણો મૂકતાં આ વિઝા લગભગ બંધ જેવા થઈ ગયા હતા. ભારત અને ચીનના વર્કર્સ સૌથી વધુ તેનો લાભ મેળવતા હતા.

અગાઉ ટ્રમ્પ સરકારે આવી કેટેગરીના વિઝામાં કેટલાક સુધારા કર્યા હતા તેમાં બિઝનેસ વિઝાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ H-1B સ્પેશિયલી ઓક્યુપેશન માટે ટેમ્પરરી બિઝનેસ વિઝા ઈશ્યુ નહીં કરવાની દરખાસ્ત કરી હતી. આ કેટેગરી અંતર્ગત ભારતની આઈટી કંપનીઓ તેમના ટેક્નોલોજી પ્રોફેશનલ્સને અમેરિકામાં તેમની જોબ કમ્પલીટ કરવા માટે શોર્ટ સ્ટે માટે મોકલતા હતા. આ પ્રપોઝલ પાસ થઈ જશે તો આ પ્રકારના હંગામી બિઝનેસ વિઝા મળતા બંધ થઈ જશે. ભારતમાંથી આ કેટેગરીના વિઝા પર સૌથી વધુ આઈટી પ્રોફેશનલ્સ અમેરિકા જતા હોય છે. જો આ દરખાસ્ત પસાર થઈ જશે તો H વિઝાની આડમાં જે B-1 કેટેગરીનો વિઝા મળતો હતો તે પણ બંધ થઈ જશે. B-1 વિઝા બંધ થઈ જશે તો આઈટી પ્રોફેશનલ્સ અમેરિકા જઈને કામધંધો કરી શકવાની સ્થિતિમાં જ રહેશે નહીં. સ્કીલ્ડ લેબર અંતર્ગત આ વિઝા ઈશ્યુ થતા હતા.

આ વિઝા કેટેગરીને કારણે આઈટી કંપનીઓને પણ સારો એવો લાભ થતો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે અમેરિકાના સ્થાનિક લોકોની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. B-1 વિઝા કેટેગરી હેઠળ ભારતમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓ અમેરિકા જતા હોય છે અને શોર્ટ સ્ટે માટે ત્યાં અહીંની કંપનીઓમાં કામ કરતા હોય છે. આ વિઝા સ્કીલ્ડ લેબરમાં આવે છે પણ તેને બિઝનેસ કેટેગરી કહેવાય છે. ઉલ્લેખનીય છે કે H1B વિઝાની કેટેગરી હેઠળ દર વર્ષે સૌથી વધુ સ્કીલ્ડ વર્કર્સ ભારત અને ચીનથી અમેરિકામાં નોકરી મેળવતા હોય છે. અમેરિકી સરકારના ડેટા પ્રમાણે દર વર્ષે અમેરિકામાં મળતી નોકરીઓમાં ભારતીયોને મળતો હિસ્સો 70 ટકા જેટલો છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

USમાં185 પ્રકારના વિઝાઃકયા પ્રકારનો વિઝા તમને મળી શકે?

USમાં185 પ્રકારના વિઝાઃકયા પ્રકારનો વિઝા તમને મળી શકે?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!