અસલી રૂપિયા અને ઓરિજનલ પાસપોર્ટ આપો, બોગસ માર્કશીટ લઈને વિઝા માટે મૂકોઃ ચરોતરમાં પરદેશ જવાની લાલચમાં જુઓ કોણકોણ ફસાયું?

અસલી રૂપિયા અને ઓરિજનલ પાસપોર્ટ આપો, બોગસ માર્કશીટ લઈને વિઝા માટે મૂકોઃ ચરોતરમાં પરદેશ જવાની લાલચમાં જુઓ કોણકોણ ફસાયું?

આણંદ એસઓજીના ઓપરેશનમાં પકડાયેલા પાસપોર્ટ મોટાભાગે વિદ્યાર્થીઓનાઃ વડોદરાના કેટલાક લોકોએ પણ વિદેશ જવાની લ્હાયમાં બોગસ માર્કશીટ બનાવવા પાસપોર્ટ આપી દીધા હતા

 

યાયાવર ડેસ્ક> આણંદ

 

ચરોતર વિદેશ વસવાટ કરનારા લોકોની સાથે પૂરા વિશ્વમાં જાણીતું એજ્યુકેશનલ હબ પણ છે. મોટાભાગના લોકો શિક્ષણ મેળવી વિદેશ જવાનું સ્વપ્ન સેવતા હોય છે. હાલમાં કોરોના સંકટ હોવા છતાં પણ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જઈને સ્થાયી થવા માંગતા લોકોની સંખ્યામાં લેશમાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. આ જ કારણથી ફ્લાઈટો ચાલુ નથી, વિદેશમાં કોલેજો બંધ છે અને ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે ત્યારે પણ ચરોતરમાં વિદેશમાં મોકલવાના બહાને અનેક ગોરખધંધાઓ ચાલી રહ્યા છે. અગાઉ કેનેડા વર્ક વિઝા પર મોકલવાના નામે પાસપોર્ટમાં બોગસ સિક્કાઓ મારીને સામાન્ય લોકોને ફસાવાયા હતા અને હવે અનેક સ્ટુડન્ટ્સને ફસાવવામાં આવ્યાં છે. જોકે, આમાં વાંક સ્ટુડન્ટ્સ કે ખોટા માર્ગે વિઝા લઈને વિદેશ જનારાઓનો પણ છે. આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા માટેનું જે કૌભાંડ ચાલે છે તેમાં નવા ઘટસ્ફોટો કર્યાં છે. પોલીસે આ કૌભાંડના મૂખ્ય સૂત્રધાર હિરેન સાઠમ ઉર્ફે ચંદ્રકાન્ત, આદિત્ય ચંદ્રવદન પટેલ અને કનુ રબારીને પકડીને તેમની પૂછતાછ કરતાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે.

આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પીઆઈ જી.એન.પરમારે કહ્યું હતું કે, ત્રણેય આરોપીઓ પાસેથી જે પાસપોર્ટ મળી આવ્યા છે તે તમામ ઓરિજિનલ છે. સમગ્ર ગુજરાતમાં રહેતા લોકોના આ પાસપોર્ટ છે અને તેમાં આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના લોકો વધારે છે. પોલીસે જેમના પાસપોર્ટ મેળવ્યા છે તેમના નામ આ પ્રમાણે છેઃ

1.પટેલ અંકિતકુમાર અલ્પેશભાઈ (રહે.સલૂણ સ્વામિનારાયણ ખડકી)

 1. ગોહિલ યુવરાજસિંહ સંજયસિંહ (રહે.ખંભાત, પંચવટી સોસાયટી મેતપુર રોડ)
 2. રબારી કૃપાલી મધુભાઈ (રહે.ધર્મજ રબારીવાસ)
 3. વાળંદ મયૂરકુમાર મનુભાઈ (રહે.વિરોલ, રામદેવપીર મંદિર સામે)
 4. પટેલ ધ્રુવિકાબેન પ્રણવકુમાર (રહે.બાકરોલ, તુલીપ બંગલોઝ, જોગણી માતા મંદિર પાસે)
 5. પટેલ પ્રીના હસમુખભાઈ(રહે.ગાના દાદાની પોળ)
 6. ઠાકોર મીતુલકુમાર રાજેન્દ્રભાઈ (રહે.ઓડ પોસ્ટ ઓફિસ પાસે)
 7. રબારી કાજલબેન પ્રદીપકુમાર (રહે.ત્રાજ રબારીવાસ)
 8. પારેખ ધરતીબેન હાર્દિકભાઈ(રહે. મોગરી ઉદ્યોગ નગર સોસાયટી અનુપમ મિશન રોડ)
 9. પટેલ નિલય નૈશધભાઈ પીપળાવ(રહે.આશાપુરી સોસાયટી)
 10. પટેલ હિમાંશુરૉય વિનોદચંદ્ર(રહે. નાપાડ તળપદ અંબાલાલની ખડકી)
 11. પટેલ શ્રેયા હિમાંશુરોય (રહે.નાપાડ તળપદ દુધિયા તલાવડી)
 12. પટેલ પ્રિયાબેન હાર્દિકકુમાર (રહે. ઉંઢેલા ટેકરા વાળું ફળિયું)
 13. પટેલ શરદકુમાર કમલેશભાઈ (રહે.મલાતજ નવી ખડકી)
 14. રબારી શૈલેષભાઈ ચરણભાઈ (રહે. વડોદરા કેવડા બાગ, સરદાર માર્કેટ સામે નવાપુરા)
 15. ગોહેલ ભાવનાબેન અભિજીતસિંહ (રહે. કાણીસા ઘંટીવાળુ ફળિયું)
 16. પટેલ ધ્રુવીબેન દિનેશકુમાર (રહે.નાવલી વલ્લભચોક)
 17. રબારી બબુબેન રાજુભાઈ (રહે.મલાતજ રબારીવાસ)
 18. વાળંદ કેયુરકુમાર મનુભાઈ વિરોલ(રહે.રામદેવ મંદિર સામે)
 19. પટેલ વ્રજેશકુમાર પંકજભાઈ (રહે.પીપળાવ આશાપુરી સોસાયટી)
 20. પટેલ કૃષિ અમિતકુમાર (રહે.મહેળાવ ઝંડાશેરી)
 21. પંચાલ જાગૃતિ જગદીશભાઈ (રહે.વડોદરા ફતેપુરા)
 22. મહિડા અંકુરકુમાર દિલીપસિંહ(રહે. મલાતજ વાંટા),
 23. વાળંદ તન્હાબેન દત્તુભાઈ (રહે.પોર વાળંદ ફળિયું, સરકારી દવાખાના સામે તા. વડોદરા)
 24. પટેલ વૃષ્ટિબેન યજ્ઞેશભાઇ (રહે.મુવાલ નાની ખડકી, મુરલીધર મંદિર સાવલી તા.વડોદરા)
 25. રબારી રાજુભાઈ લક્ષમણભાઇ (રહે.મલાતજ રબારી વાસ)
 26. રબારી મીનાબેન કનુભાઈ (રહે. આણંદ મંગળપુરા)
 27. રબારી કનુભાઇ રજાભાઈ (રહે.આણંદ મંગળપુરા, અતિથિ એપાર્ટમેન્ટ- આ પોતે આરોપી પણ છે.)
 28. પટેલ મયંકકુમાર ભરતભાઈ (રહે.બોરીયાવી જવાહર ચોક)
 29. પટેલ જય અશ્વિનભાઈ (રહે.રંગાઈપુરા લાયબ્રેરી નજીક).

પોલીસના જણાવ્યા પ્રમાણે આ તમામ પાસપોર્ટ ઓરિજિનલ છે અને વિદેશ જવાની લાલચમાં જે-તે વ્યક્તિએ આ કૌભાંડીઓને આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે 40 જેટલી વ્યક્તિઓની માર્કશીટ તેમને મળી હતી. પોલીસ આ માર્કશીટ લેનારાઓની પણ તપાસ કરવાની છે. કોણકોણ આ માર્કશીટ લઈને વિદેશ પહોંચી ગયું છે તેમની પણ પૂછપરછ કરાશે. બોગસ માર્કશીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હિરેન હતો. હિરેન અગાઉ કેટલીય માર્કશીટ બનાવી ચૂક્યો હતો. તે વિદ્યાર્થીઓની માર્કશીટ વડોદરા બેઠાંબેઠાં બનાવી આપતો હતો. તેણે પોતાની પાસે કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, દરેક યુનિવર્સિટીના સિક્કા રાખ્યા હતા. અને તે થકી જ તે એેક અઠવાડિયા સુધી સતત તેના પર કામ કરી માર્કશીટ બનાવતો હતો. આદિત્ય પટેલ મિડિયેટર તરીકે કામ કરતો હતો. મોટાભાગે તે વિદ્યાનગર સહિત આણંદમાં જતો હતો અને વિદેશ જવાની લાલસા રાખનારા વિદ્યાર્થીઓને શોધી લાવતો હતો અને તેમની જરૂરિયાત પ્રમાણે માર્કશીટ બનાવતો હતો. તે આણંદથી મટિરિયલ વડોદરા હિરેન સુધી પહોંચાડતો હતો. ખોડલ કન્સલટન્સી નામે ફર્મ ચલાવતો કનુ રબારી વિદેશ જવા ઈચ્છુકોને વિદેશ મોકલતો હતો. હિરેન અને આદિત્ય સાથેના સંપર્ક બાદ તેણે તેમને જગ્યા આપી હતી અને જેમને વિદેશ જવું હોય પણ યોગ્ય પ્રમાણપત્ર ન હોય તો તેમની પાસેથી પૈસા લઈને હિરેનને મોકલી આપતો હતો. ઈન્કમટેક્સનું કામ કરતા એક મિત્રને વર્ષ 2015માં તે તિબેટીયન માર્કેટમાં મળ્યો હતો. તેનો મિત્ર પણ ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો હતો. માર્કશીટ કેવી રીતે બનાવી શકાય તેની ટીપ તેણે હિરેનને આપી હતી. થોડો સમય તેની સાથે શીખ્યો હતો. બાદમાં મિત્રનું મૃત્યુ થયું તે પછી હિરેને જાતે માર્કશીટ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેના વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. એ ગુનામાં તે જામીન પર છૂટ્યા બાદ તે આણંદ બાજુ આવ્યો હતો અને બાકરોલ સ્થિત કોમ્પલેક્ષમાં ડમી માર્કશીટ બનાવતો હતો. આ કૌભાંડનો રેલો છેક નવસારી અને મહારાષ્ટ્ર સુધી જાય છે. જો ગંભીરતાથી પોલીસ તેની તપાસ કરે તો આવનારા દિવસોમાં બહુ મોટા રેલા શિક્ષણ, ઈમીગ્રેશન અને વિઝા કન્સલન્ટસી ચલાવનારાના પગ તળે આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!