કોવિડ-૧૯ ની મહામારી વચ્ચે નોલેજ ગ્રુપના ચેરમેનશ્રી રાજેશભાઈ નો માનવતાવાદી અભિગમ….
હિરેન મેકવાન
હાલ સમગ્ર વિશ્વ કોવિડની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. એમાંય અણઘડ વહીવટ અને સંગ્રહખોરીના કારણે ચારે તરફ અરાજકતા નું વાતાવરણ છે. લોકો વેકસીન અને બીજી જરૂરી સવલતો માટે આમતેમ ભટકી રહ્યા છે. હોસ્પિટલમાં જગ્યા નથી તો દવાઓના પણ કાળાબજાર થઈ રહ્યા છે. ચારેતરફ ડર નો માહોલ છે. આવા વતાવરણ માં સામાન્ય માનવી સૌથી વધુ પીસાઈ રહ્યો છે….
ત્યારે નોલેજ ગ્રુપના ચેરમેન શ્રી રાજેશભાઇ આવા નિઃસહાય લોકોની મદદે ધસી આવ્યા છે. આજે જયારે બધીજ સ્કૂલ, કોલેજો અને હોસ્ટેલ બન્ધ છે ત્યારે તેનો સદઉપયોગ કરવાનો વિચાર શ્રી રાજેશભાઇ ને આવ્યો છે. વિશાળ જગ્યામાં આકાર પામેલ નોલેજ કેમ્પસ ને તેઓશ્રીએ આ મહામારી ના કપરા કાળમાં જેઓ પોઝિટિવ આવ્યા હોય અને ફક્ત થોડા સમય માટે આઇસોલેશન થવાની જરૂરિયાત ઉભી થઈ હોય તેવા લોકો માટે ખુલ્લી મૂકી દીધી છે. આમ આઇસોલેશન ની સુવિધા, બે ટાઈમ મફત જમવાનું, સતત મોનીટરીંગ અને જરૂરિયાત ઉભી થતા ડોકટર દ્વારા માર્ગદર્શન જેવી સુવિધાઓ તેઓશ્રીએ નોલેજ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવી આપી છે. આ સેવાઓનો લાભ કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. એ પણ વિનામુૂલ્યે!
વળી જેઓ છેલ્લા ચાર મહિનામાં કોવિડ પોઝિટિવ રહી ચૂક્યા હોય અને હાલ સ્વસ્થ હોય તેવા લોકો ત્યાં પ્લાઝ્મા પણ ડોનેટ કરી શકે છે. નોલેજ ગ્રૂપ જરૂરિયાતમંદ લોકો સુધી પ્લાઝ્મા પહોંચાડવાની અને એકત્ર કરવાની દિશામાં એક બ્રિજ નું કામ કરવા માટે લોકોનો સહકાર પણ ઈચ્છે છે.
શ્રી રાજેશભાઇ જણાવે છે કે ” અમારી પાસે દરેક પ્રકરની સુવિધાઓ થી સજ્જ હોસ્ટેલ(૩૪ રૂમ) હોસ્પિટલ (૧૫૦ બેડ) અને એટેચ ટોઇલેટ સાથેના રૂમ પણ ઉપલબ્ધ છે. સાથે સાથે નર્સિંગ સ્ટાફ પણ.અમો વિનામુલ્યે આઇસોલેશનની સુવિધાઓ સાથે દવાઓ પણ આપીશું. કોરોના મહામારી સામેની લડતમાં નોલેજ ગ્રૂપ શક્ય તમામ મદદ કરવા ઈચ્છે છે”
શ્રી રાજેશભાઇ ના આ સેવકાર્યમાં સૌ સહભાગી બને તો ચોક્કસ એક ઉમદા હેતુ સાર્થક બને.
આ સુવિધા નો લાભ મેળવવા માટે આપ શ્રી ગૌરાંગભાઈ નો ફોન નબર 9925526556 ઉપર સંપર્ક કરી શકો છો.
* હાલ 15 દર્દી સારવાર લઈ રહ્યા છે.
સ્થળ: નોલેજ કેમ્પસ
વડતાલ બાકરોલ રોડ
બાકરોલ