કોરોનાનો મહાકુંભ…તો ગંગાના પાણીથી ફેલાઈ શકે છે મહામારી, 49 લાખ લોકોની ડૂબકીથી વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞ ચિંતામાં

કોરોનાનો મહાકુંભ…તો ગંગાના પાણીથી ફેલાઈ શકે છે મહામારી, 49 લાખ લોકોની ડૂબકીથી વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞ ચિંતામાં

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ ડ્રાય સરફેસની સરખામણીમાં પાણીમાં વધારે સમય એક્ટિવ રહે છે અને આ જ કારણથી ગંગામાં સ્નાન કરનારા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે

 

હરિદ્વાર

 

કોવિડ મહામારીના પડછાયામાં મહાકુંભ સ્નાનને પગલે હરિદ્વારમાં મહામારીનો ખતરો મંડરાય રહ્યો છે. 12 એપ્રિલથી 14 એપ્રિલ સુધી થયેલા ત્રણ સ્નાન પર ગંગામાં 49 લાખ 31343 સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી ગલાવી છે. જિલ્લામાં આ તે પછી કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે અને ગુરુવાર સુધીમાં તેની સંખ્યા 2483 સુધી પહોંચી ગઈ છે. કેટલાય સંત અને શ્રધ્ધાળુ બીમાર પડી ગયા છે.

રિપોર્ટ પ્રમાણે દહેરાદુન સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાસી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસ(65)નું મોત થયું છે. મહામંડલેશ્વરને કોરોના થયો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તાવ રહેતો હતો.

શ્રી પંચ નિર્વાણી અખાડાના વયોવૃદ્ધ મહામંડલેશ્વર કપિલ દેવ દાસના મોતથી બૈરાગી સંત સમાજ સહિત સમગ્ર કુંભનગરીમાં આઘાત અને શોકનું મોજું વ્યાયી ગયું છે. 12મી એપ્રિલે મહામંડલેશ્વરનું સ્વાસ્થ્ય અચાનક બગડી ગયું હતું. તેમને શ્વાસ લેવામાં પરેશાની થવા માંડી હતી અને એકદમ તેજ તાવ આવવા લાગ્યો હતો.

ખાસ્સી દોડાદોડી બાદ તેમના અનુયાયીઓ તેમને દહેરાદૂન સ્થિત કૈલાસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર પહેલાં તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાતાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. 13મી એપ્રિલે મહામંડલેશ્વરની તબિયત વધુ ખરાબ થઈ હતી. ડોકટરોએ તમામ પ્રયાસો કર્યા છતાં રાતે 10.30 કલાકે તેમણે દમ તોડ્યો હતો. તે પછી મહામંડલેશ્વરના અનુયાયીઓ તેમના મૃતદેહને મધ્યપ્રદેશ સ્થિત તેમના આશ્રમમાં લઈ ગયા હતા.

રૂરકી સ્થિત વિજ્ઞાની અને નિષ્ણાત હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભને કારણે કોરોના સંક્રમણ વધુ ઝડપથી અને અનેક ગણું ફેલાય તેવી આશંકા સેવી રહ્યા છે. તેમને એ ચિંતા છે કે હરિદ્વારમાં જે લોકો સ્નાન કરીને ગયા છે તેઓ જ્યારે તેમના વતન પાછા ફરશે ત્યારે ત્યાં કોરોનાનું સંક્રમણ પણ વધી જઈ શકે  છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ ડ્રાય સરફેસની સરખામણીમાં પાણીમાં વધારે સમય એક્ટિવ રહે છે અને આ જ કારણથી ગંગામાં સ્નાન કરનારા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે.

ગંગાના પાણીના પ્રવાહ સાથે વાયરસ પણ ફેલાઈ શકે છે અને વહીને બીજે જઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સંક્રમિત વ્યક્તિઓએ હરિદ્વારમાં સંગમમાં ગંગા સ્નાન કર્યું અને તે વખતે લાખો લોકો ત્યાં હાજર હતા તેના કારણે કોરોના મહામારી આગામી દિવસોમાં વધુ ખરાબ સ્વરૂપે આપણી સામે આવી શકે છે.

અખાડા સાથે જોડાયેલા 40 સંત કોરોના પોઝિટિવ આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ શ્રીમંહંત નરેન્દ્રગિરિ હાલમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલદેવ દાસનું કોરોનાના ચેપથી મોત થયું છે. સંક્રમણના ફેલાવાથી રૂરકી યુનિવર્સિટીના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વિજ્ઞાની ડો. સંદીપ શુકલા ધર્મનગરીમાં લાખોની ભીડથી બેહદ ચિંતિત છે.

ડો. શુકલાએ તેમના ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. સંજય જૈનના નેતૃત્વમાં કોરોના વાયરસ પર રિસર્ચ કર્યું છે. 12 સભ્યોની ટીમે ગંગા નદીના પાણીમાં જમા થયેલા વાયરસની સક્રિયતા અંગે સંશોધન કર્યું હતું. ગંગા નદીના પાણીમાં વાયરસ કેટલું ટકી રહે છે તેની પર તેમનું સંશોધન હતું. હજુ આ અંગેનો રિપોર્ટ આવવાનો બાકી છે પણ પાણીમાં વાયરસ વધુ સમય ટકી રહેતો હોવાથી તેમની ચિંતા વધી છે.

ગુરુકુલ કાંગડી વિશ્વ વિદ્યાલયના માઈક્રોબાયોલોજી વિભાગના વડા પ્રોફેસર રમેશચંદ્ર દુબેનું કહેવું છે કે હરિદ્વારમાં સંક્રમણના ફેલાવાની આશંકા વધી ગઈ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવતો રહે છે અને સંક્રમિત વ્યક્તિ દ્વારા મલ્ટીપ્લાય થતો રહે છે.

સ્નાન દરમિયાન જો એકપણ ચેપી વ્યક્તિએ ડૂબકી લગાવી હશે તો બીમારીના ફેલાવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. માઈક્રોબાયોલોજિસ્ટનો દાવો છે કે કોવિડ સંક્રમણ પાણીમાં ઘણાં દિવસો સુધી એક્ટિવ રહી શકે છે. એટલું જ નહીં, ગંગાનું પાણી તો સતત વહેતું રહેતું હોવાથી ચેપ વધુ ઝડપથી, વધુ લોકોમાં ફેલાઈ શકે છે.

સૌથી ખતરનાક બાબત એ છે કે કોવિડનો હાલનો સ્ટ્રેઈન અત્યંત ઘાતક છે અને એકદમ તેજ રફતારથી ફેલાય છે. ભારતમાં કોરોના મહામારીનો સેકન્ડ વેવ ચાલી રહ્યો છે તેમાં ઓછામાં ઓછાં પાંચ સ્ટ્રેઈન સાથેના વાયરસ દેખાયા છે અને તેમાં બ્રિટન અને સાઉથ આફ્રિકાથી આવેલા વાયરસને કારણે મોતની સંખ્યા અને સંક્રમણની ઝડપ વધી છે.

કુંભ મેળાને કારણે આ વખતે વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે. વાયરસ પાણી અને ભેજવાળી સપાટી પર હોય ત્યારે તેની સક્રિયતાની અવધિ(ડ્યુરેશન) વધી જાય છે. કોરી સપાટી પર વાયરસ એટલો લાંબો સમય ટકી રહેતો નથી. કુંભ મેળામાં સતત ત્રણ દિવસ સુધી સ્નાન ચાલ્યું છે અને તેમાં 49 લાખ લોકોએ ડૂબકી લગાવી છે. આની અસર આવનારાં 15થી 18 દિવસમાં જોવા મળશે, તેમ નિષ્ણાતો કહી રહ્યા છે.

Methylene Blue કોરોનાનો અકસીર ઈલાજઃ અડધી ચમચી જીભની અંદર, વાયરસ થોડીવારમાં છૂમંતર

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!