COVID-19 વેક્સિન લેતી વખતે મહિલાઓએ ડોકટરોને આ ‘મહત્વ’ની વાત પૂછવાનું ભૂલવું ના જોઈએ!

COVID-19 વેક્સિન લેતી વખતે મહિલાઓએ ડોકટરોને આ ‘મહત્વ’ની વાત પૂછવાનું ભૂલવું ના જોઈએ!

કોવિડ-19 વેક્સિન લેનારી મહિલાઓ જો તરત મેમોગ્રામ ટેસ્ટ કરાવે તો તેમને ખોટો પોઝિટિવ રિપોર્ટ આવવાની સંભાવનાઓ રહે છેઃ કેટલાક રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તેને કારણે મહિલાઓમાં સ્ટ્રેસ અને ચિંતાનું પ્રમાણ વધ્યું છે

 

અમદાવાદ

 

હાલમાં કોરોનાની મહામારી દાવાનળની માફક ફાટી નીકળી છે ત્યારે તેની સામે સરકારો અને મેડિકલ સાયન્સ વેક્સિનના શસ્ત્રથી ઝઝૂમવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, આ પ્રયાસમાં થઈ રહેલી અફરાતફરીમાં કેટલીક એવી બાબતો છે જે ધ્યાન બહાર થઈ રહી છે અને થોડી સીધીસાદી શિખામણો આપવામાં થયેલી ચૂકને કારણે મોટાં જોખમી પરિણામો આવી રહ્યાં છે.

ખાસ કરીને મહિલાઓ જ્યારે કોવિડ-19ની રસી લે ત્યારે ડોકટરોએ તેમને એક ખાસ સલાહ આપવાની હોય છે. ખરેખર તો આ સલાહ નથી પણ ચેતવણી છે. આવી મહિલાઓએ મેમોગ્રાન ટેસ્ટથી દૂર રહેવાનું છે.

વેક્સિનને કારણે મહિલાઓની બ્રેસ્ટના લિમ્ફ નોડ્સ(લસિકા ગાંઠો)માં સોઝા ચઢી જતા હોય છે એટલે કે વેક્સિન પછી બ્રેસ્ટમાં આવેલી લસિકા ફૂલી જવાની ઘટનાઓ બની શકે છે. આ લસિકા ગાંઠો એટલે કે લિમ્ફ નોડ્સ ફુલે તે બ્રેસ્ટ કેન્સરની નિશાની છે.

“કોવિડ-19 વેક્સિન લેવાને કારણે મહિલાઓમાં લિમ્ફ નોડ્સ ફુલી જતાં હોય છે. આવી મહિલાઓ જ્યારે તેમનો મેમેગ્રામ(બ્રેસ્ટ કેન્સર છે કે નહીં તે અંગેનો)ટેસ્ટ કરાવે તો રિઝલ્ટ ખોટી રીતે પોઝિટિવ આવતું હોય છે,” તેમ જોન હોપકિન્સ મેડિસિન દ્વારા પબ્લિશ થયેલા ડો. લિસા એન મુલેનના એક આર્ટિકલમાં જણાવાયું છે.

ડો. લિસા કહે છે કે મેમોગ્રામમાં જે એનલાર્જમેન્ટ એટલે કે લસિકાઓનું મોટું થઈ જવું દેખાય છે તે ડોકટરને એમ માનવા પ્રેરે છે કે મહિલાની બ્રેસ્ટમાં કોઈ ગાંઠ વિકસી રહી છે. ડોકટર કહે છે કે જ્યારે વેક્સિનની અસર નોર્મલ થવા માંડે ત્યારે મેમોગ્રામમાં દેખાતી આ કહેવાતી ગાંઠ આપોઆપ ઠીક થઈ જતી હોય છે.

જે મહિલાઓ કોરોનાની વેક્સિન લીધા પછી તરત મેમોગ્રામ કરાવતી હોય અને તેમના ટેસ્ટમાં લિમ્ફ નોડ્સમાં સોઝા દેખાય તો તેણે ગભરાવાની જરૂર નથી. વેક્સિનની આ કોમન ઈફેક્ટ હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વેક્સન લીધા પછી આવો મેમોગ્રામ ટેસ્ટ મહિલા કરાવે અને તેમાં આ પ્રકારની સુઝન ડોકટરને દેખાય પછી ડરવાનો સિલસિલો શરૂ થઈ જાય છે.

આવી બીક અને ખોટી ભ્રમણાઓને પગલે એક પછી એક એમ અનેક ટેસ્ટ હોસ્પિટલો કરાવતી રહે છે. ઘણાં કિસ્સામાં જોવાયું છે કે આવા કિસ્સામાં ડોકટરોએ મહિલાને બિનજરૂરી રીતે બાયોપ્સી પણ કરાવવડાવી છે, તેમ,” Penn Medicineના રિપોર્ટમાં કહેવાયું છે.

આ પ્રકારના વધારે પડતા સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીને તમારે એવોઈડ કરવાં હોય તો, મહિલાઓએ જ્યારે પણ તેઓ વેક્સિન લે ત્યારે ડોકટર પાસેથી સામેથી સલાહ માગી લેવી જોઈએ. કોરોનાની વેક્સિન લેતી વખતે મહિલાઓએ ત્યાં હાજર ડોકટરોને પૂછી જ લેવું જોઈએ કે તેઓ વેક્સિન લીધા પછી ક્યારે મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટ ટેસ્ટ કરાવી શકે?

અત્યારે ભારત ભરમાં વેક્સિન લગાવો ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેની આડઅસરો વિશે વાત કરતા ઘણાં નિષ્ણાતો જોવા મળ્યા છે પણ આ વિષય અંગે હજુ કશું લખાયું કે કહેવાયું નથી. કેટલાક એક્સપર્ટ કહે છે કે જ્યારે પણ મહિલાઓ કોવિડ-19 વેક્સિન લે ત્યારે તેમણે ડોકટરને આ અંગે પૂછી લેવું જોઈએ અથવા તો ડોકટરોએ જાતે આ અંગેની એક કોમન માહિતી જાહેર કરવી જોઈએ.

મહિલાઓએ બિનજરૂરી સ્ટ્રેસ ઘટાડવા માટે આમ કરવું અનિવાર્ય પણ છે. ડોકટરો કહે છે કે જે મહિલાઓ કોવિડ-19 વેક્સિન લે છે તેમણે રસી લીધાના ચારથી છ સપ્તાહ સુધી મેમોગ્રામ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વેક્સિન લીધા પછી બ્રેસ્ટમાં આવેલી લસિકાઓ ફૂલી જવાની ઘટનાઓ એકદમ નોર્મલ છે.

પણ, જો વેક્સિન લીધી ન હોય અને તમારા મેમોગ્રામ ટેસ્ટમાં અંડર આર્મ લિમ્ફ નોડ્સમાં સુઝન દેખાય તો તેનો અર્થ તમને બ્રેસ્ટ કેન્સર છે, તેવો થાય છે. “ બ્રેસ્ટ કેન્સર જો બ્રેસ્ટની બહાર જાય ત્યારે તે બગલની નીચે આવેલા લિમ્ફ નોડ્સમાં પહોંચે છે કારણકે, લિમ્ફના ફ્લુઈડની નેચરલ ડ્રેનેજ પેટર્ન બ્રેસ્ટની અંદર આ નોડ્સમાં આવેલી હોય છે. એટલે કે આ નોડ્સમાંથી ફ્લુઈડ વહેતું હોય છે એટલે કેન્સરની અસર ત્યાં દેખાય છે.”

આવી પરિસ્થિતિ એક આગાહીજનક સ્થિતિ છે,છતાં સત્તાવાળાઓ અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેના વિશે લોકોને જાણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. એ લોકો એમ માનતા હોય છે કે જેમને કેન્સર થયું છે તેઓ નિયમિત ચેકઅપ કરાવતા રહેશે.

મેમોગ્રામ્સ પર કોવિડ રસીની અસર એક માત્ર વિષય નથી જેના અંગે મેડિકલ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાગ્યે જ લોકોને ચેતવણી અપાય છે. ઘણાં એવા પણ અહેવાલ છે કે આ રસીને કારણે કેટલીક મહિલાઓમાં પિરિયડની સ્થિતિ બદલાઈ જતી હોય છે. મહિલાઓ રજસ્ત્રાવમાં ઓછો-વત્તો વધારો થવો કે ઘટાડો થવાની ઘટનાઓ પણ બની છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધક કેથરિન લીએ કહ્યુ હતું કે, તેમણે વેક્સિન લીધી તે પછી તેમના માસિક ચક્રમમાં અનિયમિતતા આવી ગઈ હતી.

કોરોનાની વેક્સિન લીધા પછી મહિલાઓમાં જોવા મળે છે વધુ સાઈડ ઈફેક્ટ, જાણો એક્સપર્ટ શું કહે છે

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!