નવરાત્રિ હોવા છતાં પણ નવરાત્રિ નથી,  બહુ અજુગતું લાગે છે :સંગીતકાર બ્રિજ જોષી

નવરાત્રિ હોવા છતાં પણ નવરાત્રિ નથી, બહુ અજુગતું લાગે છે :સંગીતકાર બ્રિજ જોષી

નવરાત્રિના 9 દિવસને બાદ કરતાં મોટાભાગે વિદેશમાં રહેતા મૂળ આણંદના જાણીતા સંગીતકાર બ્રિજ જોષીએ યાયાવર ચરોતર સાથે વાત કરતાં દરેક સંગીતકારને કોરોનાના કપરા કાળમાં હિંમત ન હારવા અને ગરબા રસિકો સહિત તમામને ફરજિયાતપણે સરકારની ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા અને માસ્ક પહેરવા અપીલ કરી છે. જુઓ વિડીયો…

 

નવરાત્રિ હોવા છતાં પણ નવરાત્રિ નથી, બહુ અજુગતું લાગે છે. કદાચ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે નવરાત્રિ નથી થઈ રહી. આ શબ્દો છે દેશ-વિદેશમાં સંગીતકાર તરીકે નામના મેળવનારા આણંદ-વિદ્યાનગરના પ્રખ્યાત સંગીતકાર બ્રિજ જોષીના.

બ્રિજ જોષી મૂળ એન્જિનિયર, પણ વર્ષ 1978થી તેઓ સંગીત સાથે સંકળાયેલા છે. સંગીતના વિશેષ શોખને કારણે બે દાયકા અગાઉ તેમણે પોતાની પ્રોફેસર તરીકેની સરકારી નોકરીને અલવિદા કરી અને એ પછી સંગીતના પેશનને જ પ્રોફેશન બનાવી દીધું. સતત રિયાઝ કરતા બ્રિજ જોષીને મળવા માટે જ્યારે યાયાવર ચરોતરની ટીમ પહોંચી ત્યારે તેઓ રિયાઝ  કરી રહ્યા હતા. આણંદમાં નવરાત્રિનું આયોજન થતું હોય ત્યારે બ્રિજ જોષીનું નામ ન હોય તો કેમનું ચાલે? છેલ્લાં 11 વર્ષથી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ડીએન હાઈસ્કૂલના ગરબામાં બ્રિજ જોષી એન્ડ પાર્ટી સંગીત આપી રહી છે. યાયાવર ચરોતર સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, નવરાત્રિ હોય ત્યારે મારી પાસે સમય જ ન હોય. હું ચાર વાગ્યાથી તેની તૈયારી કરતો હોઉં. પણ આજે… નવરાત્રિ હોવા છતાં પણ નવરાત્રિ નથી. જોકે, દરેકને હું અપીલ કરૂં છું કે માતાજીની ભક્તિ ઘરે બેઠાં કરો. આજનો જે કપરો કાળ છે તે સંક્રમણ ઓછું થતાં જ નહીં રહે. સંક્રમણ ફેલાશે તો કોને કહેવા જવું. એ પછી આગામી સિઝન છે. સાજા હશો, તંદુરસ્ત હશો તો કંઈક થઈ શકશે. સરકાર દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યાં છે, તે યોગ્ય છે અને આવકાર્ય છે. હાલમાં સરકારને સપોર્ટ કરવાની જરૂર છે. વિદેશમાં પણ નવરાત્રિ નથી થઈ રહી. જોકે, અત્યાર સુધી મેં ઘણાં કાર્યક્રમો વિદેશમાં કર્યા છે. વિદેશમાં નવરાત્રિનું આયોજન કરાતું હોય ત્યારે તેઓ ખૂબ ભક્તિમય થઈને ગરબા કરતા હોય છે. મોટાભાગના લોકો ટ્રેડિશનલ ગરબાની જ ડિમાન્ડ કરતા હોય છે. તેઓ આરતીમાં તેમજ પ્રસાદ સમયે પણ આમ-તેમ જતા નથી રહેતા. હાજર રહીને ભક્તિભાવપૂર્વક ગરબા કરતા હોય છે. સંગીતકાર બ્રિજ જોષી સાથે થયેલા વાર્તાલાપનો વિડીયો આ સાથે રજૂ કર્યો છે. તેની સાથે આણંદમાં રિધમ એકેડેમી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પારંપરિક પોશાક સાથે ઈનડોર ગરબાનાં કેટલાંક પ્રસંગો જોડ્યા છે યાયાવરના ચાહકોના આનંદ માટે…

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!