તળાવમાં ન્હાવા ગયેલા 8 વર્ષના છોકરાને 26 ફૂટ લાંબો મગર ગળી ગયો, લોકોએ મગરનું પેટ ચીરી બાળકને બહાર કાઢ્યો

તળાવમાં ન્હાવા ગયેલા 8 વર્ષના છોકરાને 26 ફૂટ લાંબો મગર ગળી ગયો, લોકોએ મગરનું પેટ ચીરી બાળકને બહાર કાઢ્યો

ઈન્ડોનેશિયામાં આવેલા કાલિમન્તાન પ્રોવિન્સમાં બનેલી ઘટનાથી ગામલોકો અકળાયાઃ 2018માં મગરે એક માણસને મારી નાખ્યો ત્યારે ગામલોકોએ 292 મગરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા

 

પપુઆ

 

કોઈપણ વ્યક્તિનું કાળજું કંપી જાય તેવી એક ઘટના બની છે. તળાવમાં ન્હાવા ગયેલા 8 વર્ષના એક બાળકને મગર ગળી ગયો હતો. આ મગરને તેના પિતા સહિતના લોકોએ પકડીને મારી નાખ્યો હતો અને તે પછી તેના પેટમાંથી પેલા બાળકને બહાર કાઢ્યો હતો.

આઠ વર્ષનો આ બાળક તેના નાના ભાઈની સાથે તળાવમાં ન્હાવા માટે ગયો હતો. એ લોકો ન્હાતા હતા ત્યારે જ મગર આવ્યો હતો અને તેને ગળી ગયો હતો. આ છોકરાના પિતાએ મગરનો પીછો કર્યો હતો અને પોતાના હાથથી મગરના માથામાં મુક્કા મારીને તેને ખતમ કરી નાખવાની કોશિશ કરી હતી. જોકે, મગર ભાગી ગયો હતો. બીજા દિવસે ગામ લોકો સાથે મળીને તેની શોધખોળ જારી રાખવામાં આવી હતી.

ઈન્ડોનેશિયાના પૂર્વીય કાલિમન્તાન પ્રોવિન્સમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર મગરનું અભયારણ્ય ગણાય છે. બીજા દિવસે ગામના લોકોએ મગરનો જોયો હતો અને તે પછી તેને ખતમ કરીને તળાવના કાંઠે લવાયો હતો. ચોથી માર્ચે આ લોકોએ મગરને ઊંઘો પાડી દીધો હતો અને તેનું પેટ ચીરી નાખ્યું હતું.

26 ફૂટ લાંબા મગરને જ્યારે પેટથી ચીરાતો હતો ત્યારે એ હતભાગી છોકરાનું પરિવાર ત્યાં જ હતું. આ દ્રશ્યો એટલાં ખતરનાક હતાં કે, મોટાભાગનાં લોકો તે જોઈ શક્યાં નહોતાં. મગરનું પેટ ચીરાતું જતું હતું તેમ ગામના લોકોનો રડવાનો અવાજ વધી રહ્યો હતો. અંતે, મગરના પેટમાંથી બાળકના શરીરને બહાર કઢાયું હતું.

સર્ચ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ છોકરો તેના પરિવાર સાથે ન્હાવા માટે આ તળાવમાં નિયમિતપણે જતો હતો. આ તળાવનું પાણી જ ગામના લોકો વાપરે છે.

2018માં ઈન્ડોનેશિયામાં ગામ લોકોએ ભેગા મળીને ચપ્પું, હથોડી અને ડિસમિસ જેવાં શસ્ત્રો લઈને 292 મગરનો મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ વખતે મગરોએ ગામના એક માણસને મારી નાખ્યો હતો. એક માણસને મારી નાખવાની કિંમત 292 મગરોને મોતને ઘાટ ઉતારીને ચુકવાઈ હતી.

પશ્ચિમ પપુપા વિસ્તારમાં અંતારા ન્યૂઝ એજન્સીએ આ ઘટનાનાં ફોટોગ્રાફ લીધા છે જેમાં મગરોનાં કંકાલના થપ્પા લાગેલા જોવા મળે છે. ઈન્ડોનેશિયાના સોરોંગ જિલ્લામાં મગરોની વસ્તી ખૂબ છે.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે નેચરલ રિસોર્ચ કન્ઝર્વેશન એજન્સીના 48 વર્ષના કર્મચારીએ ક્રોકોડાઈલ ફાર્મમાં પ્રવેશ કર્યો હતો. એ ઘાસ લેવા માટે આવ્યા હતા ત્યારે મગર તેમને પાણીમાં તાણી ગયો હતો. કેટલાક કર્મચારીઓએ બચાવો બચાવોની બૂમો સાંભળી હતી પણ એ પહેલાં મગરે કામ પૂરું કરી દીધું હતું. જોકે, ગ્રામજનો આ ઘટનાથી એટલા અકળાયા હતા તેમણે બીજા દિવસે જઈને તમામ 292 મગરને ખતમ કરી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!