કોરોના થયો છે? સેલ્ફ કોરેન્ટીન છો? આટલું યાદ રાખો, આટલું ફોલો કરો અને ખુશમિજાજ રહો…

કોરોના થયો છે? સેલ્ફ કોરેન્ટીન છો? આટલું યાદ રાખો, આટલું ફોલો કરો અને ખુશમિજાજ રહો…

કોરોનાની બીમારી વિશે સૌથી પહેલાં તો એક વાત સમજી લો કે તે કોઈ જીવલેણ રોગ છે જ નહીં. કોરોના મટી શકે છે અને આ જ કારણથી તેમાં ડેથ રેશિયો એટલે કે મોતની ટકાવારી માત્ર 1.25 ટકા છે

 

અમદાવાદ

 

કોરોનાનું સેકન્ડ વેવ ચાલી રહ્યું છે અને પહેલાં કરતાં પણ તે વધારે ખતરનાક છે ત્યારે સોશિયલ મિડિયા પર જાતજાતની સલાહો અને ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે. આવી બધી સલાહોથી હંમેશા દૂર રહેવું અને નિષ્ણાત ડોકટરે જે કહ્યું હોય તે પ્રમાણે જ આગળ વધવું જોઈએ.

કોરોનાની બીમારી વિશે સૌથી પહેલાં તો એક વાત સમજી લો કે તે કોઈ જીવલેણ રોગ છે જ નહીં. કોરોના મટી શકે છે અને આ જ કારણથી તેમાં ડેથ રેશિયો એટલે કે મોતની ટકાવારી માત્ર 1.25 ટકા છે. એટલે કે 100 માણસને કોરોના થાય તો તેમાંથી મરનારી સંખ્યા માત્ર 1.25ની છે.

કોરોના અંગે સૌથી બીજું અગત્યનું પાસું એ છે કે જે લોકો ખોટા ઉપચાર કરે છે, ખોટી હોસ્પિટલોમાં ભરતી થઈ જાય છે, અને લાલચુ ડોકટરોના હાથમાં સપડાઈ જાય છે તેમના માટે જ આ બીમારી જીવલેણ પુરવાર થઈ હોવાના ઉદાહરણો છે. એક સંશોધન કરવા જેવું છે કે કોરોનાના મોટાભાગના દર્દીઓ હોસ્પિટલમાં જ મોતને ભેટ્યા છે.

હોમ આઈસોલેશન કે હોમ કોરેન્ટીન થયેલા અને રૂમમાં બેઠાબેઠા ડોકટરની સલાહ અનુસાર દવા લેતા કોઈને મોત ભેટ્યું નથી. આ જ કારણથી ઘણાં લોકો કોરોનાને તબીબ જગતનું સૌથી મોટું કૌભાંડ બતાવી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે કોરોનાના દર્દી પર ઘણાં ડોકટરો દવાના પ્રયોગ કરે છે તેમાં દર્દીનાં કિડની અને લીવરને ભારે નુકસાન થાય છે અને તેને કારણે મોતની ઘટનાઓ બનતી રહે છે.

જોકે, અત્યારે તો આ બધી વાતો છે અને તેના વિશે રિસર્ચ થવું જોઈએ. ઘણાં સારા ડોકટરોએ આ વિશે ઘણું કહ્યું છે અને ઘણાં ડાહ્યા માણસો અને જેમને કોરોના થયો છે તેમણે પોતાની અનુભવસિદ્ધ વાતો પણ વહેંચી છે. આવી જ અનુભવસિદ્ધ અને વિજ્ઞાને જેને અનુમોદન આપેલું છે તે હકીકત યાયાવર ચરોતર તમારી સાથે શેર કરી રહ્યું છે.

કોરોના થાય અને સેલ્ફ કોરેન્ટીન થાવ ત્યારે તમારે જે વાતો યાદ રાખવાની છે તે જ અહીં આપી છે. કોરોનાના પેશન્ટે શું ધ્યાનમાં રાખવાનું છે તે જોઈએઃ

(1) ઓક્સિજન લેવલ-94ની ઉપર રહેવું જોઇએ.

(2) પલ્સ રેટ 75ની આસપાસ રહેવા જોઇએ.

(3) કોરોના રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ.(આ રિપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)

(4) D-Dimer up tp 500 રહેવો જોઇએ (આ રિપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળું કરવાના ઇંજેક્શન અપાતાં હોય છે.

(5) WBC(શ્વેતકણો)count 4000-10000 રહેવા જોઇએ.

(6) Platlate count 150000-400000 રહેવા જોઇએ.

(7) સતત વિટામીન C થી ભરપૂર ખોરાક ખાતા રહો. જેમકે, સંતરા, મોસંબી વધારે પ્રમાણમાં લો.

(8) શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેતા રહો. આમ કરવાથી ફેફસાં ફુલશે. આ વ્યાયામ એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.

(9) કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા.

(10) ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા.

(11) શક્ય હોય તેટલું હૂંફાળું પાણી પીવું. શરીરમાં પાણી સતત ઉમેરતા રહો. પાણીની સહેજપણ કમી ન આવવી જોઇએ.

(12) કોરોના પેશન્ટને દવામાં fabi flue anti biotic દવા આપવામાં આવે છે. Glanmark pharma companyની આવે છે. 1300 રૂપિયાની 30 ગોળી આવે છે. ફાર્મસીમાં બહુ ઓછા પ્રમાણમાં મળે છે.

(13) enoxaparin sodium injection લોહી પાતળું કરવા માટે સીધું લોહીમાં જ આપવામાં આવે છે.

(14) આ સિવાય sodium chloride ની‌ બોટલો ચઢાવવામાં આવે છે.

એક ખાસ વાત કે કોરોનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. કોરોના કંઈ કેન્સર નથી કે તમને ખાઈ જવાનો છે. તે એક વાઈરલ બીમારી છે અને અમુક દવાઓથી થોડા દિવસમાં સાજા થઈ જવાની ગેરંટી છે. સૌથી મહત્વનું એ છે કે આ બીમારીમાં દવાઓ કરતાં પણ પૌષ્ટિક, તાજો ખોરાક અને શારીરિક કસરતો બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે.બને તો રૂમમાં જ્યાં સુધી પરસેવો છૂટી ન જાય ત્યાં સુધી કસરત કરતા રહો.

તમે જે ગરમ(હૂંફાળું)પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. જોકે, કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકની પેરાનસલ સાઇનસની પાછળ છુપાયેલા રહે છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતું નથી. 4થી 5 દિવસ પછી, પેરાનસલ સાઇનસની પાછળ છુપાયેલા આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. એ પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે જ કહેવાય છે કે કોરોનાની અસર પાંચ દિવસમાં ખબર પડતી હોય છે.

આથી જ વરાળ-ભાંપ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારી પેરાનસલ સાઇનસની પાછળ પહોંચે છે. શ્વાસ નળી અને ફેફસાં સુધી ન જાય તે માટે આ વાયરસનો વરાળથી નાકમાં જ નાશ કરવો પડશે.

કોરોના સાર્સ વાયરસ 50 ડિગ્રી સેલ્સિયસ પર અક્ષમ થઈ જાય છે એટલે કે લકવગ્રસ્ત. 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈપણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે. 70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે.

આ કામ ભાંપ એટલે કે વરાળ કરે છે. તમામ હોસ્પિટલો, ડોકટરો, સરકાર અને જન આરોગ્ય વિભાગ આ વાત જાણે છે, પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે. બધાંને પૈસા કમાઈ લેવા છે. ખુદ ચીનમાં પણ બીજું વેવ ન આવ્યું તેની પાછળનું કારણ વરાળ કારણભૂત છે. લોકોએ જાતે જ ઘરમાં નાસ લેવાનું શરૂ કર્યું અને કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો હતો.

જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા કે બીજા કોઈ કામ માટે બજારમાં જાવ તો દિવસમાં બે વાર ભાંપ લો. જે લોકોનેને દિવસમાં કેટલાક લોકોને મળવાનું હોય છે, ઓફિસ જવાનું હોય છે તેવા લોકોએ દિવસમાં 3 વખત આવી વરાળ પાંચ મિનિટ માટે લેવી જોઈએ.

ડોકટરોના કહેવા મુજબ, નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોના વાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધાં લોકો એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરે, તો આ રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. એક અઠવાડિયા માટે સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે દરેક જણ વરાળ શ્વાસમાં લેવાની શરૂ કરે પછી વાયરસ આપોઆપ નાશ પામશે.

(આ લેખ થોડાસુધારા વધારા સાથે સોશિયલ મિડિયામાંથી ઉદ્ધત કરાયો છે. કોરોનાની બીમારીમાં સૌથી પહેલું કામ ડોકટરનો સંપર્ક કરીને તેમની સલાહ લેવાનું છે. ઘરગથ્થુ ઉપચાર સારા હોય છે પણ તેનો અર્થ એ નથી જે આપણે જાતે ડોકટર બની જઈએ. ઉપર આપેલી માહિતી તબીબી માર્ગદર્શન સાથેની છે.)

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!