ચરોતરમાં છેલ્લા 24 કલાકમાં 97 કેસ, રોગ અને મોતના કેસ વધુ નોંધાઈ રહ્યા છે પણ સરકારી ચોપડે ઓછા આંકડા દર્શાવાઈ રહ્યા હોવાનો આરોપઃ સરકારી આદેશને પગલે હવે તો રસ્તાઓ પણ સૂમસાન થવા માંડ્યા છે
આણંદ
ચરોતરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. જોકે, આણંદમાં બુધવારે 78 કેસ નોંધાયા પછી ગુરુવારે 48 કેસ નોંધાયા હતા. એકનું મોત થયું હતું. ખેડા જિલ્લામાં 49 કેસ નોંધાયા છે. સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની છે જ્યાં ગુુરુવારે અનુક્રમે 27 અને 25 મોત થયાં છે. રાજકોટમાં 8 અને વડોદરામાં છ મોત નોંધાયાં છે. સમગ્ર રાજ્યમાં ગુરુવારે પૂરા થતા 24 કલાકમાં 8152 કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2631 કેસ થયા છે.
આણંદ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે બેકાબૂ બની રહી છે તેના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોની વધુ અવરજવર હોય તેવા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની ક્લમ-૩૦ તથા ૩૪ હેઠળ જિલ્લામમાં કેટલાક વિસ્તારોને Covid -19 Containment Area (નિયંત્રિત વિસ્તાર)તરીકે જાહેર કર્યા છે.
આ મુજબ (૧) આણંદ તાલુકામાં બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૧૩/યમુના ટ્વીન્સ, બાકરોલ (કુલ-૧ મકાન) નો વિસ્તાર, બોરીયાવી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ(૧)અમરકુંજ સોસાયટી (કુલ-૩ મકાન) (૨) લુહાર ફળિયું, બોરીયાવી (કુલ-૭ મકાન) (૩)રવાથીયા વિસ્તાર બોરીયાવી (કુલ-૩ મકાન)નો વિસ્તાર. કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ(૧) શારદા બંગ્લોઝ (કુલ-૧ મકાન) (૨) નારાયણદેવ મહાદેવ(કુલ-૧ મકાન) (૩) ૨૨ (અવધ) એરીસ્ટ્રોવીલા (કુલ-૧ મકાન)નો વિસ્તાર કન્ટેનમેન્ ઝોન તરીકે જાહેર થયો છે.
સંદેશર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ(૧)રઘુનાથ પોળ (કુલ-૧ મકાન)નો વિસ્તાર(૨) ૩૦, પ્રાર્થના પાર્ક (કુલ-૧ મકાન)નો વિસ્તાર, ખંભોળજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (૧) ગોકુલધામ સોસાયટીની બાજુમાં ખંભોળજ (કુલ-૧મકાન)નો વિસ્તાર(૨)પોલીસ સ્ટેશનની સામે ખંભોળજ(કુલ-૧ મકાન)નો વિસ્તાર, લાંભવેલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ(૧) ઓલ્ડ એજ હોમ, લાંભવેલ(કુલ-૧ મકાન)નો વિસ્તાર (૨) મારૂતિ બિલ્ડિંગ પાછળ લાંભવેલ(કુલ-૧ મકાન)નો વિસ્તાર (૩)ડેરી પાછળ લાંભવેલ (કુલ-૧૦ મકાન)નો વિસ્તાર(૪) અને પરબડી પાસે લાંભવેલ (કુલ-૧૦ મકાન)નો વિસ્તારનો સમાવેશ કરાયો છે.
આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતો વખતની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ હુકમ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ કહેવામાં આવ્યું છે.