આણંદ
આણંદ શહેર અને ગામડી ગામને જોડતા તુલસી ગરનાળાનો અંતે પ્રારંભ થઈ ગયો છે. છેલ્લાં સાડા ચાર વર્ષથી જે ગરનાળાને કારણે ગામડી ગામના લોકોને મુશ્કેલી નડી રહી હતી તેનો હવે નિકાલ આવ્યો છે. લોકોએ મંગળવારે આ ગરનાળાને જાતેજ ખુલ્લું મૂકી દીધું હતું. આ ગરનાળું આમ તો સત્તાવાર રીતે ખુલ્લું મુકાવાનું હતું પણ લોકો એટલા કંટાળ્યા હતા કે તેમણે જાતે જ તેનું ઉદઘાટન કરી નાખ્યું હતું.
થોડા વખત પહેલાં જ તુલસી ગરનાળાનું 18 ફૂટ પહોળું કોંક્રિટનું બનાવીને બંન્ને બાજુઓ તૈયાર કરી દેવામાં આવી હતી. આણંદ પાલિકા પ઼મુખે રેલ્વેના અધિકારીઓ સાથે વાતચીત કરી વહેલી તકે નગરજનોની સુધિવા માટે ખુલ્લુ મુકી દેવા સુચનાઓ આપી હતી પણ લોકોએ તેની રાહ જોઈ નહોતી અને જાતે જ શરૂ કરી દીધું હતું.
આણંદ પાલિકા ધ્વારા 9.5 ફૂટ પહોળા અંડરપાસમાં ડ઼ેનેજ લાઈન બનાવાતાં હવે ચોમાસામાં પાણી ભરવાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવી જશે તેવી આશા છે. આ ગરનાળામાં લાઈટો નાંખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આણઁદ શહેર સાથે ગામડી, રાજોડપુરા, પરીખ ભુવન વિસ્તારના રહીશોને હમણાં સુધી પાંચથી સાત કિલોમીટરનો લાંબો રન ફરવો પડતો હતો તે હવે બંધ થઈ જશે.