1885નો આ કોઈન અત્યારે જબરદસ્ત ડિમાન્ડમાં છે. જો તમારા ઘરમાં આ સિક્કો પડ્યો હોય તો તમે પણ એક રૂપિયાનું આ નસીબ અજમાવી શકો છો. ઓક્શનમાં તમે રૂપિયા 10 કરોડ સુધીની કમાણી કરી શકો છો
નવી દિલ્હી
ઘણીવાર એવી ખબરો આવતી હોય છે જેના થકી તમે લખપતિ કે કરોડપતિ પણ બની શકો છો. આ ખબરો તમારા ભવિષ્યને બદલી શકે તેવી હોય છે. સવાર થાય અને તમે વિચારતા હો છો કે તમારી પાસે એક સાથે લાખ રૂપિયા કે કરોડ રૂપિયા આવે તો કેટલું સારું! તમને એમ થાય કે કાશ આપણી પાસે પણ આવો સિક્કો હોય! જો તમારી પાસે આ દુર્લભ સિક્કો હોય તો તમે નક્કી કરોડપતિ થઈ ગયા સમજો.
ઘણાં લોકોને જૂના સિક્કા સંઘરવાનો શોખ હોય છે. ઘણાં લોકો પાસે જૂના રેર કહેવાય તેવા સિક્કા હોય છે. આવા લોકો માટે એક શાનદાર મોકો છે જે એક ઝાટકામાં તમને માલામાલ કરી શકે છે. તમે એક જ મિનિટમાં રૂપિયા 10 કરોડના આસામી થઈ શકો છો.
જો તમારી પાસે આ સિક્કો પડ્યો હોય તો ચેક કરી લો. આ એક રૂપિયાના સિક્કાના ઓક્શન(લીલામી)માં રૂપિયા 10 કરોડ ઉપજી શકે છે. કરોડો રૂપિયાની કાબેલિયત ધરાવતો આ સિક્કો કોઈ મામૂલી સિક્કો નથી. રિપોર્ટ પ્રમાણએ કરોડોની વેલ્યુ ધરાવતા આ સિક્કામાં અનેક ખૂબીઓ છે. સૌથી પહેલી વાત એ છે કે આ સિક્કો અંગ્રેજોના જમાનાનો છે.
આ સિક્કા પર 1885 મુદ્રિત હોવું જોઈએ. જો તમારી પાસે આવો એક રૂપિયાનો સિક્કો હોય અને તેની પરની સાલ 1885 હોય તો તમે કરોડપતિ બની શકો છો. આ સિક્કાને તમારે ઓનલાઈન ઓક્શનમાં મૂકવાનો છે.
ઓનલાઈન સેલમાં આ સિક્કાની કિંમત 9 કરોડ 99 લાખ સુધીની બોલાઈ રહી છે. જૂના સિક્કાઓની લે-વેચ ઓનલાઈન થઈ રહી છે. OLX પર આ સિક્કો વેચાઈ રહ્યો છે. આ માટે સૌથી પહેલાં તમારે OLX પર તમારું એકાઉન્ટ બનાવવું પડશે. તમારી માહિતી આપવી પડશે અને લોગ ઈન થવું પડશે. indiamart.com પર પણ તમે આ પ્રમાણેનું એકાઉન્ટ બનાવીને સિક્કાની લીલામી કરાવી શકો છો.
એકાઉન્ટ બનાવ્યા પછી તમારે તમારી પાસેનો દુર્લભ સિક્કો લીલામીમાં મૂકવાનો છે. આ માટે સિક્કાની તમામ એંગલથી તસવીર લેવાની છે. તમારા એકાઉન્ટમાં આ તસવીર શેર કરવાની રહે છે. આ સિક્કાની ખાસિયતો વિશે પણ તમારે થોડી ડિટેઈલ મૂકવી પડશે.
બસ, તમારે આટલું જ કરવાનું છે. તે પછી તમામ કામ વેબસાઈટ કરી દેશે. ઓએલએક્સ પર ઘણાં લોકો એન્ટીક પીસ, યુનિક સામાન ઉપરાંત ખાસ સિક્કાની ખરીદી પણ કરતા હોય છે. મોટા મોટા શોખીન લોકો જૂના સિક્કાઓની તલાશમાં પણ હોય છે.
ઘરમાં હોય તો શોધવા માંડોઃ 1 રૂપિયાની આ નોટ તમને 7 લાખ રૂપિયા અપાવશે, કસમથી…